Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભરૂચમાં બળજબરીથી ધર્માંતરણના આરોપી મૌલવીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા: 37 હિંદુ...

    ભરૂચમાં બળજબરીથી ધર્માંતરણના આરોપી મૌલવીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા: 37 હિંદુ પરિવારોના 100થી વધુ લોકોનું કરાવ્યું હતું ધર્મ પરિવર્તન

    સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી કરી રહી હતી જેણે આગોતરા જામીન માટેની તેમની અરજી ફગાવી દીધી હતી.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 37 હિંદુ પરિવારો અને 100 હિંદુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવાના આરોપમાં ગુજરાતના એક ઇસ્લામિક સ્કોલર અને મૌલવીને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને પણ જામીન માટે શરતો નક્કી કરવા કહ્યું હતું. આ બહુચર્ચિત ભરૂચ ધર્માંતરણ કેસ છે.

    અહેવાલ મુજબ જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે તેઓ કોર્ટના અગાઉના આદેશ મુજબ પૂછપરછ માટે તપાસ અધિકારી સમક્ષ હાજર થયા હતા. બેન્ચે અરજદાર અબ્દુલ વહાબ મહમૂદની તરફેણમાં આદેશ આપ્યો હતો.

    ખંડપીઠે કહ્યું કે, “કેસના તથ્યો અને સંજોગો સાંભળ્યા પછી અને હકીકત એ છે કે અરજદાર કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ મુજબ તપાસ એજન્સી સમક્ષ હાજર થયો છે, અમે અગાઉ આપેલા વચગાળાના આદેશની પુષ્ટિ કરવાનું યોગ્ય માનીએ છીએ અને નિર્દેશ કરીએ છીએ કે અરજદારને જામીન પર મુક્ત કરવામાં આવી શકે છે. આ શરત ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવી શકે છે.”

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી કરી રહી હતી જેણે આગોતરા જામીન માટેની તેમની અરજી ફગાવી દીધી હતી.

    ભરૂચ ધર્માંતરણ કેસ

    ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામના બહુચર્ચિત ધર્માંતરણ કેસ મામલે પોલીસે હમણાં સુધી 14 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ આદિવાસીઓને પૈસા, કપડાં, દવા વગેરેની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો હતો.

    પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ હતી.

    આ કેસ વર્ષ 2021 માં સામે આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કાંકરિયા ગામમાંથી પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ હિંદુ આદિવાસીઓના ગેરકાયદે ધર્માંતરણ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ આમોદ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ખંડ 4 અને આઈપીસીની ધારા 120 (b), 153 (b) અને 506 (2) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્લામ અપનાવવા માટે આદિવાસીઓને ઘર અને રોકડા પૈસા વગેરેની લાલચ આપવામાં આવી હતી. આ કેસમાં 37 પરિવારના કુલ 100 થી વધુ લોકોએ ગેરકાયદે ધર્મપરિવર્તન કર્યું હોવાની વિગતો સામે આવી હતી. તેમજ આ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. તેમજ ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાનું ખૂલ્યું હતું.

    એ પણ નોંધવું જોઈએ કે, ગત ચોથી એપ્રિલના રોજ ધર્માંતરણ કેસમાં પકડાયેલા અબ્દુલ વહાબ મહમૂદ નામના એક ઇસ્લામી મૌલવીના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા હતા. આરોપી મહમૂદે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલી એક એફઆઈઆર મામલે આગોતરા જામીન માગ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં