Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલાહાબાદ હાઇકોર્ટ પરિસરમાં ઉભેલી મસ્જિદને તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ત્રણ મહિનાનો...

    અલાહાબાદ હાઇકોર્ટ પરિસરમાં ઉભેલી મસ્જિદને તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ત્રણ મહિનાનો સમય આપ્યો: હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી

    અલ્હાબાદ હાઇકોર્ટના આદેશના વિરોધમાં વક્ફ મસ્જિદ હાઈકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે આજે અલ્હાબાદ હાઈકોર્ટના પરિસરમાં આવેલી એક મસ્જિદને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે ઈ.સ. 2017માં અંગે ચુકાદો આપ્યો હતો. તેના વિરોધમાં મુસ્લિમ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદામાં દખલ કરવાની ના પાડીને અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો જ માન્ય રાખ્યો હતો. 

    મળતી માહિતી અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના પરિસરમાં એક મસ્જિદ આવેલી છે, તેના વિરોધમાં ઈ.સ. 2017માં ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે મસ્જિદને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશના વિરોધમાં વક્ફ મસ્જિદ હાઈકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેઓની માંગ હતી કે સુપ્રીમ કોર્ટ દાખલ કરીને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પલટી નાખે. 

    પરંતુ, સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ દખલ કરવાની સ્પષ્ટ ના પડી હતી. જસ્ટિસ એમ.આર.શાહ અને સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું હતું કે અમને હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવા માટે કોઈ ચોક્કસ કારણ મળી રહ્યું નથી. મસ્જિદ સરકારી જમીન પર જ બનાવવામાં આવી છે. માટે અહિયાં કોઈ જ અધિકારનો મામલો બનતો નથી. તેઓએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે આ મસ્જિદને આવનારા ત્રણ જ મહિનામાં પોતાની રીતે હટાવી મુકવી અને જો અરજીકર્તાઓ કોઈ નિર્ણય નહીં લે તો કોર્ટ પરિસરના અધિકારીઓ અને સરકારને તેને હટાવવાની છૂટ છે. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને એ પણ કહ્યું હતું કે તમે મસ્જિદ માટે વિક્લ્પીક જગ્યા માટે  ઉતરપ્રદેશ સરકારમાં અરજી કરી શકો છો. તેમાં સરકાર તેમની અરજી અનુસાર જગ્યા ફાળવી શકે છે. આ મામલે મુસ્લિમ પક્ષ તરફથી દિગ્ગજ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા અને પક્ષ મુક્યો હતો. તેમણે કોર્ટને તર્ક આપ્ય હતો કે આ મસ્જિદ માટે જગ્યા  એક વ્યક્તિએ કે જેની પાસે સરકારી જમીન કબ્જામાં હતી તેને આપી હતી. ઈ.સ. 2017માં સરકાર બદલાઈ અને મસ્જિદ વિરુદ્ધ સરકારે જ અરજી કરી હતી. બાકી અન્યને કોઈ વાંધો હતો નહીં. 

    સરકાર તરફથી હાજર રહેલા સોલીસીટરે કહ્યું હતું કે સરકાર બદલાઈ એટલે આ થઇ રહ્યું છે આ કોઈ તર્ક નથી. હકીકતએ છે કે આ આખી મસ્જિદ સરકારી જમીન પર બાંધવામાં આવી છે. જે પહેલા એક વ્યક્તિગત ઈબાદત ખાનું હતું, તેને જાહેર મસ્જિદમાં તબદીલ કરવામાં આવી હતી. કોર્ટે આ બાબતને ગ્રાહ્ય રાખીને જ ચુકાદો આપ્યો હતો. ત્રણ જ મહિનામાં મસ્જિદની જગ્યા ખાલી કરવની રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં