Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટેરર ફન્ડિંગ પર તવાઈ: જમ્મુ-કાશ્મીરમાં 8 સ્થળોએ SIAના દરોડા, વિવાદિત મૌલવી સર્જન...

    ટેરર ફન્ડિંગ પર તવાઈ: જમ્મુ-કાશ્મીરમાં 8 સ્થળોએ SIAના દરોડા, વિવાદિત મૌલવી સર્જન બરકતીના ઘર પર પણ કાર્યવાહી

    જાણવા મળ્યું હતું કે બરકતી દ્વારા સંદિગ્ધ આતંકવાદી સ્ત્રોતો પાસેથી 1.5 કરોડથી વધુની રકમ એકઠી કરી હતી અને તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ અને ઉગ્રવાદ તથા આતંકવાદી ગતિવિધિઓને આગળ વધારવા માટે કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં SIAના 8 જગ્યાએ દરોડા પડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરોડા 2016માં દેશ વિરોધી પ્રદર્શનનોમાં મુખ્ય ચહેરો બનનાર મૌલવી સરજન બરકતી દ્વારા ભંડોળ એકઠું કરાવીને તેનો વ્યક્તિગત લાભ મેળવવા બાબત સાથે જોડાયેલા મામલાને લઈને પાડવામાં આવ્યા છે. આ એ જ બરકતી છે જેણે 2016માં ભડકાઉ ભાષણ કરીને ભીડને રસ્તા પર ઉતારી હતી.

    અહેવાલો અનુસાર ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં SIAના 8 જગ્યાએ દરોડા પડવાનું મુખ્ય કારણ બરકતીએ કરેલી નાણાની ઉચાપત છે. તેના દેશવિરોધી ભાષણો બાદ ચલાવવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે બરકતી દ્વારા સંદિગ્ધ આતંકવાદી સ્ત્રોતો પાસેથી 1.5 કરોડથી વધુની રકમ એકઠી કરી હતી અને તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ અને ઉગ્રવાદ તથા આતંકવાદી ગતિવિધિઓને આગળ વધારવા માટે કરવામાં આવ્યો હતો. બરકતી અને તેના સહયોગીઓ ઉપર આરોપ છે કે તેમણે તેની રોજ-બરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે ભાવનાત્મક અપીલો કરીને માતબર રકમ એકઠી કરી હતી. બરકતીના કેટલાક પરિવારજનોને ત્યાં પણ દરોડા પડ્યા હતા.

    રિપોર્ટોમાં જણાવ્યાં અનુસાર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બરકતીએ પોતાના અંગત લાભ માટે મોટા પ્રમાણમાં નાણાંને બીજે ડાઈવર્ટ કરી દીધા છે અને અનંતનાગ શહેરમાં પોતાની પત્નીના નામે 45 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે, જેને તેણે 1 લાખ રૂપિયામાં વેચીને 27 લાખ રૂપિયાનો નફો કર્યો હતો. તેણે જનતાના નાણાંથી એક આલીશાન ઘર પણ બનાવ્યું છે. બરકતીએ મદરેસા સ્થાપવા માટે 5 કનાલ જમીન પણ ખરીદી હતી, જેનો હેતુ પૈસા કમાવવાનો અને રાષ્ટ્રવિરોધી તત્વોને એક મંચ પૂરો પાડવાનો હતો. સાથે જ તેનો હેતુ યુવાનોને આતંકવાદ તરફ ધકેલવા માટે પણ તેનો ઉપયોગ કરવાનો હતો.

    - Advertisement -

    યુવાઓને ઉશ્કેરતો હતો બરકતી

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈમોશનલ અપીલ દ્વારા બરકતીએ માત્ર મોટી રકમ જ એકઠી નહોતી કરી, પરંતુ આતંકવાદી અભિયાનોને અંદર ખાને ચાલુ રાખવા માટે અજાણ્યા સ્ત્રોતો (શંકાસ્પદ આતંકવાદી સંગઠનો)ના નાણાંની હેરાફેરી પણ કરી હતી. શોપિયાંના જૈનપુરાનો રહેવાસી બરકતી 2016માં પોતાના ભડકાઉ ભાષણો દ્વારા હિંસક આંદોલન માટે હજારો લોકોને રસ્તા પર લાવવા માટે મુખ્ય જવાબદાર હતો. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાની 2016 માં એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં