Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં RRR ચમક્યું: 'નાટૂ નાટૂ'ને શ્રેષ્ઠ ઓરીજનલ ગીતનો મળ્યો...

    ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં RRR ચમક્યું: ‘નાટૂ નાટૂ’ને શ્રેષ્ઠ ઓરીજનલ ગીતનો મળ્યો એવોર્ડ, ટેલર સ્વિફ્ટ અને રિહાનાના ગીતોને છોડ્યા પાછળ

    ભારત માટે આ વર્ષે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ ખુબ વિશેષ રહ્યો છે. ફિલ્મ RRRએ વિદેશમાં જઈને પણ પોતાનો દમ બતાવ્યો છે. ફિલ્મના 'નાટૂ નાટૂ' ગીતને શ્રેષ્ઠ ઓરીજનલ ગીતનો એવોર્ડ મળ્યો છે.

    - Advertisement -

    ભારતીય ફિલ્મ ‘RRR’ એ વિદેશમાં પણ પોતાની ક્ષમતા બતાવી છે. ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ’ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. આ કેટેગરીમાં ‘નાટૂ નાટૂ’એ ટેલર સ્વિફ્ટ અને રિહાનાને હરાવ્યા હતા. આ એવોર્ડ સંગીતકાર એમએમ કીરવાણીને આપવામાં આવ્યો હતો.

    કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં 80મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ યોજાઈ રહ્યો છે. દર વર્ષે આ એવોર્ડ ફંક્શનમાં મોટી મોટી હસ્તીઓ એક સાથે એકત્ર થાય છે. કોરોનાકાળ બાદ ફરીથી મોટા પાયે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વિશ્વના આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને ટીવી શોને પુરસ્કાર આપવામાં આવે છે.

    કલાકારોએ ખુશી કરી વ્યક્ત

    જેવી આ એવોર્ડની જાહેરાત થઇ તેવી જ ફિલ્મના કલાકરોમાં ખુશી વ્યાપી ગઈ હતી. ફિલ્મના મુખ્ય અભિનેતાઓમાંના એક જુનિયર NTRએ ટ્વીટ કરીને આ ગીતના સંગીતકાર એમએમ કીરાવાનીને અભિનંદન પાઠવ્યા હતા.

    - Advertisement -

    રામ ચરણે પણ સોશિયલ મીડિયા પર શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીતવા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સાથે કીરવાણીનો ફોટો પણ શેર કર્યો છે. તેની સાથે કેપ્શન હતું, “અને અમે જીત્યા, ગોલ્ડન ગ્લોબ્સ”.

    આ ઉપરાંત RRR ફિલ્મના ઓફિશિયલ ટ્વીટર આઈડી પરથી આ ખુશ ખબરની જાહેરાત કરતા લખવામાં આવ્યું હતું, “ભારત…, જાગીને તરત મળનારા આ સૌથી સારા સમાચાર છે.”

    ફિલ્મ RRRએ આ બે શ્રેણીઓમાં સ્થાન મેળવ્યું હતું

    ‘RRR’ એ બે કેટેગરીમાં નોમિનેશનમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી. તેમજ તેના ગીત ‘નાટૂ નાટૂ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ સિવાય ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નામાંકિત થયેલા ગીતોમાં ટેલર સ્વિફ્ટનું ‘કેરોલિના’, ગિલેર્મો ડેલ ટોરોનું પિનોચિઓનું ‘કિયાઓ પાપા’, ‘ટોપ ગન: મેવેરિક’નું ગીત ‘હોલ્ડ માય હેન્ડ’, લેડી ગાગા, બ્લડપોપ અને બેન્જામિન રાઈસનું ગીત ‘લિફ્ટ મી અપ’ ‘બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર’નું હતું.

    વિદેશી ફિલ્મના નામાંકિતમાં ‘RRR’ સિવાય ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘આર્જેન્ટિના 1985’, ‘ક્લોઝ’ અને ‘ડિસિઝન ટુ લીવ’નો સમાવેશ થાય છે.

    રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા

    એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં હાજરી આપવા બેવર્લી હિલ્ટન હોટેલ પહોંચ્યા. રાજામૌલી ભારતીય આઉટફિટમાં જોવા મળ્યા હતા. રામ ચરણે ઓલ બ્લેક લુક અપનાવ્યો હતો. જ્યારે જુનિયર NTR સફેદ શર્ટ ઉપર કાળા કોટ અને પેન્ટમાં દેખાયા હતા.

    એવોર્ડ સમારંભમાં હાજરી આપવા પહોંચેલ જુનિયર NTR, રાજામૌલી અને રામ ચરણ (ફોટો: ABP)

    ફિલ્મે વિશ્વભરમાં ધૂમ મચાવી હતી

    ‘RRR’ 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા બે ક્રાંતિકારીઓ કોમારામ ભીમ અને અલ્લુરીર સીતારામ રાજુ પર આધારિત છે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. તેમના સિવાય આલિયા ભટ્ટ અને અજય દેવગને કેમિયો કર્યો છે. લગભગ 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં