Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે SMCમાં આમ આદમી પાર્ટી ગુમાવશે વિરોધપક્ષનું પદ!: તાજેતરમાં ભાજપમાં જોડાયેલ કનુ...

    હવે SMCમાં આમ આદમી પાર્ટી ગુમાવશે વિરોધપક્ષનું પદ!: તાજેતરમાં ભાજપમાં જોડાયેલ કનુ ગેડિયાનું મોટું નિવેદન, કહ્યું- ‘AAPના વધુ 4 કોર્પોરેટર જોડાશે ભાજપમાં’

    વધુમાં ગેડિયાએ કહ્યું હતું કે, "સુરતમાં આમ આદમી પાર્ટી માત્ર પટેલોની પાર્ટી બની ગઈ છે, તેમાં એક પણ OBC, SC-STનો કોર્પોરેટર નથી બચ્યો. આપમાં કાર્યકર્તાઓનું શોષણ કરવામાં આવે છે."

    - Advertisement -

    સુરત મહાનગર પાલિકામાં બાકી રહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને લઈને વધુ ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલ AAP કોર્પોરેટરે ગઈ કાલે SMCની સામાન્ય સભા બાદ મીડિયા સમક્ષ કહ્યું હતું કે AAPના વધુ 4 કોર્પોરેટર સાથે તેમની વાતચીત ચાલુ છે અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.

    અહેવાલો મુજબ શુક્રવાર (28 એપ્રિલ) ના રોજ સુરત મહાનગર પાલિકા (SMC)ની પહેલી સામાન્ય સભા યોજાઈ હતી. આ સભા બાદ કનુ ગેડિયાએ આ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “ઓપરેશન ડિમોલિશન અંતર્ગત એક જ રણનીતિ છે વિરોધ પક્ષને ખતમ કરવાની. તે માટે એક અઠવાડિયામાં AAPના વધુ 4 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ જશે અને વિરોધ પક્ષ ખતમ થઈ જશે.”

    AAPના 27માંથી 12 કોર્પોરેટરો પહેલાથી ભાજપમાં જોડાઈ ચુક્યા છે

    ગત મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારો દેખાવ કરતા 27 બેઠકો પાર પોતાના ઉમેદવારોને વિજય અપાવ્યો હતો. પરંતુ દેખતા દેખતા તેમના 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા. ઉપરાંત બચેલા 15માંથી આપના એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. માટે હવે SMCમાં AAPના માત્ર 14 કોર્પોરેટરો બચ્યા છે.

    - Advertisement -

    ત્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો પૂર્વ પક્ષને મનપામાંથી ખતમ કરી દેવાની રણનીતિ ઘડી રહ્યા છે. ઓપરેશન ડિમોલિશન અંતર્ગત પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડિયાએ તમામ કોર્પોરેટરોને આપમાંથી ભાજપમાં જોડાશે તેવો દાવો કર્યો હતો. ત્યારે આ ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી, ઓપરેશન ડિમોલિશન અંતર્ગત સુરત કોર્પોરેશનમાંથી વિરોધ પક્ષ ખતમ કરી દેવા માટેની યોજના કરાઈ રહી છે. તે પ્રકારનું નિવેદન પક્ષ પલટુ કનુ ગેડિયાએ આપ્યું હતું.

    કનુ ગેડિયા એ વધુમાં જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીમાં 14 કોર્પોરેટરો બચ્યા છે. તેમાંથી ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જાય તો ફક્ત તેમની પાસે દસ કોર્પોરેટરો જ રહેશે અને વિરોધ પક્ષ પડી જશે.” ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 10% લેખે વિરોધ પક્ષ પાસે 12 સભ્યો હોવા જરૂરી છે. જેથી ચાર કોર્પોરેટરો જો પક્ષ પલટો કરે છે, તો આમ આદમી પાર્ટી પાસે વિપક્ષની જરૂરિયાત કરતાં ઓછું સંખ્યા બળ થઈ જશે.

    અરવિંદ કેજરીવાલ પર પણ કર્યો હુમલો

    કનુ ગેડીયાએ ગઈ કાલે AAP પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર સીધો હુમલો કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં હાજરી આપવા પહોંચેલા કોર્પોરેટર કનુ ગેડીયાએ કહ્યું હતું કે, “ભૂતકાળમાં હિરણ્ય કશ્યપ નામનો એક રાક્ષસ હતો જે પોતાને ભગવાન કહેવડાવવા પ્રજા ઉપર અત્યાચાર કરતો હતો. એ જ રીતે વર્તમાનમાં રાક્ષસ છે અરવિંદ કેજરીવાલ જે પોતાને ભગવાન કહેવડાવવા માટે વિડીયો બનાવીને પોતાના કાર્યકર્તાઓને વિધાનસભા ઇલેક્શનમાં પ્રચાર કરાવતો હતો.”

    વધુમાં ગેડિયાએ કહ્યું હતું કે, “સુરતમાં આમ આદમી પાર્ટી માત્ર પટેલોની પાર્ટી બની ગઈ છે, તેમાં એક પણ OBC, SC-STનો કોર્પોરેટર નથી બચ્યો. આપમાં કાર્યકર્તાઓનું શોષણ કરવામાં આવે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં