શીખ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંઘ બિટ્ટુએ (Ravneet Singh Bittu) પોતાના તાજેતરના નિવેદનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) લઈને ટિપ્પણી કરી છે. તેમણે રાહુલ ગાંધીને આતંકવાદી (Terrorist) ગણાવ્યા છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ શીખોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે રાહુલ ગાંધીને પકડવા માટે ઈનામ રાખવાની વાત પણ કરી હતી. શીખ નેતાના આ એક નિવેદન બાદ આખી કોંગ્રેસ (Congress) ભડકે બળી છે. અનેક નેતાઓએ શીખ નેતા પર પ્રહાર કરવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તાએ તો આ ટિપ્પણીને સત્તાની લાલચ ગણાવી દીધી છે.
બિહારના મીડિયા સાથે વાત કરતી વખતે શીખ નેતા રવનીત સિંઘ બિટ્ટુ એ રાહુલ ગાંધીને લઈને કહ્યું કે, “પહેલાં તેમણે મુસલમાનોનો ઉપયોગ કરવાના પ્રયાસ કર્યા હતા, જ્યારે તે શક્ય ન બન્યું, ત્યારે હવે તેઓ શીખોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શીખ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી, પરંતુ તેમ છતાં ચમકલા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. રાહુલ ગાંધી તો દેશના નંબર વન આતંકવાદી છે.” ઉપરાંત તેમણે રાહુલ ગાંધીના રાજકારણને વિભાજનકારી અને ભાગલા પાડનારું ગણાવ્યું હતું.
#WATCH | Bhagalpur, Bihar: On Lok Sabha LoP Rahul Gandhi's recent statements, Union Minister Ravneet Singh Bittu says, "Rahul Gandhi is not an Indian, he has spent most of his time outside. He does not love his country much because he goes abroad and says everything in a wrong… pic.twitter.com/uZTvtSuhGj
— ANI (@ANI) September 15, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “જે દેશના સૌથી મોટા વોન્ટેડ છે, અલગતાવાદી છે, તેઓ પહેલાં જે નિવેદન આપતા હતા, આજ તેવા જ નિવેદન રાહુલ ગાંધી આપે છે. જેઓ સેલ અને બંદૂક બનાવવામાં માહિર છે, તેમણે રાહુલ ગાંધીની વાતની પ્રશંસા કરી છે. તેમની વાત જ રાહુલ ગાંધીએ કરી છે. તમે જુઓ, જે દેશના દુશ્મન છે, જે દરેક સમયે મારવાના પ્રયાસો કરતાં રહે છે, જહાજો, ટ્રેનો અને રોડને પણ ઉડાવી દેવાના પ્રયાસો કરતાં રહે છે, હવે તે લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા છે. તો હવે તમે અંદાજો લગાવી લો. રાહુલ ગાંધી દેશનો નંબર વન આતંકવાદી છે. જો કોઈના પર ઈનામ રાખવું જોઈએ તો તે રાહુલ ગાંધી પર રાખવું જોઈએ.”
શીખ નેતાએ રાહુલ ગાંધીના ભારતીય હોવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “જુઓ, મારા મતે રાહુલ ગાંધી ભારતીય નથી. તેમણે પોતાનો મોટા ભાગનો સમય દુનિયાથી બહાર વિતાવ્યો છે. તેમના મિત્રો અને પરિવાર પણ ત્યાં જ છે, તેથી મને લાગે છે કે, ક્યાંકને ક્યાંક તેઓ પોતાના દેશને પ્રેમ નથી કરતાં. કારણ કે, તેઓ ચાલ્યા જાય છે, તેઓ વિદેશમાં રહે છે અને ભારત વિશેની આવી જ બધી નકારાત્મક વાતો કર્યા કરે છે.”
કોંગ્રેસ પ્રવક્તાએ આ ટિપ્પણીને ગણાવી સત્તાની લાલચ
શીખ નેતા અને કેન્દ્રીય મંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસ ભડકે બળી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) શીખ નેતાના નિવેદનને લઈને કહ્યું કે, “જેમણે રાહુલ ગાંધીની આગળ-પાછળ રહીને પોતાની આખી રાજકીય કારકિર્દી બનાવી છે. તેઓ સત્તાની લાલચમાં વિરોધીઓની ગોદમાં બેસીને સસ્તા નિવેદનો આપી રહ્યા છે. રવનીત બિટ્ટુ તમે વધુ ભસ-ભસ કરો. કારણ કે, દુનિયાને તમારી વાસ્તવિકતાનો ખ્યાલ આવવો જોઈએ. શાસ્ત્રોમાં તમારી જેવાઓને જ ‘આસ્તીન કા સાપ’ કહેવામાં આવ્યા છે.” સુપ્રિયા શ્રીનેત સિવાય પણ કોંગ્રેસના અન્ય નેતાઓ બિટ્ટુના નિવેદન પર ભડકી ઉઠયા છે.
जिसने राहुल गांधी के आगे पीछे करके अपना पूरा राजनीतिक करियर बनाया
— Supriya Shrinate (@SupriyaShrinate) September 15, 2024
वो सत्ता के लालच में विरोधियों की गोदी में बैठ कर सस्ते बयान दे रहा है
रवनीत बिट्टू तुम और भौंको क्योंकि दुनिया को तुम्हारी ग़लीच असलियत पता चलनी चाहिए
शास्त्रों में तुम जैसों को ही आस्तीन का साँप कहा गया है
નોંધવા જેવું છે કે, રવનીત સિંઘ બિટ્ટુને આ નિવેદન, રાહુલ ગાંધીના તે નિવેદન વિરુદ્ધ આપ્યું છે, જે તેમણે અમેરિકાના વર્જિનિયામાં આપ્યું હતું. રાહુલ ગાંધીએ ત્યાં જઈને કહ્યું હતું કે, “ભારતમાં લડાઈ એ વાતને લઈને છે કે, શું એક શીખને ગુરુદ્વારામાં પાઘડી અને કડા પહેરવાની પરવાનગી આપવામાં આવશે.” રાહુલ ગાંધીના આ નિવેદન પર જ બિટ્ટુ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે, આખરે એવું ક્યારે બન્યું હતું કે, કોઈ શીખ વ્યક્તિને પાઘડી અને કડા પહેરવાથી રોકવામાં આવ્યો હોય.