Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેસલિંગ ફેડરેશન સામે મહિલા રેસલર્સ જંગે ચડી; કુસ્તીબાજ વીનેશ ફોગાટનો સંસ્થાના અધ્યક્ષ...

    રેસલિંગ ફેડરેશન સામે મહિલા રેસલર્સ જંગે ચડી; કુસ્તીબાજ વીનેશ ફોગાટનો સંસ્થાના અધ્યક્ષ પર ગંભીર આરોપ

    ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સહ-કુસ્તીબાજો પર વીતી રહેલાં ત્રાસ અંગે કહેતાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સનાં ગોલ્ડ મેડાલીસ્ટ વીનેશ ફોગાટ પત્રકારો સમક્ષ ભાંગી પડ્યાં હતાં.

    - Advertisement -

    ઓલમ્પિયન અને રેસલર વીનેશ ફોગાટ દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલેકે WFIના અધ્યક્ષ વિરુદ્ધ કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપો બાદ કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે કાર્યવાહી હાથ ધરી છે. સ્પોર્ટ્સ મંત્રાલયે WFIને ગઈકાલે એક પત્ર લખીને જણાવ્યું છે કે અગામી 72 કલાકમાં વીનેશ ફોગાટના આરોપોનો જવાબ ફેડરેશન આપે.

    વીનેશ ફોગાટ તેમજ અન્ય મહિલા રેસલર્સ દ્વારા ફેડરેશનના વિવિધ કોચ તેમજ તેનાં અધ્યક્ષ બ્રિજ ભૂષણ સરન સિંગ પર જાતીય સતામણી તેમજ માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યાં છે. ફોગાટ સહીત આ મહિલા રેસલર્સ દિલ્હી ખાતે આવેલા જંતર મંતરમાં પોતાનો વિરોધ એક ધરણા પ્રદર્શન દ્વારા કરી રહ્યાં છે.

    ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સહ-કુસ્તીબાજો પર વીતી રહેલાં ત્રાસ અંગે કહેતાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સનાં ગોલ્ડ મેડાલીસ્ટ વીનેશ ફોગાટ પત્રકારો સમક્ષ ભાંગી પડ્યાં હતાં. વીનેશ સાથે ઓલિમ્પિક મેડલ જીતનાર રેસલર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને 30 થી પણ વધુ રેસલર્સ WFI વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

    - Advertisement -

    કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે આ ધરણા તેમજ ફોગાટની પ્રેસ કોન્ફરન્સનું સંજ્ઞાન લઈને WFIને પત્ર લખીને સુચના આપી છે કે આગામી 72 કલાકમાં આ આરોપોનો જવાબ ફેડરેશન મંત્રાલયને આપે. જો આમ નહીં કરવામાં આવે તો મંત્રાલય પોતાની રીતે ફેડરેશન વિરુદ્ધ પગલાં લેવા માટે સ્વતંત્ર હશે.

    વીનેશ ફોગાટે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ પોતે આ પ્રકારની માનસિક કે શારીરિક પ્રતાડનાના ભોગ નથી બન્યાં પરંતુ તેઓ જાણે છે કે ઓછામાં ઓછી 10 થી 12 મહિલા કુસ્તીબાજોનું શોષણ જે-તે કોચ દ્વારા કરવામાં આવ્યું છે. તો કેટલીક મહિલાઓ તો WFIના અધ્યક્ષના કહેવાથી આ કોચ સાથે સંપર્ક કરતી હતી.

    આટલું જ નહીં જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન પણ આ બાબતે તેમણે ખેંચ્યું હતું ત્યારે ફેડરેશનના અધ્યક્ષના ઈશારે તેમના નજીકના અધિકારીઓએ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    વીનેશ ફોગાટે ગઈકાલે સંબોધિત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “મને 10-12 મહિલા પહેલવાનોએ પોતાની વાત કહી છે, તેમણે WFI અધ્યક્ષ દ્વારા થયેલા તેમનાં યૌન શોષણ વિષે મને કહ્યું છે. હું અત્યારે તો તેમનાં નામ નહીં લઉં, પરંતુ જો દેશનાં વડાપ્રધાન અથવાતો ગૃહ મંત્રી સાથે અમારી મુલાકાત કરવામાં આવશે તો હું ચોક્કસ તેમની સમક્ષ આ નામોનો ખુલાસો કરીશ.”

    WFIનાં હાલના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સરન સિંહ લગભગ એક દાયકાથી આ પદ પર છે. 66 વર્ષીય સરન સિંહ 2019માં ત્રણ વર્ષ માટે ફેડરેશનના અધ્યક્ષ પદે સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે તેમને આ આરોપો વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “જો મારા વિરુદ્ધ લાગેલા આ આરોપો સાબિત થયાં તો હું ફાંસીએ લટકી જઈશ. મને કુસ્તીબાજો પ્રદર્શન કરી રહ્યાં છે એટલી જ ખબર છે, આરોપો વિષે મને કોઈજ માહિતી નથી.”

    વીનેશ ફોગાટે પોતાનાં આરોપો વિષે આગળ જણાવ્યું હતું કે મહિલા રેસલર્સ કાયમ તેમનો કેમ્પ લખનૌથી અન્યત્ર કરવાનું કહેતી હતી પરંતુ તેમની આ માંગણી ક્યારેય સ્વીકારવામાં આવી ન હતી, કારણકે જો આ કેમ્પ લખનૌની બહાર જાય તો તેઓ (WFIનાં અધ્યક્ષ) મહિલા કુસ્તીબાજોનો શિકાર કેવી રીતે કરી શકે?

    આ દરમ્યાન કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે વીનેશ ફોગાટ દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ 18 જાન્યુઆરીથી લખનૌમાં 41 કુસ્તીબાજો અને 13 કોચો સાથે લખનૌમાં શરુ થનાર કોચિંગ કેમ્પને રદ્દ કરી દીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં