Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસત્યેન્દ્ર જૈન સુકાઈને સળી થયા!, વકીલનો દાવો- 'જેલમાં વજન 28 કિલો ઘટ્યું':...

    સત્યેન્દ્ર જૈન સુકાઈને સળી થયા!, વકીલનો દાવો- ‘જેલમાં વજન 28 કિલો ઘટ્યું’: તિહારના વિડીયોમાં AAPના મંત્રી ‘વ્યંજનોનો આનંદ’ માણતા દેખાયા

    જે વીડિયો સામે આવ્યો છે તેમાં જૈન પોતાની બેરેકમાં ભોજન લેતા જોઈ શકાય છે. ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જૈનને જેલમાં પૂરતું ભોજન આપવામાં આવી રહ્યું છે. તેના વજનમાં 8 કિલોનો વધારો થયો છે. જોકે તેના વકીલોએ દાવો કર્યો છે કે તેનું વજન 28 કિલો ઘટ્યું છે.

    - Advertisement -

    તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે (23 નવેમ્બર 2022) રિલીઝ થયેલો આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે. આમાં જૈનને જમતા જોઈ શકાય છે. આ વિડીયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે જૈને જેલમાં ડ્રાયફ્રૂટ્સ અને સલાડ આપવા માટે અરજી કરી છે.

    જૈન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલમાં છે. આ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જૈનનો જેલમાં મસાજ કરાવતો વિડીયો સામે આવ્યો હતો. જે વિષયમાં વિવાદ છે.

    જે વિડીયો સામે આવ્યો છે તેમાં જૈન પોતાની બેરેકમાં ભોજન લેતા જોઈ શકાય છે. ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જૈનને જેલમાં પૂરતું ભોજન આપવામાં આવી રહ્યું છે. તેના વજનમાં 8 કિલોનો વધારો થયો છે. જોકે તેના વકીલોએ દાવો કર્યો છે કે તેનું વજન 28 કિલો ઘટ્યું છે.

    - Advertisement -

    અગાઉ, AAP નેતાએ ‘ધાર્મિક આહાર’ માટે CBI કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ડ્રાયફ્રૂટ્સ અને સલાડ આપવાની માંગણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જેલ પ્રશાસન તેમને મિશ્રિત બીજ, ફળો, ખજૂર, ડ્રાય ફ્રૂટ્સ, સલાડ સહિતની ધાર્મિક માન્યતાઓ અનુસાર મૂળભૂત વસ્તુઓ પ્રદાન કરતું નથી. એ પણ જણાવ્યું કે તે છ મહિનાથી ધાર્મિક ઉપવાસ પર છે. તેથી તેમને સૂકા ફળો અને અન્ય ફળો ખાવાની જરૂર છે. જો ઉપવાસ દરમિયાન આ વસ્તુઓ ન આપવામાં આવે તો તેમના શરીરમાં પ્રોટીન અને આયર્નની ઉણપ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, જૈન દ્વારા જેલમાં ‘મસાજની સુવિધા‘ લેવાના કેસમાં મોટો ખુલાસો થયો હતો. વાયરલ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેની સાથે જેલમાં મસાજ કરાવતો જોવા મળ્યો હતો તેના પર સગીર પર બળાત્કારનો આરોપ હોવાનું કહેવાય છે. તિહાર જેલના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સત્યેન્દ્ર જૈનને માલિશ કરનાર કેદીનું નામ રિંકુ છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી. રિંકુ સગીર પર બળાત્કાર ગુજારવા બદલ જેલમાં છે. તેની સામે પોક્સોની કલમ 6 અને આઈપીસીની કલમ 376, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    હવે જોવાનું એ છે કે આ નવો વિડીયો સામે આવ્યા બાદ દિલ્હી સરકાર કઈ રીતે તેમનો બચાવ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં