Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહોલિકા દહનનો વિડીયો પોસ્ટ કર્યો તો લોકોએ શિલ્પા શેટ્ટીને હિંદુ ધર્મની આપી...

    હોલિકા દહનનો વિડીયો પોસ્ટ કર્યો તો લોકોએ શિલ્પા શેટ્ટીને હિંદુ ધર્મની આપી શીખ: ચપ્પલ પહેરી કરી હતી પૂજા

    લોકોએ શિલ્પા શેટ્ટીને આપી શીખ કે હિંદુ ધર્મમાં વાસને સળગાવવામાં નથી આવતો અને ચપ્પલ પહેરીને પૂજા નથી કરાતી.

    - Advertisement -

    બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના પરિવાર સાથે હોલિકા દહનની ઉજવણીનો વિડીયો  સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તે તેના પતિ રાજ કુન્દ્ર અને તેમના બાળકો સાથે નજરે ચડે છે. 

    વિડીયો પોસ્ટ કર્યો સાથે અભિનેત્રીએ લખ્યું છે કે “હોળી દહન, અમે નાની નાની ચિઠ્ઠીઓ બનાવીને તેના પર નકારાત્મક ભાવનાઓ, વિચારોને લખીએ છીએ અને પ્રેમ અને પ્રકાશના રૂપે બ્રહ્માંડમાં જવા દઈએ છીએ. આ રીત રીવાજ છે. જે અમે દર વર્ષે કરીએ છીએ. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે વિશ્વાસ અને ભક્તિની સાથે ભગવાન આપણી રક્ષા કરે છે. જે નકારાત્મકતાને બળીને ખાક કરી મુકે છે. આપણા જીવનને સકારાત્મકતા અને પ્રેમના રંગોથી ભરી મુકે છે. આ હોળીનો તહેવાર તમારા પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને અને સારા સ્વાસ્થ્ય લઈને આવે. તમને સૌને હોળીની શુભકામનાઓ.”

    જો કે આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો બોલીવુડની અભિનેત્રી શિલ્પા પર ફૂટ્યો હતો. લોકોએ કમેન્ટ કરીને કહ્યું હતું કે તેમને હિંદુ ધર્મના તહેવારોની ઉજવણી અંગે જાણકારી નથી. વાસ્તવમાં, હિંદુ ધર્મમાં હોલિકા દહન પર લોકો મોટાભાગે એરંડા, લાકડું અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો તેમને શુભ માને છે. પરંતુ શિલ્પાએ પોતાના ઘરની અંદર હોલિકા દહનમાં વાંસનો ઉપયોગ કર્યો હતો. તેમજ ચંપલ પહેરીને પૂજા કરી હતી.

    - Advertisement -

    આ અંગે સમીર ચતુર્વેદીએ લખ્યું છે કે, હિન્દુ ધર્મમાં વાંસ સળગાવવાની મનાઈ છે. આકાશ રાણા નામના યૂઝરે એક્ટ્રેસને કહ્યું, “તમે કદાચ નહીં જાણતા હોવ કે હિંદુ ધર્મમાં વાંસને ક્યારેય બાળવામાં આવતો નથી. કૃપા કરીને તેની જાણ રાખો. અન્ય ઘણા યુઝર્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે કે હિંદુ ધર્મમાં વાંસ સળગાવવામાં આવતો નથી.

    આ સિવાય સ્વાતિ મલિકે લખ્યું કે ઘરની અંદર ક્યારેય હોલિકા પ્રગટાવતી નથી. અનામિકાએ શિલ્પાને હિંદુ ધર્મનું અપમાન કરવા બદલ ઠપકો આપ્યો. અનામિકાએ લખ્યું, “માની લઈએ કે, કદાચ તમને ખબર નહીં હોય કે હિંદુ ધર્મમાં વાંસ બાળવામાં આવતો નથી. તે ભૂલ સમજી શકાય તેવી છે, પરંતુ પૂજા ચપ્પલ પહેરીને કરવામાં આવતી નથી તેની તો ખબર હશે જ ને? 

    જો કે યુઝરોએ આવી ઘણી કમેન્ટો કરીને હિંદુ ધર્મ બાબતે શિખામણ આપી હતી. આ અંગે અભિનેત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં