Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભૂતપૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનો સ્વયંભુ 'પોલ', ગુજરાત AAP માટે આપ્યું વિચિત્ર નિવેદન...

    ભૂતપૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનો સ્વયંભુ ‘પોલ’, ગુજરાત AAP માટે આપ્યું વિચિત્ર નિવેદન કહ્યું: પાર્ટી કિંગ મેકર બનશે

    ન્યુઝ 18 દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, "હિમાચલમાં તો પેંડુલમ પોલિસી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, 1985 બાદ ક્યારેય કોઈ સરકાર ફરી વાર આવી નથી."

    - Advertisement -

    રાજકીય રાજકારણમાંથી ફેંકાઈ ગયેલા અને મમતાની મહેરબાનીથી સંસદ સભ્ય બનેલા ભૂતપૂર્વ નેતા/અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું ગુજરાત AAP માટે વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાંજ સિન્હાએ એક વરિષ્ઠ પત્રકાર સાથે હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસની ભારત જોડો યાત્રા, ઈવીએમ સહિતના અનેક મુદ્દા પર વાતચીત કરી હતી, અગામી ચૂંટણીઓને લઈને સામે આવી રહેલા ઓપીનીયન પોલ્સ વિરુદ્ધ પોતાના મનઘડંત “પોલ્સ” મુકીને અટપટા નિવેદનો આપ્યા હતા.

    અહેવાલો અનુસાર ભૂતપૂર્વ અભિનેતા અને દીદીના નેતા શત્રુઘ્ન સિન્હાએ તમામ ઓપીનીયન પોલ્સથી સાવ અજાણ હોય તેમ કહ્યું હતું કે,” આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને પ્રધાનમંત્રી મોદી નબળી વિકેટ પર રમી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “ગુજરાતમાં AAP પાર્ટીને દબાવવાની લાખ કોશિશ કરે, દબાવી પણ રહ્યા છે, જોવાઈ રહ્યું છે, કેજરીવાલની પાર્ટી કિંગ ન બની તો પણ કિંગમેકર જરુર બનશે.” બે વાર કેબિનેટ મંત્રી અને પાંચ વારના સાંસદ રહેલા સિન્હાનું આ અનુમાન તમામ ઓપિનિયન પોલથી અલગ છે. ઓપિનિયન પોલમાં બંને રાજ્યોમાં ભાજપની સત્તામા ધમાકાભેર વાપસીની વાત કહેવાય રહી છે.

    ન્યુઝ 18 દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, “હિમાચલમાં તો પેંડુલમ પોલિસી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, 1985 બાદ ક્યારેય કોઈ સરકાર ફરી વાર આવી નથી. ત્યાં હવે કોંગ્રેસનો વારો છે. હવે લાગે છે કે, કોંગ્રેસના મિત્રો ખાલી જાગૃત જ નથી, પણ ભારત યાત્રામાં પણ છે.” તેમણે કહ્યું કે, “હિમાચલમાં કોંગ્રેસ પ્રત્યે લોકોની સહાનુભૂતિ છે. સિન્હાએ કહ્યું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખૂબ જબરદસ્ત જઈ રહી છે. યાત્રાનો પ્રભાવ સમગ્ર દેશમાં પડી રહ્યો છે. કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી છે.” જયારે સિન્હાના નિવેદનથી વિપરીત હિમાચલથી તાજેતરમાં થયેલા વિકાસકાર્યોના દ્રશ્યો અને તે વિકાસકાર્યોને લઈને સામે આવેલી સ્થાનિક નાગરિકોની પ્રતિક્રિયાઓતો પોલ્સ માં ભાજપની પ્રચંડ જીત દેખાડી રહી છે.

    - Advertisement -

    બંગાળ, બિહારમાં ઈવીએમનો ખેલ

    પહેલા પોતેજ ભાજપની કારમી હારની વાત કરતા સિન્હાને જયારે પોલ્સ મુજબ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કઈ પાર્ટીને જીત મળશે તેના સવાલ પર સવાલ પૂછવામાં આવતા શત્રુઘ્ન સિન્હાએ ફરી EVM ટોપલો ઢોળતા કહ્યું કે, “આજની તારીખમાં એ કહેવું ખૂબ અઘરુ છે, તેમણે કહ્યું કે, હવે પહેલા જેવું રહ્યું નથી. લોકો હવે ઈવીએમના ખેલની પણ વાત કરી રહ્યા છે. હવે લોકો વિચારતા થઈ ગયા છે અને તેના પ્રત્યે જાગૃકતા પણ વધી છે. વારંવાર એક જ ખેલ ખેલી શકાય નહીં, ઈવીએમનો ખેલ પશ્ચિમ બંગાળ અને બિહારમાં થયો, આખા દેશમાં થયો. જ્યાં જ્યાં ભાજપનું શાસન રહ્યું ત્યાં ઈવીએમનો ખેલ થયો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં