Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પત્રકાર’ સાથેની વાતચીતનો વિડીયો ટ્વિટ કરીને સ્મૃતિ ઈરાનીને ઘેરવા ગઈ કોંગ્રેસ, દૈનિક...

    ‘પત્રકાર’ સાથેની વાતચીતનો વિડીયો ટ્વિટ કરીને સ્મૃતિ ઈરાનીને ઘેરવા ગઈ કોંગ્રેસ, દૈનિક ભાસ્કરે પોલ ખોલી નાંખી, કહ્યું- ત્યાં અમારો કોઈ સ્થાયી રિપોર્ટર નથી

    વિડીયો ફરતો થયા બાદ કોંગ્રેસ પાર્ટી વિવાદમાં કૂદી હતી અને અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કર્યો હતો.

    - Advertisement -

    શુક્રવારે (9 જૂન, 2023) કોંગ્રેસે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વિટ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર એક પત્રકારને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. વિડીયોમાં સ્મૃતિ ઈરાની અને પત્રકાર કંઈક વાતચીત કરતાં જોવા મળે છે અને સ્મૃતિ વારંવાર તેને અમેઠીની જનતાનું અપમાન ન કરવા માટે કહેતાં સંભળાય છે. 

    વાયરલ વિડીયોમાં પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો વ્યક્તિ દૈનિક ભાસ્કરમાં કામ કરતો હોવાનું જણાવે છે. વિડીયોમાં સ્મૃતિ ઈરાની વારંવાર તેને કહે છે કે તેમને તેમના ક્ષેત્રની જનતાનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે આગળ કહ્યું કે, જો તમે અપમાન કરશો તો હું તમારા માલિકોને ફોન કરીને કહીશ, પત્રકારને વિસ્તારની જનતાનું અપમાન કરવાનો કોઈ હક નથી.

    આ વિડીયો ફરતો થયા બાદ કોંગ્રેસ પાર્ટી વિવાદમાં કૂદી હતી અને અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસે સ્મૃતિ ઈરાની પર પત્રકારને ધમકાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેઓ માલિકોને ફોન કરીને તેની નોકરી છીનવી લેવા માંગે છે. કોંગ્રેસે ખાંડ, ગેસ સિલિન્ડર વગેરેની કિંમત અને અન્ય બાબતોનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. 

    - Advertisement -

    આ ટ્વિટ બાદ સ્મૃતિ ઈરાનીએ એક ટ્વિટ કરીને વળતો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, તેમણે માત્ર એટલી વિનંતી કરી હતી કે અમેઠીની જનતાનું અપમાન ન કરે, જે કોંગ્રેસ સમજી શકી નથી. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ અમેઠીની જનતાનું અપમાન સહન કરી શકે, પણ તેઓ નહીં. વસ્તુઓની કિંમતને લઈને કોંગ્રેસના કટાક્ષ પર તેમણે કહ્યું કે, તેઓ પૂર્વ સાંસદ સાથે ડિબેટ કરવા તૈયાર છે અને ખાંડ જ નહીં લોટનો ભાવ પણ તેઓ જણાવી દેશે. ઉલ્લેખનીય છે કે એક વખત રાહુલ ગાંધીએ જાહેર સભામાં લોટને લિટરમાં માપ્યો હતો. 

    આ વિવાદ વચ્ચે દૈનિક ભાસ્કરે સ્પષ્ટતા કરીને આ પ્રોપેગેન્ડાની પોલ ખોલી નાંખી હતી. અખબારે ટ્વિટ કરીને જણાવ્યું કે, વિડીયોમાં જે વિપિન યાદવ નામનો વ્યક્તિ પોતાને દૈનિક ભાસ્કરનો રિપોર્ટર ગણાવે છે તે ખોટું છે અને અમેઠીના આ વિસ્તારમાં તેમનો કોઈ સ્થાયી પત્રકાર કાર્યરત નથી. અખબારે જણાવ્યું કે તેઓ સ્ટ્રિંગર નેટવર્કથી સમાચારો આપે છે અને વિપિન ભાસ્કરનો સ્ટ્રિંગર નથી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં