Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ જ ભરે છે 32 મુસ્લિમ પરિવારો અને 60 દુકાનોનો...

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ જ ભરે છે 32 મુસ્લિમ પરિવારો અને 60 દુકાનોનો વેરો: ટ્રસ્ટની 13.37 એકર જમીન પર છે શાહી મસ્જિદ, દુકાનો તથા મુસ્લિમ પરિવારો

    જાગરણના અહેવાલ અનુસાર આ બાબતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ કપિલ શર્માએ જણાવ્યું, "13.37 એકરની આખી જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની માલિકીની છે. મુસ્લિમ પરિવારો જે ત્યાં રહે છે તેમનો કર પણ ટ્રસ્ટ જ ભરે છે. તેમની પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી."

    - Advertisement -

    હાલ મથુરાની શ્રીકૃષ્ણના જન્મસ્થળ ટ્રસ્ટ અંતર્ગતની સંપત્તિ અંગે કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલમાંથી શાહી મસ્જિદ ઇદગાહને દૂર કરવા માટે હાલમાં 13 દાવા કોર્ટમાં ચાલી રહ્યા છે. દરેકમાં ફક્ત એક જ માંગ છે કે શાહી મસ્જિદ ઇદગાહને શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલમાંથી દૂર કરવી જોઈએ.

    આ 13.37 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી મસ્જિદ ઇદગાહ છે. તેની માલિકી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ આ માટે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મકાન વેરો અને પાણી વેરો ભરે છે. ગયા વર્ષે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રૂ. 1.52 લાખનો વેરો આપવામાં આવ્યો હતો. આમાં જન્મભૂમિ સંકુલની દુકાનો તેમજ અતિથિ ગૃહો અને આ જમીન પર સ્થાયી થયેલા 32 મુસ્લિમ પરિવારોના ઘરોનો સમાવેશ થાય છે.

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના નામે આ આખી 13.37 એકર જમીન રેકોર્ડમાં નોંધાયેલી છે

    શ્રી કૃષ્ણના જન્મસ્થળની આખી જમીન, 13.37 એકર, રેકોર્ડમાં નોંધાયેલી છે. શાહી મસ્જિદ ઇદગાહ પણ તેમાં સ્થિત છે. આ આખી જમીનની માલિકી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે છે.

    - Advertisement -

    1944માં, વારાણસીના પટનીમલના વારસદારોએ પંડિત મદન મોહન માલાવીયા, ગણેશદત્ત અને ભીખાનલાલ આત્રેયના નામે મથુરાની આ જમીન નોંધાવી હતી. આ પછી 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ આ જમીન ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. ત્યારથી ટ્રસ્ટ સંપૂર્ણ સંપત્તિની માલિકી ધરાવે છે. 13.37 એકર જમીન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે જેમાં શાહી મસ્જિદ ઇદગાહ પણ આવી જાય છે.

    ટ્રસ્ટે આ વર્ષે ભર્યો છે 1,52,951 રૂ. વેરો

    32 મુસ્લિમ પરિવારો પણ ઇદગાહની બહાર રહે છે. આ સિવાય ટ્રસ્ટમાં 60 દુકાનો અને અતિથિ ગૃહો પણ છે. કહેવામાં આવે છે કે આ મુસ્લિમ પરિવારો આઝાદી પહેલાંથી અહીં નિવાસ કરી રહ્યા છે. ટ્રસ્ટ તેમની પાસેથી કોઈ ભાડું લેતું નથી. ટ્રસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાર્ષિક પાણી વેરા અને મકાન વેરાના 1,52,951 રૂપિયા જમા કર્યા છે. સરકારે મંદિરોને કરમાંથી મુક્ત કર્યા છે. આવી સ્થિતિમાં, શ્રીકૃષ્ણ જન્મસ્થળ અને શાહી મસ્જિદ ઇદગાહ સિવાય બાકીની મિલકત કર હેઠળ છે.

    જાગરણના અહેવાલ અનુસાર આ બાબતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ કપિલ શર્માએ જણાવ્યું, “13.37 એકરની આખી જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની માલિકીની છે. મુસ્લિમ પરિવારો જે ત્યાં રહે છે તેમનો કર પણ ટ્રસ્ટ જ ભરે છે. તેમની પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી.”

    સામે શાહી મસ્જિદ ઇદગાહના સેક્રેટરી તન્વીર અહેમદે દાવો કર્યો, “મુસ્લિમ પરિવારો કે જેઓ ત્યાં રહે છે તેમનો વેરો ટ્રસ્ટ ચુકવતું નથી. જો ટ્રસ્ટ ચુકવતું હોય, તો તેની રસીદ બતાવો. ટ્રસ્ટ ખોટા દાવા કરી રહ્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં