Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશમાં નવું કૌભાંડ સામે આવ્યું: સિમ કાર્ડ સ્વેપ કરીને કરોડો રૂપિયા પડાવતી...

    દેશમાં નવું કૌભાંડ સામે આવ્યું: સિમ કાર્ડ સ્વેપ કરીને કરોડો રૂપિયા પડાવતી ગેંગ કોલકાતાથી ઝડપાઈ, અમદાવાદના વેપારી સાથે 1 કરોડ 19 લાખ રૂપિયાની કરી હતી ઠગાઈ

    પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેમણે 1.19 કરોડમાંથી 60 લાખ બેંક અકાઉન્ટમાંથી રોકડા ઉપાડ્યા હતા. એટલું જ નહીં, તેમના બેંક અકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ માલૂમ પડ્યું છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં સિમ કાર્ડ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતાની આ ગેંગ સિમ સ્વેપ કરીને કરોડો રૂપિયા પોતાના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ કરતી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે માસ્ટર માઈન્ડ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલીને દબોચી લીધા હતા.

    અમદાવાદના વેપારી સાથે 1 કરોડ 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

    કોલકાતાથી પકડાયેલા ત્રણેય આરોપીઓએ અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કુમાર જાની નામના વેપારી સાથે 1 કરોડ 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ વેપારીની ઈમેલ આઈડી હેક કરી લીધી હતી અને એમાંથી સિમ કાર્ડ બદલવાની રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ મોબાઈલ સર્વિસ કંપનીમાંથી નવું સિમ લઈ તેમાંથી ઓટીપી મેળવી આ રકમની ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. વેપારીએ બેંકનું અકાઉન્ટ તપાસતા 11 થી 12 માર્ચ દરમિયાન 1.19 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસીસ કરી સિમ કાર્ડ સ્વેપિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીની કોલકાતાથી ધરપકડ કરી હતી.

    આરોપીઓનું નાઈઝીરિયન ગેંગ સાથે કનેક્શન હોવાની શક્યતા

    પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેમણે 1.19 કરોડમાંથી 60 લાખ બેંક અકાઉન્ટમાંથી રોકડા ઉપાડ્યા હતા. એટલું જ નહીં, તેમના બેંક અકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ માલૂમ પડ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ટોળકી સાથે બેંકના અને ટેલીકોમ કંપનીના 6 કર્મચારી તેમજ નાઈઝીરિયન ગેંગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. આરોપીઓમાંથી અતિકુર ખાન બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવાનું કામ કરતો હોવાનું ખૂલ્યું છે. જ્યારે અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલો છે. તો મુફ્તાર અલી કાપડનો હોલસેલનો વેપારી છે.

    - Advertisement -

    આરોપીઓએ ગુજરાત સહિતના રાજ્યોમાં સિમ કાર્ડ સ્વેપિંગ કરી કૌભાંડ આચર્યા છે

    કોલકાતાથી પકડાયેલી ગેંગે ગુજરાત સહિત અન્ય રાજ્યોના વેપારીઓ સાથે આ રીતે સિમ કાર્ડ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની શક્યતા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પણ આદરી છે. આરોપીઓ મોટાભાગે શનિવાર અને રવિવારના દિવસે આ કૌભાંડ આચરતા હતા જેથી સિમ બંધ થઈ જાય તો ટેલીકોમ કંપની કે બેંક બંધ હોવાથી સરળતાથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં