Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાકિસ્તાનમાં રહેવું એટલે જેલમાં રહેવા બરાબર’: બાબર આઝમની ટીકા કરવા બદલ પ્રતાડિત...

    ‘પાકિસ્તાનમાં રહેવું એટલે જેલમાં રહેવા બરાબર’: બાબર આઝમની ટીકા કરવા બદલ પ્રતાડિત થયા હતા સાયમન ડૂલ, કહ્યું- ઘણા દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું

    સાયમન સાથે ઘટેલી આ ઘટનાઓ PSL (Pakistan Supre League) દરમિયાન તેમણે બાબર આઝમ પર કરેલી ટિપ્પણીઓ બાદ ઘટી હતી.

    - Advertisement -

    ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સાયમન ડૂલ આમ તો પોતાના સ્પષ્ટ વક્તવ્યોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેમના તાજેતરના એક નિવેદને પાડોશી દેશ પાકિસ્તાનને આખી દુનિયા સામે ઉઘાડો પાડી દીધો છે. વાસ્તવમાં પોતાના એક નિવેદનમાં સાયમન ડૂલે કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેવું એટલે જેલમાં રહેવા બરાબર છે. આ સિવાય તેમણે ત્યાં ભૂખ્યા રહેવું પડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમની સાથે આ તમામ પ્રતાડનાઓ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમની ટીકા કરવા પર કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

    53 વર્ષીય ક્રિકેટ ખેલાડી સાયમન ડૂલે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેવું એટલે જેલમાં રહેવા બરાબર છે. બાબર આઝમની ભૂલો દેખાડ્યા બાદ તેઓ પાકિસ્તાનમાં ક્યાય બહાર નહોતા નીકળી શકતા. કારણ કે બહાર બાબરના પ્રસંશકો તેમને પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યા હતા. પોતાના પર થયેલી માનસિક પ્રતાડના પર ડૂલે વિસ્તૃતમાં વાત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં તેઓને ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું. પરંતુ અંતે તેઓ પાકિસ્તાનમાંથી બહાર આવવામાં સફળ થયા હતા.

    ઉલ્લેખનીય છે કે સાયમન સાથે ઘટેલી આ ઘટનાઓ PSL (Pakistan Supre League) દરમિયાન તેમણે બાબર આઝમ પર કરેલીટિપ્પણીઓ બાદ ઘટી હતી. તે સમયે તેમણે કમેન્ટ્રી આપતા કહ્યું હતું કે, બાબર આઝમની ધીમી બેટિંગ યોગ્ય નથી. ટીમને પ્રાથમિકતા આપવાની જગ્યાએ છેલ્લા ઘણા સમયથી આ જ ચાલી રહ્યું છે. બાઉન્ડ્રીઝ શોધવાની જગ્યાએ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આંકડાઓ સારા છે, પરંતુ તે પહેલાં ટીમ માટે વિચારવું જોઈએ.” સાયમનના આ નિવેદન બાદ પાકિસ્તાનીઓ ભડકી ઉઠયા હતા અને ધમકીઓ આપી હતી.

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે સાયમન ડૂલને પહેલેથી જ સ્પષ્ટ વક્તા તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ તેમણે વિરાટ કોહલી (Virat Kohali)ની બેટિંગ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના કહેવા અનુસાર IPL વિરાટ કોહલી પોતાના અંગત રેકોર્ડ માટે રમી રહ્યા હતા. લખનૌ સુપર જાયન્ટસ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલીની બેટિંગ જોઇને સાઈમને કહ્યું હતું કે, “વિરાટ કોહલીએ શરૂઆત ખૂબ ઝડપ સાથે કરી હતી, પરંતુ 42થી 45 રન સુધી પહોંચવા માટે તેમણે 10 બોલ રમ્યા. તેઓ પોતાના પર્સનલ માઈલસ્ટોન માટે રમી રહ્યા છે. આ રમતમાં અંગત ઉપલબ્ધિઓ માટે કોઈ જ સ્થાન નથી.”

    પાકિસ્તાનને લઈને કરેલી ટિપ્પણીઓ વિશેના મીડિયા રિપોર્ટ્સ બાદ સાયમને આમ કહ્યું હોવાની વાતોને નકારી કાઢી છે. પાકિસ્તાની પત્રકાર સાજ સાદિકે ટ્વિટર પર એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે સાઈમન સાથે વાત કરી હતી અને તેમણે આ રિપોર્ટ્સ નકારી કાઢીને કહ્યું કે, તેમને પાકિસ્તાનમાં રહેવાની ખૂબ મજા આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં