Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાડોબા અંધારી ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્ર્રથી 6 હાથીઓને ગુજરાતમાં સ્થળાંતરિત કરાયા : સારા...

    તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્ર્રથી 6 હાથીઓને ગુજરાતમાં સ્થળાંતરિત કરાયા : સારા સ્વાસ્થ્ય માટે હાથીઓ ગુજરાત મોકલવામાં આવ્યા

    તમામ હાથીઓને તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટના બોટેઝારી હસી કેમ્પમાંથી છ વાહનોમાં કડક સુરક્ષા હેઠળ ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    તાડોબા અંધારી ટાઈગર રિઝર્વના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ (TATR)થી કેટલાક હાથીઓને તેમના “સારા સ્વાસ્થ્ય અને વ્યવસ્થાપન” માટે ગુજરાતના જામનગરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અહીં તેમના સ્વાસ્થ્ય અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તાડોબા અંધારી ટાઈગર રિઝર્વમાંથી 6 હાથી ગુજરાત મોકલવામાં આવ્યા છે.

    સ્થળાંતરિત કરવામાં આવેલા 6 હાથીઓમાં ચાર નર અને બે માદા હાથીનો સમાવેશ થાય છે. તેમને આ પહેલા TATR માં કોલસા વન રેન્જમાં બોટેઝારી હાથી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. રિઝર્વના મુખ્ય વન સંરક્ષક ડો.જિતેન્દ્ર રામગાંવકરે જણાવ્યું હતું કે અગાઉ હાથીઓની છાવણી મોહરલી ખાતે હતી. આ બધા હાથીઓ એક જ વંશના હોવાથી તેમના સંતાનોમાં ગંભીર આનુવાંશિક ખોડ કે બીમારી થવાની શક્યતાઓ છે.

    જામનગરના રાધે કૃષ્ણ મંદિર એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ ખાતે ટાઈગર પ્રોજેક્ટમાંથી છ હાથીઓને સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ હાથી વિભાગ દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પાસેથી પરવાનગી મેળવવામાં આવી હતી.

    - Advertisement -

    આ તમામ હાથીઓને તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટના બોટેઝારી હસી કેમ્પમાંથી છ વાહનોમાં કડક સુરક્ષા હેઠળ ગુજરાત મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી સમયમાં કર્ણાટકમાંથી પ્રશિક્ષિત હાથીઓને પણ લાવવામાં આવશે, તેમ રામગાંવકરે જણાવ્યું હતું.

    આ પહેલા વાઘ લાવવા સફારી પાર્કની જાહેરાત

    ફેબ્રુઆરી 2019માં એક વાઘ મધ્યપ્રદેશમાંથી મહિસાગર જિલ્લામાં ભટકી ગયો હતો. બે વર્ષ દરમિયાન તેણે 300 કિમીની સફર ખેડી હતી. જોકે, કેમેરામાં કેદ થયાના પખવાડિયા બાદ વાઘ ભૂખમરાથી મૃત્યુ પામ્યો હતો. આ વાઘ જોવા મળ્યાના થોડા મહિના પહેલા નવેમ્બર 2018માં વન સલાહકાર સમિતિએ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે 85 હેક્ટરના ટાઇગર સફારી પાર્ક માટે મંજૂરી આપી હતી.

    તાજેતરની દરખાસ્તમાં આહવા-ડાંગના ઝખાના અને જોબરી ગામમાં 28.96 હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે જે પ્રાણીઓના ઘેરાવા, પશુ-ચિકિત્સા સુવિધાઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓની કલ્પના કરે છે. વિભાગ કેવડિયાથી ચાર કલાકના અંતરે આવેલા ટાઈગર સફારી પાર્કમાં દીપડાઓ માટે એક એન્ક્લોઝર, શાકાહારી પ્રાણીઓ માટે વાડો અને પક્ષીસંગ્રહ રાખવાની પણ યોજના ધરાવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ તેના માટે પહેલેથી જ યોજનાને મંજૂરી આપી દીધી છે.

    ઉદ્યાનનો હવાલો સંભાળતા મુખ્ય વન સંરક્ષક મનિશ્વરા રાજાએ જણાવ્યું હતું કે અમે યોજનાના પ્રારંભિક તબક્કે છીએ. અમે સિંહ સફારી પાર્કની જેમ જ વાઘ સફારી પાર્કમાં ઝૂ-જાતિના પ્રાણીઓ લાવીશું. પ્રવાસીઓને પર્યટન માટે ખુલ્લી જીપનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ વાઘ, એક વાઘણ અને તેના બચ્ચાના બે સેટ રાખવાની યોજના બનાવી રહ્યા છે. અન્ય પ્રાણીઓના બદલામાં આ પ્રાણીઓને પાર્કમાં લાવવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં