Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વોત્તરનાં રાજ્યોને ભારતથી અલગ કરવાની વાત કરનાર JNUના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામને...

    પૂર્વોત્તરનાં રાજ્યોને ભારતથી અલગ કરવાની વાત કરનાર JNUના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામને મળ્યા જામીન, પણ હજુ જેલમાં જ રહેશે

    જેએનયુમાં ભણી ચૂકેલા શરજીલ ઇમામે ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ આપતાં ભારતના ટુકડા કરવાની વાત કરી હતી, જામીન મળ્યા પરંતુ અનેક કેસમાં આરોપી હોવાના કારણે જેલમાં જ રહેશે.

    - Advertisement -

    ભડકાઉ ભાષણો દ્વારા દિલ્હીનાં હિંદુ વિરોધી તોફાનોમાં અગત્યનો ભાગ ભજવનાર શરજીલ ઇમામને એક કેસમાં દિલ્હીની કોર્ટે જામીન આપ્યા છે. જોકે, હજુ પણ તે જેલમાં જ રહેશે, કારણ કે તેની સામે અન્ય પણ કેટલાક કેસ ચાલી રહ્યા છે. હાલ કોર્ટે 2019ના એક કેસમાં ભડકાઉ ભાષણના કેસમાં જામીન આપ્યા છે. 

    દિલ્હીની સાકેત કોર્ટે વર્ષ 2019માં સીએએ વિરોધી આંદોલન દરમિયાન જામિયા યુનિવર્સીટીમાં શરજીલ ઇમામે આપેલ ભાષણ મામલે દાખલ કરવામાં આવેલ કેસમાં જામીન આપ્યા છે. કોર્ટે તેને 30 હજાર રૂપિયાનો બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે. જોકે, અન્ય ઘણા UAPA અને દેશદ્રોહના કેસમાં શરજીલ આરોપી હોવાના કારણે હજુ તે જેલમાં જ રહેશે. શરજીલ જાન્યુઆરી 2020થી જેલમાં બંધ છે. 

    ભાષણમાં શરજીલ ઇમામે પૂર્વોત્તરનાં સાત રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા માર્ગ ‘ચિકન નેક’ પર કબ્જો કરીને આ રાજ્યોને દેશથી અલગ કરવા માટે મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. આ ભાષણ બાદ તેની સામે દિલ્હી, ઉત્તર પ્રદેશ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    શરજીલ પર આરોપ લાગ્યો હતો કે તેણે ભાષણ ‘અસ સલામુ અલૈકુમ’ બોલીને શરૂ કર્યું હતું, જે એ દર્શાવવા માટે પૂરતું છે કે તે એક સમુદાયને વિશેષને ભડકાવવાના પ્રયાસ કરી રહ્યો હતો.  આ ઉપરાંત તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં પણ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણો બાદ તેને 28 જાન્યુઆરી 2020ના રોજ બિહારના જહાનાબાદમાંથી પકડી લેવામાં આવ્યો હતો. 

    શરજીલ ઇમામે ભડકાઉ ભાષણ આપતાં કહ્યું હતું કે, પાંચ લાખ લોકો આપણી પાસે હોય તો આપણે ઉત્તરપૂર્વ અને હિંદુસ્તાનને અલગ કરી શકીએ છીએ. હંમેશા માટે નહીં તો ઓછામાં ઓછા એક મહિના માટે તો આસામને હિંદુસ્તાનથી છૂટું પાડી જ શકીએ છીએ. આસામને અલગ કરવું આપણી જવાબદારી છે. આસામ અને ભારત છૂટાં પડી જાય તો જ તેઓ આપણી વાત સાંભળશે.

    હાજર સમુદાય વિશેષને ભડકાવતાં તેણે કહ્યું હતું કે, આસામમાં મુસ્લિમોની શું હાલત છે? CAA-NRC લાગુ કરવામાં આવી ચૂક્યા છે. લોકોને ડિટેન્શન કેમ્પમાં નાંખવામાં આવી રહ્યા છે અને કત્લેઆમ ચાલી રહ્યું છે. જો આપણે આસામની મદદ કરવી હોય તો રસ્તો બંધ કરવો પડશે. આપણે બંધ કરી શકીએ છીએ, કારણ કે ચિકન નેક એ મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. 

    આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીની એક કોર્ટે શરજીલ સામે રાજદ્રોહ સહિત આઇપીસીની ગંભીર કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. આ ઉપરાંત, શરજીલના પ્રતિબંધિત સંગઠન PFI સાથેના સબંધો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં