Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કેન્દ્ર અને RBI વચ્ચે પૂરતો પરામર્શ કરવામાં આવ્યો હતો': સુપ્રીમ કોર્ટે કેન્દ્ર...

    ‘કેન્દ્ર અને RBI વચ્ચે પૂરતો પરામર્શ કરવામાં આવ્યો હતો’: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના 2016ના નોટબંધીના નિર્ણયને જાળવ્યો, તેને પડકારતી તમામ અરજીઓ ફગાવી

    આજે સુપ્રીમ કોર્ટે નોટબંધી બાબતે પોતાનો નિર્ણય આપતા તેને પડકારતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી અને કેન્દ્ર સરકારના 2016ના એ નોટબંધીના નિર્ણયને અકબંધ રાખ્યો હતો.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે સોમવારે (1 જાન્યુઆરી 2023) કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને બંધ કરવાના, નોટબંધીના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે નોટબંધીના નિર્ણયમાં કોઈ ખામી દેખાઈ નથી.

    પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોને બંધ કરવાના કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓની બેચને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કાર્યકારીની આર્થિક નીતિ હોવાના કારણે આ નિર્ણયને ઉલટાવી શકાય નહીં.

    ન્યાયમૂર્તિ એસ એ નઝીરની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્રની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખામી ન હોઈ શકે કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચે પૂરતો પરામર્શ કરવામાં આવ્યો હતો. “આવા પગલાં લાવવા માટે વાજબી સાંઠગાંઠ હતી, અને અમે માનીએ છીએ કે નોટબંધી પ્રમાણસરતાના સિદ્ધાંતથી પ્રભાવિત નથી,” SCએ જણાવ્યું.

    - Advertisement -

    નોટબંધી સામે થઇ હતી 58 અરજીઓ, જે તમામને SCએ ફગાવી

    સર્વોચ્ચ અદાલતે 7 ડિસેમ્બરના રોજ 58 અરજીઓની બેચ પર તેના ચુકાદાઓ અનામત રાખ્યા હતા. અગાઉ, SCએ કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 2016ના નોટબંધીના નિર્ણયને લગતા રેકોર્ડ સીલબંધ પરબિડીયામાં મૂકવા કહ્યું હતું.

    SCએ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય જે રીતે લેવામાં આવ્યો તેની તપાસ કરવાની તેની પાસે સત્તા છે અને ઉમેર્યું હતું કે “ન્યાયતંત્ર હાથ જોડીને બેસી શકે નહીં કારણ કે તે આર્થિક નીતિનો નિર્ણય છે”. આ ટીપ્પણીઓ આરબીઆઈના વકીલે રજૂઆત કર્યા પછી આવી છે કે ન્યાયિક સમીક્ષા આર્થિક નીતિના નિર્ણયો પર લાગુ થઈ શકે નહીં.

    આરબીઆઈએ SCને વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી નીતિનો ઉદ્દેશ્ય કાળું નાણું અને નકલી કરન્સી પર અંકુશ લાવવાનો હતો. એટર્ની જનરલ આર વેંકટરામણીએ એમ પણ કહ્યું હતું કે નોટબંધીની આર્થિક નીતિ એક સામાજિક નીતિ સાથે જોડાયેલી છે જ્યાં ત્રણ અનિષ્ટોને સંબોધિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    જે બાદ આજે, સોમવાર, સુપ્રીમ કોર્ટે નોટબંધી બાબતે પોતાનો નિર્ણય આપતા તેને પડકારતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી અને કેન્દ્ર સરકારના 2016ના એ નોટબંધીના નિર્ણયને અકબંધ રાખ્યો છે. જેને કેન્દ્ર સરકારની એક મોટી જીત તરીકે પણ જોઈ શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં