મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ શિરડી સાંઈબાબા મંદિરમાં શ્રદ્ધાળુઓ તરફથી ચડાવવામાં આવતા સિક્કાએ મુસીબત સર્જી છે. મંદિર પાસે એટલા બધા સિક્કા થઇ ગયા છે કે તેને સંગ્રહવા માટે જગ્યા ઓછી પડી રહી છે. બીજી તરફ, બેંકોએ પણ આ સિક્કા લેવાનો ઇનકાર કરી દીધો છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, શિરડી સાંઈબાબા મંદિરમાં કુલ 28 લાખ રૂપિયાના સિક્કા ચડાવવામાં આવ્યા હતા, જેને શહેરની બેંકોમાં જમા કરવામાં આવનાર હતા. શિરડી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ 13 બેન્ક શાખાઓમાં ખાતાં ધરાવે છે. જેમાંથી ચાર બેંકોએ આ સિક્કા લેવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે તેમની પાસે સંગ્રહ માટે પૂરતી જગ્યા નથી.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મંદિર પાસે સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાના સિક્કા છે. જ્યારે બેંકોમાં પહેલેથી જ 11 કરોડના સિક્કા જમા છે. એક તરફ ટ્રસ્ટ પાસે સિક્કા રાખવાની જગ્યા નથી તો બેંકો પણ જગ્યાના અભાવે જ આનાકાની કરી રહી છે. ટ્રસ્ટના CEOએ કહ્યું કે, આ ટ્રસ્ટ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. શિરડી મંદિર ટ્રસ્ટે હવે આ સમસ્યાના સમાધાન માટે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના દ્વાર ખખડાવ્યા છે અને હસ્તક્ષેપની માંગ કરી છે. આ ઉપરાંત, અન્ય પણ કેટલીક બેંકોમાં ખાતાં ખોલવાની વિચારણા ચાલી રહી છે.
દેશનાં સૌથી સમૃદ્ધ મંદિરોમાં શિરડી સાંઈબાબા મંદિરની ગણના કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, મંદિરનાં ખાતાંમાં 380 કિલો સોનુ, 4,428 કિલો ચાંદી અને ડોલર-પાઉન્ડ જેવાં વિદેશી ચલણ સાથે લગભગ કુલ 1800 કરોડ રૂપિયા જમા છે.
મંદિરને દર વર્ષે ચડવામાં આ કરોડો રૂપિયા મળે છે. વર્ષ 2022માં ભક્તોએ મંદિરમાં 400 કરોડ રૂપિયાનો ચડાવો આપ્યો હતો. આ દાન કેશ, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત, ઓનલાઇન પણ ચૂકવણી કરવામાં આવે છે તો સોનું-ચાંદી પણ ખાસ્સા પ્રમાણમાં ચડાવવામાં આવે છે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 2022માં સાંઈબાબા મંદિરને 26 કિલો સોનું ચડાવવામાં આવ્યું હતું, જેની કિંમત 12 કરોડ થાય છે. ઉપરાંત, 1.2 કરોડ કિમમરની 330 કિલો ચાંદી પણ દાનમાં મળી હતી. મંદિરે જણાવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ સામાજિક કાર્યો અને લોકોની ભલાઈમાં