Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીપર આકરા પ્રહારો કર્યા, સંસદમાં હોબાળો કરવા બદલ કહ્યું:...

  સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીપર આકરા પ્રહારો કર્યા, સંસદમાં હોબાળો કરવા બદલ કહ્યું: રાહુલ ગાંધી ન કામનાં ન કાજના, અવરોધ કરવા વાળાઓના સરદાર

  ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ ગયું છે પરંતુ વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીપર આકરા પ્રહારો કર્યા હતા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે (20 જુલાઈ, 2022) વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી વારંવાર સ્થગિત કર્યા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને રાજનૈતિક રૂપથી વગર કામના કહેતા કહ્યું કે, તેઓ સંસદની ઉત્પાદકતા ઓછી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અમેઠીના સાંસદ તરીકે સંસદમાં કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો અને જ્યારે તેઓ અમેઠી છોડીને વાયનાડ ગયા ત્યારે 2019ના શિયાળુ સત્રમાં સંસદમાં તેમની હાજરી માત્ર 40 ટકા હતી. કોંગ્રેસ નેતાએ સંસદમાં કોઈ ખાનગી બિલ રજૂ કર્યું નથી. હવે તે સંસદની ઉત્પાદકતા ઘટાડવા માંગે છે. જેઓ રાજકીય રીતે નિષ્ફળ રહ્યા છે, તેઓ સંસદમાં ચર્ચા થવા દેવા માંગતા નથી. તેમનું કામ માત્ર સંસદમાં અવરોધ સર્જવાનું જ રહ્યું છે. રાહુલ ગાંધીનું સમગ્ર રાજકીય જીવન સંસદીય પરંપરાનો અનાદર કરવામાં પસાર થયું છે.

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “લોકો ઈચ્છે છે કે તે મુદ્દાઓ અને વિષયો પર સંસદમાં ચર્ચા થવી જોઈએ જે ભારતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ રાહુલ ગાંધીનો રાજકીય ઈતિહાસ એ વાત થી પણ પ્રતિબિંબિત થઇ શકે છે કે તેઓ ક્યારે દેશમાં છે અને ક્યારે દેશની બહાર. તેઓ પોતાની પાર્ટીમાં ચિંતાનો વિષય બની જાય છે.”

  - Advertisement -

  વધુમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ ક્યારેય સંસદમાં સવાલો પૂછ્યા નથી, હંમેશા સંસદની કાર્યવાહીનું અપમાન કર્યું છે.” તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદમાં ગતિરોધ સર્જવાના કિંગપિન ગણાવ્યા.

  રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે તેઓ ભલે રાજકીય રીતે કોઈ કામના ન હોય. પરંતુ તેમણે સતત સંસદની ઉત્પાદકતા પર અંકુશ લગાવવાનું દુસ્સાહસ ન કરવું જોઈએ.”

  નોંધનીય છે કે ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં મોદી સરકાર 24 બિલ પાસ કરાવવા માંગે છે. તે જ સમયે, વિપક્ષ સતત હંગામો અને ધરણાંમાં વ્યસ્ત છે. મંગળવારે (19 જુલાઈ, 2022), ચોમાસુ સત્રના બીજા દિવસે, વિપક્ષે મોંઘવારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર GSTમાં 5 ટકાના વધારાના વિરોધમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું. આ સાથે જ વિપક્ષના આ વિરોધમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા.

  ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ ગયું છે પરંતુ વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે. જ્યારે પીએમ મોદીએ વિપક્ષને શાંતિ જાળવવા અને રચનાત્મક ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે, ત્યારે વિપક્ષો જીએસટી, મોંઘવારી, અગ્નિપથ યોજના પર ચર્ચાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં