Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, રોડ શૉ દરમિયાન અચાનક ગાડી પાસે પહોંચી...

    કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, રોડ શૉ દરમિયાન અચાનક ગાડી પાસે પહોંચી ગયો શખ્સ: હિરાસતમાં લેવાયો, પૂછપરછ શરૂ

    મોદી સમર્થકોનું અભિવાદન ઝીલતા પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સ દોડતો તેમના કાફલા નજીક પહોંચી ગયો હતો.

    - Advertisement -

    કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. તેઓ રોડ શૉ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ અચાનક તેમની પાસે દોડતો પહોંચી ગયો હતો. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (24 માર્ચ, 2023) કર્ણાટકના દાવણગોરેની મુલાકાતે ગયા હતા. અહીં તેમનો એક રૉડ શૉ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. રસ્તા પરથી પીએમ મોદીનો કાફલો પસાર થઇ રહ્યો હતો અને બંને તરફ સમર્થકોની મોટી ભીડ એકઠી થઇ હતી અને ‘મોદી..મોદી’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. 

    મોદી સમર્થકોનું અભિવાદન ઝીલતા પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સ દોડતો તેમના કાફલા નજીક પહોંચી ગયો હતો. જોકે, પીએમની સુરક્ષામાં તહેનાત SPGના જવાનો અને કર્ણાટક પોલીસના અધિકારીઓએ સતકર્તા દાખવીને તેને પકડી લીધો હતો અને આગળ વધવા દીધો ન હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, રોડ શૉ દરમિયાન રસ્તાની બંને તરફ બેરિકેડ લગાવવામાં આવ્યાં હતાં અને લોકોને બેરિકેડ કૂદીને રસ્તા પર ન આવવાની સૂચના પહેલેથી જ આપી દેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ યુવક બેરિકેડ તોડીને વડાપ્રધાનની ગાડી નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ તેને પકડી લઈને હિરાસતમાં લઇ લીધો હતો. 

    જાણવા મળ્યા અનુસાર, હાલ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    પંજાબમાં પીએમની સુરક્ષામાં થઇ હતી મોટી ચૂક 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી, 2022માં પંજાબમાં પણ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. વડાપ્રધાન વિકાસકાર્યોનાં લોકાર્પણ-શિલાન્યાસ માટે પંજાબ ગયા હતા. અહીં ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડી શકતું ન હોવાના કારણે તેમને જમીન માર્ગે લઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન એક ફ્લાય ઓવર પર 20 મિનિટ સુધી તેમનો કાફલો રોકાઈ રહ્યો હતો. આખરે તેમણે કાર્યક્રમ મોકૂફ રાખીને પરત ફરવું પડ્યું હતું. 

    દેશના વડાપ્રધાનને ખાસ સુરક્ષા મળે છે, જેમાં SPG જવાનોથી માંડીને CRPF અને સ્થાનિક પોલીસ સુધી સુરક્ષાનાં વિવિધ સ્તરો હોય છે અને સેંકડો જવાનો તેમની સુરક્ષામાં તહેનાત રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં