Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરોકાણકારોને ભરમાવા બદલ SEBIએ અભિનેતા અરશદ વારસી પર બેન મુક્યો, નહી કરી...

    રોકાણકારોને ભરમાવા બદલ SEBIએ અભિનેતા અરશદ વારસી પર બેન મુક્યો, નહી કરી શકે શેરબજારમાં ઇન્વેસ્ટ: 45 યુટ્યુબર્સ પર પણ તવાઈ

    SEBIએ અરશદ વારસી બેન ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ પર ગેરમાર્ગે દોરતા વીડિયો પોસ્ટ કર્યા બાદ રેગ્યુલેટરે આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા 41.85 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાભને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.

    - Advertisement -

    સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે SEBIએ અભિનેતા અરશદ વારસી પર બેન મુક્યો છે. આ કાર્યવાહીમાં અભિનેતા સહીત તેમની પત્ની મારિયા ગોરેટ્ટી અને સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સ સહિત 31 કંપનીઓ પર સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રોકાણકારોને કંપનીના શેર ખરીદવાનું સૂચન કરતી યુટ્યુબ ચેનલ પર ગેરમાર્ગે દોરતા વીડિયોના મામલામાં નિયમનકારે આ પગલું ભર્યું છે. સિક્યોરિટીઝ માર્કેટમાંથી જે કંપનીના પ્રમોટર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્રેયા ગુપ્તા, ગૌરવ ગુપ્તા, સૌરભ ગુપ્તા, પૂજા અગ્રવાલ અને વરુણ એમ. નો સમાવેશ થાય છે.

    SEBIએ અરશદ વારસી બેન ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ પર ગેરમાર્ગે દોરતા વીડિયો પોસ્ટ કર્યા બાદ રેગ્યુલેટરે આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા 41.85 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાભને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસમાં અર્શદ વારસીએ 29.43 લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો, જ્યારે તેની પત્નીએ 37.56 લાખ રૂપિયાનો નફો કર્યો હતો, એમ સેબીએ જણાવ્યું હતું. સેબીને એવી ફરિયાદો મળી હતી કે ટીવી ચેનલ સાધના બ્રોડકાસ્ટના શેરના મૂલ્યમાં કેટલીક કંપનીઓ દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ એકમો કંપનીના શેર પણ કાઢી રહ્યા છે.

    ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રોકાણકારોને “લલચાવવા” માટે ગેરમાર્ગે દોરતી સામગ્રીની સાથે વીડિયોને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, નિયમનકારે એપ્રિલ-સપ્ટેમ્બર 2022 દરમિયાન આ મામલાની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે સાધનાના શેરના મૂલ્ય અને જથ્થામાં એપ્રિલ અને જુલાઈ 2022 ના મધ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈ 2022 ના બીજા પખવાડિયા દરમિયાન, સાધના વિશેના ખોટા અને ગેરમાર્ગે દોરતા વીડિયો બે યુટ્યુબ ચેનલો – સલાહકાર અને મનીવાઇઝ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આ વીડિયો સામે આવ્યાં બાદ બાદ સાધનાના શેરના ભાવ અને માત્રામાં ભારે ઉછાળો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક પ્રમોટર શેરહોલ્ડરો, સાધનાના મહત્વના મેનેજમેન્ટ સ્તરો પરના લોકો અને નોન-પ્રમોટર શેરહોલ્ડરોએ વધેલી કિંમતે શેર વેચ્યા હતા અને નફો કર્યો હતો. એક ગેરમાર્ગે દોરતા વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સાધના બ્રોડકાસ્ટને અદાણી ગ્રુપ હસ્તગત કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં