Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે': બૉલીવુડ ગાયક લકી અલીએ ફેસબુક પર કટ્ટરવાદી...

    ‘બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે’: બૉલીવુડ ગાયક લકી અલીએ ફેસબુક પર કટ્ટરવાદી ધૂન છેડી, વિરોધ બાદ સિફતપૂર્વક પોસ્ટ કરી ડીલીટ

    એક ફેસબુક યૂઝર ઓમકાર દાભાડકરે તેની ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી, “સર, અમે તમને તમારા સંગીત માટે પ્રેમ કરીએ છીએ. તમે તમારા ક્ષેત્રમાં જાણકાર છો. કૃપા કરીને અન્ય બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળો."

    - Advertisement -

    બોલિવૂડ સિંગર મકસૂદ મેહમૂદ અલી (જે લકી અલી તરીકે જાણીતા છે) એ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર દાવો કરીને વિવાદ સર્જ્યો છે. તેમનો દાવો હતો કે, ‘બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે’. તેમણે કહ્યું, ‘બ્રાહ્મણ’ શબ્દ ‘અબ્રાહમ’ પરથી આવ્યો છે. પોતાની ફેસબુક પોસ્ટમાં લકી અલીએ દાવો કર્યો હતો કે, “બ્રાહ્મણ નામ ‘બ્રહ્મા’ પરથી આવ્યું છે અને ‘બ્રહ્મા’ શબ્દ ‘અબરામ’ પરથી આવ્યો છે… જે અબ્રાહમ અથવા ઈબ્રાહિમ પરથી આવ્યો છે.”

    આ પછી મકસૂદ મહમૂદ અલીએ આગળ લખ્યું, “બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે, જે ઘણા રાષ્ટ્રોના પિતા છે. તો શા માટે દરેક કોઈ તર્ક વગર એકબીજા સાથે દલીલ કરે છે અને લડે છે?” જો કે, ગાયકે તેના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્રોત પ્રદાન કર્યું નહોતું.

    બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ હોવાનો લકી અલીનો દાવો
    લકી અલીની ડિલીટ કરેલી પોસ્ટનો સ્ક્રીનશોટ

    ગાયકનો આક્રોશપૂર્ણ દાવો તેના ફેન્સ સાથે સારો નહતો રહ્યો. તેમણે હિંદુ ધર્મ વિશે તેમની અજ્ઞાનતા પર સવાલ ઉઠાવ્યા અને તેમને આ બાબતે કંઈ ન બોલવા વિનંતી કરી.

    - Advertisement -
    બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ હોવાનો લકી અલીનો દાવો
    ગૂગલ સર્ચમાં લકી અલીની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ

    એક ફેસબુક યૂઝર ઓમકાર દાભાડકરે તેની ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી, “સર, અમે તમને તમારા સંગીત માટે પ્રેમ કરીએ છીએ. તમે તમારા ક્ષેત્રમાં જાણકાર છો. કૃપા કરીને અન્ય બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળો.”

    બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ હોવાનો લકી અલીનો દાવો
    લકી અલીની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનગ્રેબ

    લકી અલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા બાદ કોઈની પણ માફી માંગ્યા વિના તેમની વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ કાઢી નાખી હતી. પરંતુ OpIndia ગૂગલ પર અલીની ફેસબુક પોસ્ટનું કેશ્ડ વર્ઝન શોધવામાં સફળ રહ્યું હતું.

    2000 વર્ષોથી ચાલી રહ્યો છે આ પ્રોપગેન્ડા

    નોંધનીય છે કે બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ 1400 થી 2000 વર્ષ જૂનો છે. ગાયક લકી અલીએ સોશિયલ મીડિયા દ્વારા પણ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતાની હાંસી ઉડ્યા અને વિરોધ થયા બાદ તેને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

    વાસ્તવમાં, ઇસ્લામિક કટ્ટરપંથીઓની આ વિચારસરણી સદીઓ જૂની છે, જે હિંદુ સંસ્કૃતિને નબળી બનાવવાનો પ્રયાસ કરે છે. તે બધી સંસ્કૃતિઓના જન્મનું કારણ પોતાને જ ગણાવે છે. તેમના મતે, વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોનો ઉદય એ અબ્રાહમિક પરંપરા છે, જે અલગ પડી ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં