Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભોગ આપીશું તો પૈસાનો વરસાદ થશે': સેલવાસમાં મેલીવિદ્યા દ્વારા રાતોરાત પૈસા કમાઈ...

    ‘ભોગ આપીશું તો પૈસાનો વરસાદ થશે’: સેલવાસમાં મેલીવિદ્યા દ્વારા રાતોરાત પૈસા કમાઈ લેવા 9 વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી બલી ચડાવાઈ, 3ની ધરપકડ

    પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુખ્ય સગીર આરોપી એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતો હતો. રમેશ નામના આરોપી પાસેથી પૈસાનો વરસાદ કરાવવાની લાલચમાં તેણે મેલીવિદ્યા કરી હતી. નોંધનીય છે કે પોલીસે માહિતી આપી હતી કે સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કર્યું હતું અને તેના સહ આરોપી શૈલેષ સાથે મળીને તેની હત્યા કરી હતી.

    - Advertisement -

    ગુજરાતના સેલવાસ પાસેથી લાલચમાં માણસો અંધ થઇ જાય છે તેની ચાડી ખાતી અને માનવતાને શરમમાં મૂકનારી એક ઘટના સામે આવી છે. એક ચોંકાવનારા કિસ્સાના ખુલાસામાં જાણવા મળ્યું છે કે અહીં પૈસાનો વરસાદ કરાવવાની લાલચમાં 3 લોકોએ પહેલા એક 9 વર્ષના માસુમ બાળકનું અપહરણ કર્યું અને બાદમાં તેનું માથું કાપીને મેલીવિદ્યામાં બલી ચડાવી દીધી હતી.

    અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા તાલુકાના કરવડ ગામ પાસે કેનાલમાંથી નાના બાળકની માથા વગરની લાશ મળી આવી હતી. દાદરા નગર હવેલી તરફથી આવતી દમણ ગંગા કેનાલમાં બાળકનો મૃતદેહ મળી આવતા સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જે બાદ આજે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

    સેલવાસ પોલીસને આંગણામાં રમી રહેલા કોહલા પરિવારનો 9 વર્ષનો પુત્ર ચૈતા ગુમ થયાની ફરિયાદ મળી હતી. જેના પગલે સેલવાસ અને વલસાડ પોલીસે વાપીમાંથી મળેલી લાશને ગુમ થયેલ ચૈતા સાથે જોડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ પછી પોલીસે હવે મુખ્ય આરોપી, કે જે સગીર છે, સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

    - Advertisement -

    પૈસાનો વરસાદ કરાવવા ચડાવી ચૈતાની નરબલી

    ધરપકડ બાદ આરોપીઓ પાસેથી મોટો ખુલાસો થયો છે. એ વાતનો ખુલાસો થયો છે કે ચૈતા નામના બાળકની હત્યા મેલીવિદ્યામાં નરબલી આપી પૈસાના વરસાદ અને અમર્યાદિત શક્તિ મેળવવા માટે કરવામાં આવી હતી.

    પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુખ્ય સગીર આરોપી એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતો હતો. રમેશ નામના આરોપી પાસેથી પૈસાનો વરસાદ કરાવવાની લાલચમાં તેણે મેલીવિદ્યા કરાવી હતી. નોંધનીય છે કે પોલીસે માહિતી આપી હતી કે સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કર્યું હતું અને તેના સહ આરોપી શૈલેષ સાથે મળીને તેની હત્યા કરી હતી.

    29 ડિસેમ્બરે ગુમ થયું હતું બાળક

    ગત 29 ડિસેમ્બરના રોજ દાદરા નગર હવેલીના સૈલી ગામના કોહલા પરિવારે તેમની 9 વર્ષની ચૈતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમતી વખતે ગુમ થયેલ 9 વર્ષીય ચૈતાનો પરિવાર ગામ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં ચૈતા મળી આવ્યો ન હતો.

    પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. હવે વાપીમાંથી મળેલી માથા વગરની લાશની આ પરિવારે ઓળખ કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર, મૃતદેહના હાથ પર બાંધેલા દોરા અને કાઠીના કદના આધારે, પરિવારે દાવો કર્યો છે કે વાપીમાંથી મળેલી બાળકની લાશ તેમના પુત્ર ચૈતાની છે.

    બાદમાં સેલવાસ પોલીસે વધુ તાપસ કરતાં સાયલી વિસ્તારના સ્મશાન નજીકથી બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો. દમણ ગંગા નદી કેનાલ વાપી તરફ વહે છે. જેથી સાયલીથી વાપી જતી કેનાલના પાણીમાં ચૈતાનો મૃતદેહ ખેંચાયો હોવાનું મનાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં