પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ઉત્તર પ્રદેશની સંભલ લોકસભા સીટના સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કનો હિજાબ વિવાદ મામલે વિચિત્ર તર્ક સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે યુવતીઓ ઉઘાડા મોઢે ફરશે તો સ્વચ્છંદતા વધશે.
હિજાબ વિવાદ મામલે શફીકુર્રહમાન બર્કનો તર્ક છે કે “હિજાબ હટાવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે અને વ્યભિચાર વધશે.” તેમણે આગળ કહ્યું, “જો હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો માત્ર ઇસ્લામ જ નહીં, અન્ય સમાજને પણ નુકસાન થશે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે યોગ્ય નિર્ણય લેશે.” તેમણે ભાજપ પર વાતાવરણને બગાડવાનો આરોપ પણ લગાવ્યો હતો.
“महिलाएं अगर हिजाब नहीं पहनेंगी तो उससे आवारगी बढ़ेगी”
— News24 (@news24tvchannel) October 13, 2022
◆ सपा सांसद शफीकुर्रहमान बर्क का विवादित बयान। #hijab pic.twitter.com/buuhUAGUom
ઉલ્લેખીય છે કે ગુરુવારે (13 ઓક્ટોબર, 2022) કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વિભાજિત ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને બાજુ પર રાખ્યો અને તેની સામેની અરજીઓને મંજૂરી આપી, જ્યારે જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધ અંગે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
#LIVE | हिजाब बैन पर सुप्रीम कोर्ट के जज जस्टिस धूलिया ने कहा कि हिजाब इस्लाम का अनिवार्य हिस्सा है या नहीं, इस पर विचार की जरूरत ही नहीं थी. यह सिर्फ एक चॉइस से जुड़ा सवाल है.: AIMIM के राष्ट्रीय प्रवक्ता वारिस पठान
— रिपब्लिक भारत (@Republic_Bharat) October 13, 2022
देखिए ‘महाभारत’ रिपब्लिक भारत पर : https://t.co/J0EFkLC2Vg pic.twitter.com/PdHKr1i8rQ
PFI મુસલમાનોના મસીહા, બાળકો અલ્લાહની દેન: શફીકુર્રહમાન બર્ક
ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી કે શફીકુર્રહમાન બર્ક પોતાના નિવેદનઅ કરને ઘેરાયા હોય. આ પહેલાં પણ અનેક વખત તેઓ વિવાદાસ્પદ નિવેદનો આપી ચુક્યા છે. આ પહેલાં તેમણે તાજેતરમાં પ્રતિબંધિત થયેલા આતંકવાદ સમર્થક કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન PFI ને “મુસલમાનોના મસીહા” ગણાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે, “નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) PFI પર દરોડા પાડીને તેમની ઉપર અત્યાચાર કરી રહી છે, આખરે તેમનો વાંક શું છે? તેઓ ઇસ્લામ માટે કામ કરે છે, મુસલમાનોના મસીહા છે.”
આ પહેલા તેમણે જનસંખ્યા દિવસે પણ જનસંખ્યા નિયંત્રણ નિયમ પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, “ઔલાદ માણસો નહિ કુદરત પેદા કરે છે, ઔલાદ પેદા કરવાનો સબંધ માણસો સાથે નથી, કુદરત અને અલ્લાહથી છે, અલ્લાહ તાલા જયારે કોઈ બાળકને પેદા કરવાનો ઈરાદો કરે છે ત્યારે તેની સાથે જ તે તેના પેટ ભરવાની વ્યવસ્થા પણ કરે છે.”