Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટIPLમાંથી પંજાબની બહાર થવાની સજા! શિખર ધવનને પડ્યો તમાચો, પોલીસ-પબ્લિક સાથે પહોંચ્યા...

    IPLમાંથી પંજાબની બહાર થવાની સજા! શિખર ધવનને પડ્યો તમાચો, પોલીસ-પબ્લિક સાથે પહોંચ્યા પિતા: જુઓ વાયરલ વીડિયો

    સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં શિખર ધવનને એક વૃદ્ધ વ્યક્તિ લાફો મારતા જોવા મળે છે. આ પાછળ શિખરની ટીમ પંજાબ કિંગ્સનું આઈપીએલમાંથી વહેલું બહાર થવું જણાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    શિખર ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ કેટલાક લોકો સાથે ધવનના ઘરે આવે છે અને તેની મારપીટ કરે છે. આ વૃદ્ધ સાથે પોલીસનો યુનિફોર્મ પહેરેલ એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે.

    વાસ્તવમાં, તેના પિતાએ જ વીડિયોમાં શિખર ધવનને થપ્પડ મારી હતી. શિખરે આ મજાકિયા વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, ‘મારા પિતાએ નોક આઉટ સુધી ન પહોંચવા માટે મને નોક આઉટ કરી દીધો.’

    વીડિયોમાં જોઈ શકાય છે કે ધવનને તેના પિતાએ પહેલા થપ્પડ મારી હતી. પછી ધવનને જમીન પર સૂવાડીને, તેઓ લાતો વડે માર મારે છે. આઈપીએલમાંથી પંજાબ કિંગ્સ ઈલેવનને બાકાત રાખવાને કારણે તેમણે ધવનની આ હાલત કરી હતી. આ સિઝનમાં શિખર ધવન IPLમાં પંજાબ તરફથી રમી રહ્યો હતો.

    - Advertisement -

    ધવને શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેના પિતા IPLના નોક આઉટમાં ન પહોંચવા માટે તેના ઘરમાં પ્રવેશતાની સાથે જ તેને લાતો અને થપ્પડથી માર મારે છે. વીડિયોમાં ધવનના પિતાની સાથે રહેલા લોકો પણ તેને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

    અહિયાં નોંધનીય છે કે શિખર ધવન જુદા જુદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મજાકિયા વીડિયો અપલોડ કરતો રહેતો હોય છે. તેનો આ રીલ વીડિયો પણ તેનો જ એક ભાગ છે. આ મજાકિયા વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ શિખર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેની મજા લેતા જોવા મળી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે આ વિડીયો પર જઈને કહ્યું હતું કે, “બાપુ તેરે સે ભી ઉપર કે એક્ટર નિકલે.. ક્યા બાત હૈ”.

    ફોટો : ઇન્સ્ટાગ્રામ

    નોંધનીય છે કે આ વખતે આઈપીએલમાં શિખર ધવનની ટીમ પંજાબ કિંગ્સ ઈલેવન સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. શિખરે પોતે IPLની 14 મેચોમાં 122થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 460 રન બનાવ્યા છે. આ આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 88 રન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં