Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: 16 ફેબ્રુઆરી સુધી ચાલશે મહોત્સવ, અનેક સાંસ્કૃતિક...

    શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: 16 ફેબ્રુઆરી સુધી ચાલશે મહોત્સવ, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે; મુખ્યમંત્રી કરશે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ

    આજથી 51 શક્તિપીઠની પરિક્રમાના મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. સવારે માં અંબાના ગબ્બર ટોચથી જ્યોત લઇ તમામ 51 શક્તિપીઠોમાં અર્પણ કરશે. આજે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે

    - Advertisement -

    આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. સવારે માં અંબાના ગબ્બર શિખરથી જ્યોત લઇ તમામ 51 શક્તિપીઠોમાં અર્પણ કરાઈ હતી. આજે ભારતનો સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવનાર છે.

    નોંધનીય છે કે 51 શક્તિપીઠોની પરિક્રમાની શુરુઆત બનાસકાંઠાના કલેક્ટરની હાજરીમાં થનાર છે. 5 દિવસ દરમિયાનમાં અંબાજી પાવન સ્થાને યજ્ઞ હોમ હવન ભજનથી ભક્તિમય માહોલ જોવા મળશે. આ પ્રસંગે રાજ્યના અનેક વિસ્તારોમાં માંથી માઈ ભક્તો હાજરી આપશે.

    ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે આજથી પાંચ દિવસ અંબાજીના ગબ્બર ગઢ ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખુલ્લો મુકશે. એટલું જ નહીં આ શુભ પ્રસંગે સીએમ પટેલ 17 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે. આ પ્રસંગને લઈને યાત્રાધામ વિકાસબોર્ડ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

    - Advertisement -

    પાંચ દિવસ યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

    આ ઉપરાંત અંબાજી મંદિર ખાતે ભાદરવી પુનમનો મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. આજથી આ પરિક્રમા મહોત્સવ આજથી શરુ થઈ રહ્યો છે. તો બીજી તરફ ગબ્બર ઉપર 5 દિવસના આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવશે.

    તા. 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી 2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે 7:30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિંગ પાસે આ કાર્યક્રમ યોજાશે.

    યોજાનાર આ કાર્યક્રમમાં તા. 12મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા. 13મી ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરાની રંગત જમાવશે. જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. 14ના રોજ પાર્થિવ ગોહિલ, તા. 15ના રોજ સાંઇરામ દવે અને તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલાવશે.

    શક્તિપીઠ અંબાજી મંદિરને મળ્યો છે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ

    3 એપ્રિલ 2022ના દિવસે આ એવોર્ડ ગુજરાતના સૌથી મોટા અને પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીને આપવામાં આવ્યો હતો. એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2022 માટે શક્તિપીઠ અંબાજી મંદિર પસંદગી પામ્યું હતું. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠાના કલેક્ટર (અંબાજી મંદિરના પ્રમુખ) આનંદ પટેલને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે યાત્રાધામ અંબાજી તેમજ સમગ્ર ગુજરાત અને તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

    ભારતમાં 51 પ્રાચીન શક્તિપીઠો છે, તે 51 શક્તિપીઠોમાંથી અંબાજી એક છે. તે પાલનપુરથી આશરે 65 કિમી, માઉન્ટ આબુથી 45 કિમી અને આબુ રોડથી 20 કિમી અને અમદાવાદથી 185 કિમી દૂર, કડિયાદ્રાથી 50 કિમી દૂર ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક સ્થિત છે.

    આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” ને મુખ્ય દેવી તરીકે પૂજવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ તેની આંખ ખુલ્લી રાખીને યંત્ર જોઈ શકતું નથી. યંત્રની ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે. અંબાજી માતાનું મૂળ સ્થાન ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લે છે. ભાદરવી પૂર્ણિમા (ભાદ્રપૂર્ણિમાના દિવસે) પર મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાંથી લોકો પૂજા માટે આવે છે. આ સમય દરમિયાન સમગ્ર અંબાજી શહેરને દિવાળીમાં જે રીતે શણગારવામાં આવે છે, જેના કારણે સમગ્ર અંબાજી શહેર રોશનીથી ઝળહળી ઉઠે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં