Friday, July 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશાહીનબાગમાં કાર્યવાહી વગર પાછા વળ્યા બુલડોઝર: મુસ્લિમ મહિલાઓ દ્વારા CAA-NRC આંદોલનની જેમ...

  શાહીનબાગમાં કાર્યવાહી વગર પાછા વળ્યા બુલડોઝર: મુસ્લિમ મહિલાઓ દ્વારા CAA-NRC આંદોલનની જેમ વિસ્તાર માથે લેવાયો

  દિલ્હીના શાહીનબાગ ખાતે આજે સવારથી જ ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી જેને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રયાસો કર્યા હતા જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

  - Advertisement -

  આજે દિલ્હીના શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. દિલ્હી પોલીસે આ અભિયાન માટે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ ફોર્સ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ શાહીનબાગમાં બુલડોઝર ચલાવવાની તમામ અટકળોનો અંત આવી ગયો હતો. આ વિસ્તારમાં અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. છતાય અમુક આંદોલનજીવીઓને કારણે કાફલાએ કાર્યવાહી વગર પાછું વળવું પડ્યું.

  કેટલાક આગેવાનોના સહકાર્યકરોનું અતિક્રમણ હટાવવા આવેલા બુલડોઝર સામે સ્થાનિક લોકો આવીને બેસી ગયા હતા. આજતકના અહેવાલ મુજબ આ નેતાઓ પોતાને કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું જણાવી રહ્યા હતા. આ નેતાઓનું કહેવું છે કે ગરીબો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, જે થવા દેવામાં આવશે નહીં. જ્યારે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પષ્ટપણે કહે છે કે બુલડોઝરની કાર્યવાહી માત્ર ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ પર છે.

  શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન 11.30 વાગ્યે શરૂ થઈ ચૂક્યું હતું. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બુલડોઝર શાહીન બાગ પણ પહોંચી ગયા છે. આ વખતે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ વકીલ માટે જહાંગીરપુરીની જેમ કોર્ટમાંથી સ્ટે લેવાનો કોઈ વિકલ્પ છોડ્યો નથી. સ્થાનિક મેયરે જે વિસ્તારોમાં બુલડોઝર ચલાવવાના છે તેની પણ મુલાકાત લીધી હતી.

  - Advertisement -

  SDMC સેન્ટ્રલ ઝોનના અધ્યક્ષ રાજપાલે કહ્યું, “અમારા અધિકારીઓ અને સ્ટાફ સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમો બનાવવામાં આવી છે. જ્યાં પણ અતિક્રમણ હશે તેને દૂર કરવામાં આવશે. આ અભિયાન તુગલકાબાદ, સંગમ વિહાર, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની અને શાહીન બાગમાં ચાલશે.”

  સુપ્રીમ કોર્ટે CPIની અરજી ફગાવી હતી

  આ પહેલા કેટલાક મીડિયા અહેવાલોએ શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન અંતર્ગત બુલડોઝર ચલાવવા અંગે શંકા વ્યક્ત કરી હતી. આ શંકા પાછળનું કારણ અપૂરતું પોલીસ બળ હોવાનું કહેવાયુ હતું. તે જ સમયે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)એ આ બુલડોઝર અભિયાન વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

  સુપ્રીમ કોર્ટમાં સીપીઆઈની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ઓથોરિટી ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવાની યોજના બનાવી રહી છે. 4ઠ્ઠી મેના રોજ જ સંગમ વિહારમાં ગરીબોના ઘરો પર બુલડોઝર દોડ્યું હતું. આ જ કામ સોમવારે શાહીનબાગમાં થવાનું છે. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દળના સહયોગથી ઓખલા શાહીનબાગમાં પણ આવું કરવા જઈ રહ્યું છે. તેમને આમ કરવાથી રોકવું જોઈએ.”

  સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે MCDની ડિમોલિશન ઝુંબેશ સામે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અહેવાલો મુજબ, સર્વોચ્ચ અદાલતે CPMની અરજીને ફગાવી દીધી હતી, એમ કહીને કે અસરગ્રસ્ત પક્ષોમાંથી કોઈ પણ અરજીનો ભાગ નથી અને તે સંપૂર્ણ રીતે રાજકીય છે.

  ફરી ન્યાયતંત્ર સામે ભારે પડ્યું શાહીનબાગનું ભીડતંત્ર

  MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)ના બુલડોઝર ગેરકાયદે અતિક્રમણ હટાવવા શાહીન બાગ પહોંચ્યા, પરંતુ સ્થાનિક લોકો અને ખાસ કરીને મહિલાઓ બુલડોઝરની સામે બેસી ગયા. 2019 ના અંતમાં અને 2020 ની શરૂઆતમાં, શાહીનબાગ CAA-NRC વિરુદ્ધ રમખાણો માટે પ્રસિદ્ધિમાં આવ્યું, જ્યાં મુસ્લિમ મહિલાઓએ મહિનાઓ સુધી જામ કરીને લાખો લોકોને હેરાન કર્યા. મહિલાઓ બુલડોઝર પર ચડી ગઈ હતી અને તેની સામે રોડ પર સૂઈ ગઈ હતી. જેથી કાફલાએ કાર્યવાહી વગર પાછું ફરવું પડ્યું હતું.

  નોંધનીય છે કે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ મહિને શાહીનબાગમાંથી અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો હતો. આ સંદર્ભે તેમણે અતિક્રમણ કરનારાઓને નોટિસ આપી હતી. આ સાથે સુરક્ષા માટે દિલ્હી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં