Tuesday, November 12, 2024
More
    હોમપેજરાજકારણ'દિલ્હી લિકર પોલિસીમાં AAPની સંપતિ પણ જપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ ચૂંટણીને...

    ‘દિલ્હી લિકર પોલિસીમાં AAPની સંપતિ પણ જપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ ચૂંટણીને લઈને મૂંઝવણમાં છીએ’: EDએ કોર્ટને કહ્યું- કૌભાંડ તો થયું જ છે

    EDએ કોર્ટને કહ્યું, “અમે આમ આદમી પાર્ટીની (AAPની) કેટલીક સંપત્તિ પણ જપ્ત કરવા માંગીએ છીએ. જો આમ કરીશું તો કહેવામાં આવશે કે ચૂંટણી સમયે આવું કરવામાં આવે છે અને જો નહીં કરીએ તો સાબિતી ક્યાં છે તે કહેવામાં આવશે. અમે ખૂબ જ મૂંઝવણમાં છીએ.”

    - Advertisement -

    દારૂ નીતિ કૌભાંડમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર બુધવારે (3 એપ્રિલ, 2024) હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન CM કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે એએસજી એસવી રાજુએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) કોર્ટને એવું પણ કહ્યું કે, આ કેસમાં એજન્સી AAPની સંપત્તિ પણ જપ્ત કરવા માંગે છે, પરંતુ ચૂંટણીને લઈને મૂંઝવણ છે.

    દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન EDએ પોતાનો મુદ્દો રજૂ કર્યો અને કહ્યું કે, “મની લોન્ડરિંગનો ગુનો આચરવામાં આવ્યો છે અને તેમાં કોઈ શંકા નથી.” એજન્સીએ કહ્યું કે, “અરવિંદ કેજરીવાલ પોતાને એક સંતના રૂપમાં રજૂ કરે છે, પરંતુ તેમણે કૌભાંડમાં જે કંઈ કર્યું છે તે ખૂબ જ ચતુરાઈથી કર્યું છે.” બીજી તરફ કેજરીવાલના વકીલે કેજરીવાલ વતી કહ્યું કે, તેમને બદનામ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.

    એજન્સીના વકીલ એસએસજી રાજુએ કહ્યું કે, ખૂબ જ મુશ્કેલીથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તે દરમિયાન EDએ કોર્ટને કહ્યું, “અમે આમ આદમી પાર્ટીની (AAPની) કેટલીક સંપત્તિ પણ જપ્ત કરવા માંગીએ છીએ. જો આમ કરીશું તો કહેવામાં આવશે કે ચૂંટણી સમયે આવું કરવામાં આવે છે અને જો નહીં કરીએ તો સાબિતી ક્યાં છે તે કહેવામાં આવશે. અમે ખૂબ જ મૂંઝવણમાં છીએ.”

    - Advertisement -

    રાજુએ કોર્ટને કહ્યું કે, “એક્સાઈઝ પોલિસીમાં 5 ટકા નફો વધારીને 12 ટકા કરવામાં આવ્યો જેથી 7 ટકા લાંચ લઈ શકાય.” તેમણે કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે કૌભાંડ થયું છે. ફરિયાદ છતાં ઈન્ડો સ્પિરિટને લાયસન્સ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જે લોકોએ લાંચ આપવાનો ઇનકાર કર્યો હતો તેમને તેમના લાયસન્સ પરત કરવા માટે કહેવામાં આવ્યું હતું.”

    બીજી તરફ અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં સાક્ષીઓ અને ED વચ્ચે ફિક્સ મેચ છે. તેમણે કહ્યું કે, “સાક્ષીઓએ તેમના પ્રારંભિક નિવેદનોમાં અરવિંદ કેજરીવાલનું નામ લીધું ન હતું.” તેમણે આરોપ લગાવ્યો કે, “EDએ આ લોકો પર દબાણ ઊભું કરીને નિવેદન લીધા હતા. કેજરીવાલનું નામ લીધા બાદ આ તમામ સાક્ષીઓને રાહત આપવામાં આવી હતી.”

    સિંઘવીએ કહ્યું કે, “આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ મુખ્યમંત્રીની ધરપકડનો હેતુ અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો અને તેમને ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા રોકવાનો છે. કેજરીવાલ પાસે PMLA એક્ટ અંતર્ગત કલમ 50 હેઠળની કોઈ સામગ્રી નથી. કોઈપણ તપાસ, નિવેદન અને પુરાવા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે.”

    EDએ કોર્ટને જણાવ્યું કે, “અરવિંદ કેજરીવાલે ગોવાના ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટી (AAP) માટે કૌભાંડના નાણાંનો ઉપયોગ કર્યો હતો. તપાસ એજન્સીએ એ પણ સ્પષ્ટ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી 2021-22ની રચનામાં સીધા સામેલ હતા અને તે તેના મુખ્ય કાવતરાખોર છે. કૌભાંડ થયું જ છે.”

    EDએ તેના જવાબમાં એમ પણ કહ્યું કે, “આ દારૂની નીતિ સાઉથ ગ્રુપને આપવામાં આવતા લાભોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેની રચનામાં વિજય નાયર, મનીષ સિસોદિયા અને સાઉથ ગ્રુપના સભ્ય પ્રતિનિધિઓનો સહયોગ હતો. અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ 2021-22ની રચના અને અમલીકરણમાં લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચની માંગણી કરી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં