Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોઈ આઈડી પ્રૂફ વગર બેન્કમાંથી બદલી શકાશે 2 હજારની નોટ, ફોર્મ પણ...

    કોઈ આઈડી પ્રૂફ વગર બેન્કમાંથી બદલી શકાશે 2 હજારની નોટ, ફોર્મ પણ ભરવું નહીં પડે: SBIએ સ્પષ્ટતા કરી

    SBIએ તમામ શાખાઓને નિર્દેશ આપ્યા છે કે નોટ બદલવા માટે ગ્રાહકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને સરળતાથી તેમનું કામ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે.

    - Advertisement -

    રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ 2 હજાર રૂપિયાની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ આ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ તેના વિશે અધૂરી કે ગેરમાહિતી પણ ફેલાય રહી છે. જેને લઈને સમયે-સમયે સ્પષ્ટતા થતી રહે છે. હવે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ આ 2 હજારની ચલણી નોટોના એક્સચેન્જને લઈને એક અગત્યની સ્પષ્ટતા કરી છે. 

    SBIએ રવિવારે (21 મે, 2023) સ્પષ્ટ કરીને કહ્યું હતું કે, 20 હજારની મર્યાદા સુધી 2 હજારની નોટ બદલવા માટે કોઈ પણ પ્રકારની સ્લીપની જરૂર પડશે નહીં કે કોઈ આઈડી પ્રૂફ પણ માંગવામાં નહીં આવે. SBIએ તમામ શાખાઓને નિર્દેશ આપ્યા છે કે નોટ બદલવા માટે ગ્રાહકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને સરળતાથી તેમનું કામ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે એક અધિકારીક સૂચના પણ જારી કરી દેવામાં આવી છે. 

    આ નોટિફિકેશનનો અર્થ એવો થાય કે 23 મે, 2023થી લઈને 30 સપ્ટેમ્બર 2023 સુધી કોઈ પણ વ્યક્તિ બેન્કમાં જઈને 2000 રૂપિયાની નોટ સરળતાથી બદલી શકશે અને આ માટે ન તો કોઈ વધારાનું ફોર્મ ભરવું પડશે કે ન કોઈ આઈડી પ્રૂફ આપવું પડશે. એક સમયે કોઈ પણ વ્યક્તિ 20 હજારની મર્યાદા સુધીમાં 2 હજારની નોટ એક્સચેન્જ કરી શકશે. આ મર્યાદા એટલા માટે રાખવામાં આવી છે જેથી બેન્કનાં અન્ય કામોને અસર નહીં પડે.  

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં RBIએ એક આદેશ જારી કરીને 2 હજાર રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી લેવાની જાહેરાત કરી હતી. જોકે, તેનો અર્થ એ નથી કે આ નોટ બંધ થઇ ગઈ છે. નોટ માન્ય ચલણ જ ગણાશે અને લોકો સામાન્ય વ્યવહાર માટે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વાપરી જ શકશે. RBIએ માત્ર એવી અપીલ કરી છે કે 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં લોકો બેન્ક જઈને કાં તો આ નોટો જમા કરાવી દે અથવા તો તેના સ્થાને અન્ય ચલણી નોટો બદલી લે. આ માટે રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં એક FAQ પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં આ 2 હજારની નોટને લઈને તમામ સવાલોના જવાબો આપવામાં આવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં