Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'સમાજવાદી પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં 'તમામ 80' સીટો પર ભાજપને હરાવી...

  ‘સમાજવાદી પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ‘તમામ 80′ સીટો પર ભાજપને હરાવી દેશે’: અખિલેશ યાદવે દાવો કર્યો, 2019માં માત્ર 5 બેઠકો મળી હતી

  રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષોએ રાજકીય બયાનબાજી શરૂ કરી.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) રવિવારે (19 માર્ચ 2023) દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ રાજ્યની તમામ 80 બેઠકો પર ‘પરાજય’ પામશે. ઉલ્લેખનીય છે કે તેમની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં 80માંથી 5 બેઠકો જીતી હતી.

  અખિલેશ યાદવે ભાજપ પર ચૂંટણી પહેલાં જે વચનો આપવામાં આવ્યા હતા તે પરિપૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં એક પત્રકાર પરિષદને સંબોધતા સપાના વડાએ કહ્યું, “અમે યુપીની તમામ 80 બેઠકો પર ભાજપને હરાવીશું. જ્યારે તેમને મતની જરૂર હોય ત્યારે તેઓ વચનો આપે છે. જીવન ખર્ચ અને બેરોજગારી વધી છે. તેઓએ (ભાજપ) ચૂંટણી પહેલાં જે વચનો આપ્યાં હતાં તે પૂરાં કર્યાં નથી.”

  કોંગ્રેસને પણ આપી સલાહ

  કોંગ્રેસને સલાહનો આપતા અખિલેશે કહ્યું, “2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવી જોઈએ. કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષોએ તેમની ભૂમિકા નક્કી કરવી જોઈએ.”

  - Advertisement -

  તેમણે કહ્યું, “કોંગ્રેસે ચૂંટણીને લઈને તેની ભૂમિકા નક્કી કરવી જોઈએ. ઘણા રાજ્યોના સીએમ એક ગઠબંધન માટે પ્રયાસ કરી રહ્યા છે જે સાથે કામ કરશે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રયાસ કરી રહ્યા છે, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પ્રયાસ કરી રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ત્યાં છે. ગઠબંધન માટે નામ પર પછીથી ચર્ચા કરવામાં આવશે.”

  2017 વિધાનસભા અને 2019 લોકસભામાં નામોશી મળી હતી

  નોંધનીય છે કે 2017માં ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સપાએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. જો કે, બંને પક્ષોએ એટલું ખરાબ પ્રદર્શન કર્યું હતું કે સામૂહિક રીતે તેમની 47 બેઠકો ઘટી ગઈ હતી. જે અગાઉની ચૂંટણીઓ કરતાં 177 બેઠકોનો ઘટાડો હતો.

  તે દુર્ઘટનામાંથી પાઠ શીખીને SPએ કૉંગ્રેસને પડતી મૂકીને UPમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં BSP સાથે હાથ મિલાવ્યા અને 80માંથી 76 બેઠકો પરથી ચૂંટણી લડી હતી. જોકે, રાયબરેલી સોનિયા ગાંધી માટે અને અમેઠી બેઠક રાહુલ ગાંધી માટે છોડી દીધી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધી 2019માં અમેઠી બેઠક પર ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.

  અખિલેશ યાદવે કહ્યું, “2024 માટે તમે તેને ત્રીજો મોરચો અથવા ગઠબંધન કહી શકો છો, પરંતુ આ પ્રશ્ન નથી. મુખ્ય મુદ્દો મોંઘવારીનો છે. યુવાનો રોજગાર વગર રખડતા હોય છે. ખેડૂતોનું જીવન બરબાદ થયું છે. તેઓ (ભાજપ) સપના દેખાડે છે… પણ યુવાનોને નોકરી ક્યારે મળશે?”

  11 વર્ષ બાદ યોજાઈ સમાજવાદી પાર્ટીની કાર્યકારિણી બેઠક

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 11 વર્ષના સમય બાદ કોલકાતામાં મળી હતી. કોલકાતામાં પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધા બાદ સપા પ્રમુખ બોલી રહ્યા હતા.

  મીટિંગ દરમિયાન પાર્ટીએ આ વર્ષના અંતમાં થનારી ત્રણ રાજ્યોની ચૂંટણીઓ અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરી હતી. અખિલેશ યાદવની સાથે પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવ, સાંસદ જયા બચ્ચન, 20 રાજ્યોના રાજ્ય એકમના વડાઓ અને અન્ય ઘણા નેતાઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં