Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજાતીય સતામણી અને દુર્વ્યવહારના આક્ષેપો હોવા છતાં કોંગ્રેસ નેતાને પાર્ટી દ્વારા સ્ટાર...

  જાતીય સતામણી અને દુર્વ્યવહારના આક્ષેપો હોવા છતાં કોંગ્રેસ નેતાને પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા: કર્ણાટકમાં રેલીઓ કરશે શ્રીનિવાસ BV

  ડૉ.અંગકિતા દત્તાએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસ બીવી અને યૂથ કોંગ્રેસના પ્રભારી સચિવ વર્ધન યાદવ છેલ્લા 6 મહિનાથી સતત તેમને પ્રતાડિત કરી રહ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પણ આની નોંધ લીધી છે.

  - Advertisement -

  મહિલાઓની જાતીય સતામણી અને દુર્વ્યવહારના આક્ષેપો, છતાં શ્રીનિવાસ BV કોંગ્રેસના સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. યુથ કોંગ્રેસ (IYC)ના પ્રમુખ શ્રીનિવાસ બીવી પર આસામના પ્રદેશ અધ્યક્ષ ડો.અંગકિતા દત્તાએ સતામણી અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આમ છતાં પાર્ટીએ તેમને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં આ જવાબદારી સોંપી છે. રાહુલ ગાંધીએ અત્યાર સુધી પોતાના ભાષણોમાં ‘મહિલા સુરક્ષા’ની વાત કરતા આવ્યાં છે, જો કે, પાર્ટીના નિર્ણય બાદ તેમના ઈરાદાઓ પર પ્રશ્ન ચોક્કસ ઉભો થઈ રહ્યો છે.

  ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં બુધવારે (10 મે, 2023) વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પહેલા નંબર પર રાખ્યા છે. ત્યારબાદ ક્રમશ: સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો નંબર આવે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે. આ સિવાય શ્રીનિવાસ BV પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારક યાદીમાં શામેલ છે.

  નોંધનીય છે કે આ યાદીમાં મહિલાઓ સાથે ઉત્પીડન અને દુર્વ્યવહારના આરોપીત શ્રીનિવાસ બીવી 33માં નંબર પર છે. ડૉ.અંગકિતા દત્તાએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસ બીવી અને યૂથ કોંગ્રેસના પ્રભારી સચિવ વર્ધન યાદવ છેલ્લા 6 મહિનાથી સતત તેમને પ્રતાડિત કરી રહ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પણ આની નોંધ લીધી છે. દત્તાએ કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરવા છતાં તેમની સામે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવી નથી.

  - Advertisement -

  દત્તાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રાયપુર પૂર્ણ અધિવેશનમાં ગયા હતા, ત્યારે શ્રીનિવાસ બીવીએ તેને કહ્યું હતું કે, “તમે શું પીને મેસેજ કરો છો? તમે શું પીઓ છો? શું તમે વોડકા પીઓ છો?” ડો.અંગકિતા દત્તાએ કહ્યું કે તેમને અચરજ થાય છે કે આઈવાયસી અધ્યક્ષ એક પ્રદેશ પ્રમુખ સાથે આવી રીતે વાત કેવી રીતે કરી શકે. ડૉ. અંગકિતા દત્તાએ કહ્યું, “તેઓ અમને પાર્ટી માંથી બહાર ફેંકી દેવા માગે છે. અમને પાર્ટી પ્રત્યે પ્રેમ છે, પરંતુ શ્રીનિવાસ બીવી અને વર્ધન યાદવ જેવા લોકોએ પાર્ટીને ખતમ કરવાનું કામ કર્યું છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં