Monday, May 6, 2024
More
    હોમપેજદેશભારત-પાકિસ્તાન વિભાજનના 76 વર્ષ બાદ મળ્યા શીખ ભાઈ-બહેન: એકનું નામ સુરિન્દર કૌર...

    ભારત-પાકિસ્તાન વિભાજનના 76 વર્ષ બાદ મળ્યા શીખ ભાઈ-બહેન: એકનું નામ સુરિન્દર કૌર અને એક ‘મોહમ્મદ ઈસ્માઈલ’: અંદાજો લગાવો કોણ સરહદની આ તરફ છે અને કોણ પેલી તરફ

    ઈસ્માઈલે કહ્યું હતું કે, તેઓ વિભાજન પહેલાં જાલંધરના શાહકોટ કસ્બામાં રહેતા હતા. સુરિન્દર કૌર તેમની પિતરાઈ બહેન હતી, વિભાજનમાં બંને પરિવારો અલગ થઈ ગયા હતા. બંને જ્યારે મળ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

    - Advertisement -

    ભારત-પાકિસ્તાન વિભાજનને લગભગ આઠ દાયકા વીતી ગયા છે, પરંતુ લાખો લોકો હજુ પણ વિભાજનની વિભીષિકા દરમિયાન છૂટી ગયેલા તેમના પ્રિયજનોને મળવાની આશા રાખે છે. આવો જ એક કિસ્સો કરતારપુર કોરિડોરથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વિભાજન દરમિયાન છૂટા પડી ગયેલા શીખ ભાઈ-બહેન 76 વર્ષ પછી ફરી મળ્યા હતા. જેમાં બહેન ભારતના છે તેમનું નામ સુરિન્દર કૌર છે અને તેમના ભાઈનું નામ ‘મોહમ્મદ ઈસ્માઈલ’ છે, જે પાકિસ્તાનમાં રહે છે. નામ જોઈને સહજ પ્રશ્ન થાય કે બહેન શીખ અને ભાઈ મુસ્લિમ કઈ રીતે? તેનું કારણ એ હોય શકે છે કે પાકિસ્તાનમાં મઝહબી કટ્ટરતા ચરમ પર હતી અને હાલ પણ છે. એટલા માટે ત્યાં રહેવા માટે ઈસ્માઈલે શીખમાંથી મુસ્લિમ બનવું પડ્યું હશે. જ્યારે સુરિન્દર કૌરનો પરિવાર આજે ભારતમાં છે અને શીખ પંથને અનુસરે છે. બંને દેશો વચ્ચેનો તફાવત આવા નાના પણ મહત્વના સમાચારથી જોઈ શકાય છે.

    રિપોર્ટ અનુસાર, ભારતીય પંજાબના જાલંધરના રહેવાસી સુરિન્દર કૌર અને પાકિસ્તાની પંજાબના સાહિવાલના રહેવાસી મોહમ્મદ ઈસ્માઈલ 1947માં ભારત-પાકિસ્તાન ભાગલા દરમિયાન અલગ થઈ ગયા હતા. વર્ષોથી અલગ રહેલા શીખ ભાઈ-બહેન પાકિસ્તાનના કરતારપુર કોરિડોરમાં 2023માં ફરી એકવાર મળ્યા છે.

    કરતારપુર કોરિડોર અને સોશિયલ મીડિયાના કારણે મળ્યા ભાઈ-બહેન

    ઈસ્માઈલે કહ્યું હતું કે, તેઓ વિભાજન પહેલાં જાલંધરના શાહકોટ કસ્બામાં રહેતા હતા. સુરિન્દર કૌર તેમની પિતરાઈ બહેન હતી, વિભાજનમાં બંને પરિવારો અલગ થઈ ગયા હતા. બંને જ્યારે મળ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કરતારપુર કોરિડોર અને સોશિયલ મીડિયાના કારણે આ બંનેની મુલાકાત શક્ય બની છે. ઈસ્માઈલે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં એક સ્થાનિક યુટ્યુબરે તેમનો એક વિડીયો બનાવ્યો હતો જે વાયરલ થઈ ગયો હતો.

    - Advertisement -

    તે પછી ઓસ્ટ્રેલિયાથી સરદાર મિશન સિંઘે સરહદની બંને તરફના બંને પરિવારોનો સંપર્ક કર્યો અને તેમને ફરીથી મળાવવા માટે પ્રયાસો કર્યા. જોકે, બંને દેશો વચ્ચે રાજકીય સમસ્યાઓના કારણે વિઝા મેળવવામાં સમસ્યાઓ આવી રહી હતી.

    એટલા માટે કરતારપુર કોરિડોરનો રસ્તો કાઢવામાં આવ્યો હતો, જ્યાં ભારતીયો પણ વિઝા વિના પાકિસ્તાનની અંદર કરતારપુર સાહિબની મુલાકાત લઈ શકે છે. આ સુવિધાનો લાભ લઈને જાલંધરથી સુરિન્દર કૌર પાકિસ્તાન પહોંચ્યા જ્યાં ઈસ્માઈલ પણ પહોંચી ગયા હતા. આ દરમિયાન બંનેના પરિવારજનો પણ હાજર હતા.

    બહેન શીખ અને ભાઈ મુસ્લિમ!

    આ સમગ્ર ઘટનાક્રમમાં નોંધવા જેવુ એ છે કે સુરિન્દર કૌર શીખ છે જ્યારે મોહમ્મદ ઈસ્માઈલ મુસ્લિમ છે. આનું કારણ એ હોય શકે કે પાકિસ્તાનમાં ગયા પછી ઈસ્માઈલે પોતાનો શીખ ધર્મ છોડવો પડ્યો હશે અને મુસ્લિમ બનવું પડ્યું હશે. કારણ કે પાકિસ્તાનમાં મઝહબી કટ્ટરતા આધારિત અત્યાચાર હંમેશાથી ચરમસીમાએ રહ્યો છે. જ્યારે ભારતમાં રહેતા તેમના બહેન સુરિન્દર કૌર અને તેમનો સંપૂર્ણ પરિવાર આજે પણ શીખ છે.

    કરતારપુરમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે અંતિમ શ્વાસ લીધા હતા. અહીં એક ભવ્ય ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. તે ભારતીય સરહદની ખૂબ નજીક છે. ભારતીય શ્રદ્ધાળુઓ આ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકે તે માટે વર્ષ 2019માં પાકિસ્તાનની સહાયતાથી કોરિડોરની સ્થાપના કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં