Tuesday, June 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર...

  સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર તસ્વીરો ફરતી થઇ હતી: મહિલા સિંગરે આપવીતી જણાવી

  સલમાન ખાનના એક નિવેદનની ટીકા કરવા બદલ ગાયિકા સોનમ મહાપાત્રાને કઈ હદ સુધીના ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો તેની દુઃખદ આપવીતી તેણે એક ઇન્ટરવ્યુમાં કહી છે.

  - Advertisement -

  બૉલીવુડ ગાયક સોના મહાપાત્રા પોતાના ગીતો કરતાં વધારે પોતાનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર તેણે ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો છે તો બૉલીવુડના અભિનેતાઓને પણ આડે હાથ લીધા છે. જોકે, તેના કારણે ઘણીવાર તેણે ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો છે. આવી જ એક ઘટના તેણે તાજેતરમાં શૅર કરી હતી જ્યારે સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ તેને ધમકીઓ મળી હતી અને પૉર્ન સાઈટ પર તેની એડિટ કરેલી તસ્વીરો ફરતી થઇ ગઈ હતી. 

  સોના મહાપાત્રએ ઈ-ટાઈમ્સને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, “હું સૌથી ભયાનક ટ્રોલિંગમાંથી પસાર થઇ છું. જેમાં જાનથી મારી નાંખવાની અને રેપની ધમકીઓથી લઈને મારા સ્ટુડિયોમાં ડબ્બામાં (લંચ બૉક્સમાં) મળ મોકલવા સુધીની ઘટનાઓ પણ સામેલ છે. આ બધું એટલા માટે થયું કારણ કે મેં સલમાન ખાનને તેના મહિલા વિરોધી નિવેદનો બદલ ફટકાર લગાવી હતી. મારું આ નિવેદન વાયરલ થઇ ગયું હતું.”

  તેમણે કહ્યું કે આ સતત બે મહિના સુધી ચાલ્યું હતું અને પછી મહિલા અને બાળવિકાસ મંત્રીએ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે ઓનલાઇન કેમ્પેઈન પણ લૉન્ચ કરવું પડ્યું હતું. આ ઉપરાંત, ‘I am being trolled’ હેશટેગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. 

  - Advertisement -

  આ ઉપરાંત સોનાએ એમ પણ કહ્યું કે તેમની તસ્વીરો મોર્ફ કરીને પૉર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવતી હતી અને રોજ તેમને ગેંગરેપની ધમકીઓ પણ મળતી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ પ્લાન્ડ હતું અને એક ડિજિટલ આર્મીનું કામ હતું. જોકે, સાથે એમ પણ કહ્યું કે જરૂરી નથી કે એક્ટરના ચાહકોએ જ આ કર્યું હોય.

  ગાયકે કહ્યું કે, તે વખતે મહિલાઓ ઓનલાઇન પ્લેટફોર્મથી દૂર રહે તે માટે ડરાવવા અને ધમકાવવા માટેના ઓનલાઇન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. આ સુનિયોજિત રીતે થયું હતું અને ઘણા પેડ બોટ્સ હતા જેમને આ શરૂ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાઓના કારણે તેના પરિવારે પણ ઘણું ભોગવવાનું આવ્યું હતું.

  આ સમગ્ર વિવાદ સલમાન ખાનના એક વિવાદિત નિવેદનથી શરૂ થયો હતો. સલમાન ખાને એક ફિલ્મના શૂટિંગ બાદ કહ્યું હતું કે તેને એક રેપ કરવામાં આવેલ મહિલા જેવું લાગી રહ્યું છે. જે બાદ સોના મહાપાત્રએ કહ્યું હતું કે, “મહિલાઓ સાથે મારપીટ, લોકો પર ચડાઈ કરવી, વાઈલ્ડલાઈફ હિંસા અને હવે દેશનો હીરો. આ યોગ્ય નથી. ભારત આવા લોકોથી ભર્યું છે. સાંભળ્યું છે કે સલમાને નિવેદન પરત લેવાના પ્રયનો કર્યા હતા. ‘સૉરી’ બોલવાથી કંઈ નહીં થાય, કરોડો લોકોના આઇડલ. પિતા પાસેથી દરરોજ સૉરી બોલાવવું સારી બાબત નથી.” નોંધવું જોઈએ કે સલમાનના આ નિવેદનના કારણે સલીમ ખાને માફી માંગવી પડી હતી. 

  પ્રિયંકા ચોપરાએ લગ્ન બાદ ફિલ્મ ‘ભારત’ની ઓફર ફગાવી દીધી હતી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકો આ માટે પતિને પણ છોડી દેતા હોય છે. જેના જવાબમાં સોના મહાપાત્રા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, “પ્રિયંકા ચોપરા પાસે પતિ સાથે સમય ગાળવા સહિત જીવનમાં કરવા માટે ઘણા કામો છે, અને મહત્વની વાત એ છે કે તે મહિલાઓને પ્રેરણા આપે છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં