Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'24 કલાક છે, પુરાવા નાશ કર નહીંતર સુશાંત જેવું થશે': ઠગ સુકેશે...

    ’24 કલાક છે, પુરાવા નાશ કર નહીંતર સુશાંત જેવું થશે’: ઠગ સુકેશે ફોડ્યો વધુ એક લેટર બૉમ્બ, કહ્યું- કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈને ધમકી આપી

    સુકેશે આરોપ લગાવ્યો છે કે સત્યેન્દ્ર જૈને તેને ફોન પર ધમકી આપી હતી અને તેને તેની અને અરવિંદ કેજરીવાલ સામેના તમામ પુરાવા પરત કરવા 48 કલાકનો સમય આપ્યો હતો.

    - Advertisement -

    જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી સત્યેન્દ્ર જૈન પર તિહાડ જેલમાં માનસિક ઉત્પીડન અને ધમકીઓનો આરોપ લગાવ્યો છે. તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈને ઠગ સુકેશ ચંદ્રશેખરને ધમકી આપી હોવાનો દાવો કરતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેને કેજરીવાલ અને જૈન સામેનો કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી રહી છે.

    સુકેશે આરોપ લગાવ્યો છે કે સત્યેન્દ્ર જૈને તેને ફોન પર ધમકી આપી હતી અને તેને તેની અને અરવિંદ કેજરીવાલ સામેના તમામ પુરાવા પરત કરવા 48 કલાકનો સમય આપ્યો હતો. તેણે મંડોલી જેલના અધિકારીઓ અને સ્ટાફ પર પણ ટોર્ચર કરવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

    સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલને લખેલા પત્રમાં કહ્યું છે કે, 31 ડિસેમ્બરે સત્યેન્દ્ર જૈને સુકેશ ચંદ્રશેખરને કર્ણાટક ચૂંટણીમાં સીટ અને પંજાબમાં માઈનિંગ કોન્ટ્રાક્ટ માટે જેલ સુપરિન્ટેન્ડેન્ટ રાજકુમાર દ્વારા ઓફર મોકલી હતી. તેના બદલે તેને મીડિયામાં આપેલા નિવેદનો, હાઇ પાવર કમિટી સમક્ષ આપેલા નિવેદનો તેમજ તમામ સ્ક્રીનશોટ, ચેટ અને વૉઇસ કૉલ ડિટેલ્સ આપવાનું કહેવામાં આવ્યું હતું. સુકેશે લખ્યું છે કે, ‘મને ધમકી આપવામાં આવી હતી કે જો હું સત્યેન્દ્ર જૈનની વાત નહીં સાંભળું તો મને મંડોલીની બીજી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મને એટલો હેરાન કરવામાં આવશે કે હું સુશાંત સિંહ રાજપૂતની જેમ આત્મહત્યા કરી લઈશ.’

    - Advertisement -

    નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ અને 200 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. ધમકી મળ્યાના ત્રણ દિવસ બાદ જેલમાં ઠેકાણું પણ બદલાયું હતું. તેને મંડોલીની જેલ નંબર-13 થી 14માં ખસેડવામાં આવ્યો હતો. સુકેશે પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સહિત જેલ કર્મચારીઓ પર અગાઉ પણ ઘણી વખત ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

    ઉપરાજ્યપાલે સુકેશના આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સત્તા સમિતિની પણ રચના કરી હતી. આ સમિતિએ સુકેશનું નિવેદન નોંધ્યું છે. તેણે પોતાના આરોપોના સમર્થનમાં તપાસ સમિતિને વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ, વોઈસ કોલ સહિતના અનેક પુરાવા પણ સોંપ્યા છે. થોડા દિવસો પહેલાં સુકેશે તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સંદીપ ગોયલ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેમને જેલમાં સુરક્ષિત રહેવા માટે લગભગ 23 કરોડ રૂપિયા આપ્યા હતા.

    તેણે કહ્યું કે જેલના કર્મચારીઓ તેને આ વાત જાહેર કરવા માટે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી રહ્યા છે. સુકેશે તો ત્યાં સુધી લખ્યું હતું કે જો તે મંડોલી જેલમાં રહેશે તો તેનો જીવ જોખમમાં આવી શકે છે. થોડા દિવસો પહેલાં મંડોલી જેલમાં કેદીઓ પાસેથી છરી અને મોબાઈલ મળી આવ્યા હતા, ત્યારબાદ નવા જેલ અધિક્ષકે એક ડઝનથી વધુ જેલ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી. સુકેશ ચંદ્રશેખરની સેલ ટ્રાન્સફર કરવા પાછળનું કારણ સમયાંતરે તેમના દ્વારા જેલ કર્મચારીઓ પર લગાવવામાં આવેલા આરોપો વિશે જણાવવામાં આવે છે.

    ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીના ઉપરાજ્યપાલને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના પર મીડિયાની સામે એવું કહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેમણે આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ જે પણ આરોપો લગાવ્યા છે. જે પણ નિવેદનો આપ્યા છે તે તમામ ભાજપના દબાણ હેઠળ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં