Friday, September 13, 2024
More
    હોમપેજદેશશાકભાજી સમાર્યું, વાસણ ધોયા, ચપ્પલ ઉઠાવ્યા: રાહુલ ગાંધીની સુવર્ણ મંદિરમાં કરેલી સેવા...

    શાકભાજી સમાર્યું, વાસણ ધોયા, ચપ્પલ ઉઠાવ્યા: રાહુલ ગાંધીની સુવર્ણ મંદિરમાં કરેલી સેવા પર SGPCએ ઉઠાવ્યો વાંધો, કહ્યું- ‘દાદી-પિતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવા આવ્યા?’

    શું તેઓ (રાહુલ ગાંધી) તેવા કોંગ્રેસી નેતાઓ પર ટિપ્પણી કરશે જેમણે શીખોનો નરસંહાર કર્યો અને છતાં તેઓ કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં સામેલ છે? પ્રિયંકા ગાંધી જેલમાં તે મહિલાને મળવા ગયા જે તેમના પિતાની હત્યામાં સામેલ હતી, પરંતુ તે ક્યારેય દિલ્હીની વિધવા કોલોનીમાં નથી ગયા.

    - Advertisement -

    શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમૃતસર સુવર્ણ મંદિરની મુલાકાત અને સેવા કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભલે ત્યાં તેમણે મહિલા શ્રદ્ધાળુઓ સાથે બેસીને શાકભાજી છોલી, શ્રદ્ધાળુઓને રોટલી પીરસી, વાસણો ધોયા, ચપ્પલ ઉઠાવ્યા, લંગરનો સ્વાદ ચાખ્યો અને માથું ટેકવ્યું હોય. ભલે કેટલાક શીખ વિદ્વાનોને તેમની સેવાની પ્રશંસા કરી હોય, પરંતુ SGPCએ તેમના આ કાર્યો પ્રત્યે વાંધો ઉઠાવ્યો છે.

    રાહુલ ગાંધીની સુવર્ણ મંદિરની મુલાકાત પર SGPCએ કહ્યું કે તેમણે દરબાર સાહિબની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને સંપૂર્ણ સમર્થન આપ્યુ હતું. જોકે, SGPC મહાસચિવ હરચરણ સિંઘ ગ્રેવાલે તેમના ઈરાદા પર જ સવાલ ઉઠાવ્યા છે. તેમણે 1984નો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે અન્ય કોઈ ગેર-શીખ રાજકારણીની અહીં સૌથી લાંબી મુલાકાત છે, આખરે તેમનો ઈરાદો શું છે?

    વાસ્તવમાં, કોંગ્રેસ નેતા બે દિવસ સુધી સુવર્ણ મંદિરમાં સેવા આપવા માટે ગયા હતા. આ અંગે તેમણે મંગળવારે (3 ઓકટોબર, 2023એ) તેમના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી અને લખ્યું કે, “આજે, અમૃતસરમાં સુવર્ણ મંદિર, શ્રી હરમંદિર સાહિબ પહોંચીને માથું ટેકવ્યું અને સેવા આરંભ કરી.” ત્યાંથી નીકળ્યા પહેલાં તેમણે અરદાસ પણ કરી હતી.

    - Advertisement -

    ‘રાહુલના દાદીએ અકાલ તખ્ત પર કર્યો હતો હુમલો’

    ભલે મોટાભાગનાં શીખ સંગઠનોએ રાહુલ ગાંધીની આ મુલાકાત પર મૌન સેવ્યું હોય અને તેને તેમની અંગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવતા હોય, પણ SGPC આ બધાથી પ્રભાવિત થઈ નહીં. SGPC મહાસચિવ હરચરણ સિંઘ ગ્રેવાલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના દાદીએ અકાલ તખ્ત પર હુમલો કર્યો હતો, તેમના પિતાએ દિલ્હીમાં શીખોના નરસંહારને વાજબી ઠેરવતાં કહ્યું હતું કે જ્યારે મોટું ઝાડ પડે છે ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે. કોઈએ અમારા ઘા પર મલમ નથી લગાવ્યો. શું આપણે તેમની આ મુલાકાતને પશ્ચાતાપ કહી શકીએ?”

    હરચરણ સિંઘ ગ્રેવાલે વધુમાં કહ્યું કે, “શું તેઓ (રાહુલ ગાંધી) તેવા કોંગ્રેસી નેતાઓ પર ટિપ્પણી કરશે જેમણે શીખોનો નરસંહાર કર્યો અને છતાં તેઓ કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં સામેલ છે? પ્રિયંકા ગાંધી જેલમાં તે મહિલાને મળવા ગયા જે તેમના પિતાની હત્યામાં સામેલ હતી, પરંતુ તે ક્યારેય દિલ્હીની વિધવા કોલોનીમાં નથી ગયા. કેમ? જ્યાં સુધી આ પ્રશ્નોના જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ અમારા ઘાને મટાડી શકશે નહીં.”

    ‘કદાચ તેમને થયો હોય પસ્તાવો’

    આ દરમિયાન, અકાલી દળના દિલ્હી યુનિટના અધ્યક્ષ પરમજીત સિંઘ સરનાએ રાહુલ ગાંધીની આ મુલાકાત અને તેમણે સુવર્ણ મંદિરમાં કરેલી સેવાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “હું તેમની સદભાવનાનું સન્માન કરું છું. SGPCએ આવું નિવેદન ન આપવું જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે શીખોએ ઈતિહાસમાંથી પણ શીખ લેવી જોઈએ. જહાંગીરે ગુરુ અર્જન દેવની હત્યા કરાવી હતી, તેમ છતાં ગુરૂ હરગોવિંદ સિંઘે તેમની સાથે સારા સંબંધો જાળવી રાખ્યા હતા.

    તેમણે કહ્યું કે, કોઈના પૂર્વજોની ભૂલો માટે તેમને દોશી ઠેરવવાની શીખોની પરંપરા નથી. તેમજ 1984ની રાજ્યની કાર્યવાહીની આકરી ટીકા કરનારા લેખક અજમેર સિંઘનું કહેવું એવું છે કે, “કોંગ્રેસની સાથે અમારો વૈચારિક સંઘર્ષ છે. એ રાજનીતિ છે, પણ આપણે નિંદક (ઉદ્વત) ન બનવું જોઈએ, એક માનવીય કારક પણ છે.”

    તેમણે આગળ કહ્યું કે, હોય શકે છે કે રાહુલ ગાંધીને ભૂતકાળમાં જે બન્યું તેનો પસ્તાવો હોય. SGPCએ તેમના પર હુમલો કરવો જોઈતો નહોતો. જો તેમણે કોઈ રાજકીય નિવેદન આપ્યું હોત તો વાત અલગ હોત. શિરોમણી અકાલી દળે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને અન્યોની મુલાકાતની સુવિધા પણ આપી હતી

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં