Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકનાથ શિંદેની તાકાત વધી, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પિકર પણ મેદાનમાં આવ્યા; હિમંતા...

    એકનાથ શિંદેની તાકાત વધી, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પિકર પણ મેદાનમાં આવ્યા; હિમંતા બિસ્વા સરમાની ઉદ્ધવને ગુગલી

    શિવસેનાના વધુ એક ધારાસભ્ય સુરત થઈને ગુવાહાટી પહોંચ્યા છે તો મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ હવે કાર્યરત થયા છે અને બિસ્વા સરમાએ ગુગલી ફેંકી છે

    - Advertisement -

    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ગુવાહાટીમાં ફરી શક્તિપ્રદર્શન કર્યું છે. એકનાથ શિંદેને (Eknath Shinde) હવે શિવસેના ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ગઈકાલે 37 ધારાસભ્યો સાથે વિડીયો જારી કર્યા બાદ આજે વધુ એક ધારાસભ્ય દિલીપ લાંડે મુંબઈથી સુરત અને ત્યાંથી ચાર્ટડ ફલાઇટ મારફતે ગુવાહાટી પહોંચ્યા હતા. જેની સાથે શિંદે જૂથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 38 પર પહોંચી છે, જ્યારે અપક્ષ ધારાસભ્યો મળીને કુલ આંકડો 50 નજીક પહોંચ્યો છે.

    એક તરફ ગુવાહાટીમાં એકનાથ શિંદેએ શક્તિપ્રદર્શન કર્યું છે તો બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલે શિવસેના (Shivsena) ધારાસભ્ય અજય ચૌધરીને મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના વિધાયક દળના નેતા તરીકે નીમવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે મામલે ડેપ્યુટી સ્પીકર કાર્યાલય દ્વારા શિવસેના ભવન ખાતે પત્ર પણ મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત સુનિલ પ્રભુને ચીફ વ્હીપ બનાવવાના શિવસેનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

    બળવાખોર નેતા એકનાથ શિંદે આસામના ગુવાહાટીથી નીકળ્યા હોવાના સમાચારો વહેતા થયા હતા. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ મુંબઈ આવવા માટે રવાના થયા છે. જોકે, તેમણે ન્યૂઝ18 ને જણાવ્યું હતું કે તેઓ ગુવાહાટીમાં જ છે અને પોતાનું લૉકેશન પણ શૅર કરશે. બીજી તરફ, મુંબઈમાં શિવસેનાએ બોલાવેલી જિલ્લા શાખા પ્રમુખોની બેઠકમાં મંત્રી આદિત્ય ઠાકરે સામેલ રહ્યા હતા.

    - Advertisement -

    બીજી તરફ, નાસિકમાં શિવસેના સમર્થકોએ એકનાથ શિંદેના પોસ્ટરો પર કાળી શાહી અને ઈંડા ફેંક્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. આ શિવસેના સમર્થકોએ એકનાથ શિંદે વિરુદ્ધ નારાબાજી પણ કરી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શૅર કરવામાં આવેલ વિડીયોમાં એકનાથ શિંદેના પોસ્ટર પર કાળી શાહી ફેંકેલી જોઈ શકાય છે.

    હું તો સૌને આસામ આવવાનું આમંત્રણ આપું છું, ઉદ્ધવ ઠાકરે પણ વેકેશનમાં આવે : આસામ સીએમ હિમંત સરમા 

    શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ચાર દિવસથી આસામના ગુવાહાટીની એક હોટેલમાં ધામા નાંખ્યા છે ત્યારે આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને (Himanta Biswa Sarma) પૂછવામાં આવતા તેમણે ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપ્યું હતું. હિમંત બિસ્વા સરમા NDAનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના નામાંકન માટે દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમણે ANI સાથે વાતચીત કરી હતી. 

    હિમંત બિસ્વા સરમાએ કહ્યું, “આખા દેશમાં જેટલા ધારાસભ્યો છે એ સૌને હું આસામ આવવાનું આમંત્રણ આપું છું.” વિપક્ષના આરોપો મામલે તેમણે કહ્યું હતું કે, “હું હોટેલમાં લોકોને આવતા રોકવા માંડીશ તો કઈ રીતે ચાલશે? કાલે તમે હોટેલ બુક કરશો અને હું ના પાડી દઉં તો એ કઈ રીતે ચાલે?” તેમણે કહ્યું કે, “આસામમાં ધારાસભ્યો કેટલા દિવસ રહેશે તે ખબર નથી પરંતુ મારા માટે આ ખુશીની વાત છે. હું તો ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray પણ આમંત્રણ આપું છું કે તમે પણ વેકેશન ગાળવા આસામ આવો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં