Saturday, October 5, 2024
More
    હોમપેજદેશ'ભારત મંડપમ'માં વૃક્ષારોપણ, ઘોષણાપત્ર પર મહોર, દ્વિપક્ષીય બેઠકો....જાણીએ કેવો હશે G-20 સમિટનો...

    ‘ભારત મંડપમ’માં વૃક્ષારોપણ, ઘોષણાપત્ર પર મહોર, દ્વિપક્ષીય બેઠકો….જાણીએ કેવો હશે G-20 સમિટનો અંતિમ દિવસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમોરોસ, તૂર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, EU/EC, બ્રાઝિલ, અને નાઈજીરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજશે.

    - Advertisement -

    બે દિવસીય G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દુનિયાના ઘણા દેશોના નેતાઓ અને વૈશ્વિક સંસ્થાઓના વડાઓ દિલ્હી આવી પહોંચ્યા હતા. 9 સપ્ટેમ્બર 2023ના રોજ સમિટની પ્રથમ દિવસની બેઠક પૂર્ણ થઈ હતી. જેમાં આફ્રિકી યુનિયનને G-20માં કાયમી સદસ્યતા મળી, એ ઉપરાંત સંયુક્ત ઘોષણાપત્રને બધા દેશો તરફથી સહમતી મળી, જે ભારત માટે એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. એ સિવાય સમિટની પ્રથમ દિવસીય બેઠક બાદ PM મોદીએ યુકે, જાપાન, ઈટલીના PM સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી. આજે એટલે કે 10 સપ્ટેમ્બર 2023ના રોજ સમિટનો બીજો દિવસ છે. આજના દિવસમાં G-20 સમિટનો શું કાર્યક્રમ હશે એ જાણીએ.

    G-20 સમિટનો બીજો દિવસ

    • આજે સવારે 8:15થી 9 કલાકના સમયગાળા વચ્ચે પ્રતિનિધિમંડળના નેતા અને પ્રમુખ અલગ-અલગ કાફલા સાથે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને ત્યારબાદ રાજઘાટમાં લીડર્સ લોન્જની અંદર શાંતિ દીવાલ પર હસ્તાક્ષર કર્યા હતા.
    • સવારે 9:00 વાગ્યાથી 9:20 સુધી બધા નેતાઓ એમકે ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન મોહનદાસ ગાંધીના પ્રિય ભક્તિ ગીતોનું લાઈવ પ્રદર્શન પણ થયું હતું. ત્યારબાદ નેતાઓ લીડર લોન્જમાં જશે અને પોતાના કાફલા સાથે ભારત મંડપમ તરફ પ્રસ્થાન કરશે.
    • 9.20ના સમયે નેતાઓ અને પ્રતિનિધિમંડળના પ્રમુખ ભારત મંડપ ખાતે લીડર્સ લોન્જમાં જશે.
    • 9.40થી 10.15 દરમિયાન ભારત મંડપમમાં નેતાઓ અને પ્રતિનિધિમંડળના પ્રમુખોનું આગમન થશે.
    • 10.15થી 10.30ના સમયગાળા દરમિયાન ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવશે.
    • 10.30થી 12.30 સુધી G-20 સમિટનું ત્રીજું સત્ર ‘વન ફ્યુચર’ ચાલશે. ‘ભારત મંડપમ’માં યોજનારા આ અંતિમ સત્રમાં ‘ન્યૂ દિલ્લી લીડર્સ ડેકલેરેશન’ સ્વીકારવામાં આવશે. સમિટના પ્રથમ દિવસે જ તમામ દેશોએ સહમતી આપી દીધી હતી, હવે આધિકારિક રીતે તેને અપનાવવામાં આવશે. જેની જાહેરાત સંમેલનના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદી કરશે. અહીં G-20 સમિટનું સમાપન કરવામાં આવશે.

    નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ

    • 1.00 PM દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. 2 વાગ્યે તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયપ અર્દોગન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ જ સમયે ભારતના વિદેશ મંત્રી અને શેરપા અમિતાભ કાન્ત દ્વારા સમાપન પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવશે. આ ઉપરાંત, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા તેમજ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા પણ અલગ-અલગ પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ તમામ કાર્યક્રમો ભારત મંડપમ પરિસરમાં જ યોજવામાં આવશે.

    ઉપરોક્ત કાર્યક્રમ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમોરોસ, તૂર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, EU/EC, બ્રાઝિલ, અને નાઈજીરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજશે. બપોરના ભોજન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. પીએમ મોદી આ 3 દિવસ દરમિયાન કુલ દ્વિપક્ષીય 15 બેઠકો કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં