દિલ્હીના અરવિંદ કેજરીવાલે દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ફટાકડા ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે તેવું પણ કહેવામાં આવ્યું હતું. જો કે, ભાજપથી માંડીને કેટલાંક હિન્દુ સંગઠનોએ પણ કેજરીવાલ સરકાર પર હિન્દુઓના મુખ્ય તહેવાર દિવાળીને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધની વચ્ચે પંજાબમાં પરાળ સળગાવવાના આંકડા સામે આવ્યા છે, જેણે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ઈરાદા પર સવાલો ઉભા કર્યા છે.
વાસ્તવમાં, મંગળવારે (25 ઓક્ટોબર, 2022) ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા રાજ્ય સરકારોને જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં પરાળ સળગાવવાના આંકડા વધી રહ્યા છે. મળતાં રિપોર્ટ અનુસાર દિવાળીના દિવસે એટલે કે સોમવાર (24 ઓક્ટોબર 2022) પંજાબમાં 1019 સ્થળોએ પરાળ સળગાવવામાં આવી છે. જ્યારે આ મામલે અન્ય રાજ્યોના આંકડા ઘણા ઓછા છે.
ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, હરિયાણામાં 250 સ્થળોએ, ઉત્તર પ્રદેશમાં 215 સ્થળોએ, મધ્યપ્રદેશમાં 26 અને રાજસ્થાનમાં 07 સ્થળોએ પરાળ સળગાવવામાં આવ્યું છે. એકંદરે સપ્ટેમ્બરથી પંજાબમાં 5617 સ્થળોએ પરાળ સળગાવવામાં આવી છે. જ્યારે હરિયાણા સિવાય અન્ય કોઈપણ રાજ્યના આંકડા 1000 થી વધુ નથી.
પંજાબમાં પરાળ સળગાવવાના વધતા આંકડા અને દિવાળીમાં ફટાકડા પર કેજરીવાલ સરકારના પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ ટ્વીટ કર્યું છે કે, “ગઈકાલે પંજાબમાં 1000 થી વધુ પરાળ સળગાવવાની ઘટનાઓ બની છે. છતાં અરવિંદ કેજરીવાલ કે તેમની પાર્ટીએ આ અંગે કોઈ વાત કરી નથી. આ લોકો દિવાળી અને ફટાકડાને નિશાન બનાવવામાં વ્યસ્ત છે.”
Over 1000 #StubbleBurning incidents in Punjab yesterday, yet no mentioning about the same by @ArvindKejriwal or his party.
— Shashank Shekhar Jha (@shashank_ssj) October 25, 2022
They are busy in targeting #Deepawali & #firecrackers pic.twitter.com/MGHOVtnnfZ
આ ટ્વીટની સાથે તેમણે પરાળ સળગાવવાની ઘટનાનાં આંકડા પણ શેર કર્યા છે. જો આપણે આ આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે છેલ્લા એક સપ્તાહમાં પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં બમણો વધારો થયો છે. વાસ્તવમાં પંજાબમાં ભગવંત માનના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટીની સરકાર છે. આ વર્ષ સુધી કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબને જવાબદાર ગણાવતા હતા. પરંતુ આ વખતે કેજરીવાલ, તેમની પાર્ટીના કોઈ નેતા પંજાબમાં પરાળ સળગાવવા વિશે કંઈ પણ બોલ્યા નથી.