Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'10 ભાગોમાં હશે મહાભારત ફિલ્મ, એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે': 'બાહુબલી'...

    ’10 ભાગોમાં હશે મહાભારત ફિલ્મ, એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે’: ‘બાહુબલી’ અને ‘RRR’ના નિર્દેશક એસએસ રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેકટ વિષે કરી વાત

    જ્યારે રાજામૌલીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ ફિલ્મ તેમના દર્શકો અને આ દેશના લોકો માટે બનાવવા માગે છે, તો દિગ્દર્શકે હસીને કહ્યું કે તેઓ પોતાના માટે મહાભારત બનાવવા માગે છે.

    - Advertisement -

    ભારતીય સિનેમાને ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, રાજામૌલીએ ખુલાસો કર્યો છે કે તેઓ લાંબા સમયથી મહાકાવ્ય મહાભારત પર ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે.

    એસએસ રાજામૌલીએ હૈદરાબાદમાં 14 થી 16 એપ્રિલ 2023 ના રોજ આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન તેમને મહાભારત વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “શું તેઓ ટૂંક સમયમાં ટેલિવિઝન પર આવતા 266 એપિસોડના શો મહાભારત પર ફિલ્મ બનાવવાનું તેમનું લાંબા સમયથી ચાલતું સપનું પૂરું કરશે? શું આ તેના આગામી પ્રોજેક્ટનો એક ભાગ હશે?”

    આના પર તેમણે જવાબ આપ્યો, “મારા માટે આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે. જો હું મહાભારત પર ફિલ્મ બનાવવાની વાત કરું તો દેશમાં ઉપલબ્ધ મહાભારતની તમામ આવૃત્તિઓ વાંચવામાં મને એક વર્ષ લાગશે. હું તે બધા વાંચવા માંગુ છું. હું માની શકું છું કે આ ફિલ્મ 10 ભાગોમાં હશે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે આ જ તેમના જીવનનો હેતુ છે. તેમણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો બનાવી છે તેણે તેમને ‘મહાભારત’ કેવી રીતે બનાવવી તે શીખવ્યું છે. જ્યારે રાજામૌલીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ ફિલ્મ તેમના દર્શકો અને આ દેશના લોકો માટે બનાવવા માગે છે, તો દિગ્દર્શકે હસીને કહ્યું કે તેઓ પોતાના માટે મહાભારત બનાવવા માગે છે. આ ઇન્ટરવ્યુ બોન્સ ટુ બ્લોકબસ્ટર્સ યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ અપલોડ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં