Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાંધીનગરની પરિણીતાને લગ્નેતર સબંધો ભારે પડ્યા: વાત કરવાનું બંધ કરતાં સરફરાઝે પરિવારનું...

    ગાંધીનગરની પરિણીતાને લગ્નેતર સબંધો ભારે પડ્યા: વાત કરવાનું બંધ કરતાં સરફરાઝે પરિવારનું વોટ્સએપ ગ્રુપ બનાવી પૂર્વ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા, કેસ દાખલ

    સરફરાઝથી ત્રાસીને પીડિતાએ તેની સાથેના સંબંધોમાં પૂર્ણવિરામ મૂકી દીધું, જે સરફરાઝથી સહન ન થતાં તેણે પરિણીતાના પરિવારનું વોટ્સએપ ગ્રુપ બનાવી ફોટા વાયરલ કર્યા.

    - Advertisement -

    ગાંધીનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાદરા ખાતે રહેતી એક હિંદુ પરિણીતાને સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા સરફરાઝ નામના વ્યક્તિ સાથે સબંધ રાખવા ભારે પડ્યા છે. પોતાની ભૂલનું ભાન થતાં સાદરાની પરિણીતાએ સરફરાઝ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેનાથી ઉશ્કેરાયેલા સરફરાઝે એક વોટ્સએપ ગ્રુપ બનાવી પૂર્વ પ્રેમી સાથેના ફોટા વાયરલ કરી દીધા હતા, જેના કારણે પરિણીતા મુશ્કેલીમાં મૂકાઈ હતી. સરફરાઝે આ ગ્રુપમાં પીડિતાના પતિ, પિતા, સસરા સહિતના કુટુંબી સભ્યોને એડ કર્યા હતા. આ મામલે પીડિતાએ ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના હલીસા ગામની યુવતીના લગ્ન સાદરા ખાતે થયાં હતાં. લગ્ન બાદ યુવતીએ તેના પ્રેમી સાથે સંબંધો તોડીને ઘરસંસાર માંડ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા સાઈટ પર યુવતી સરફરાઝ નામના યુવક સાથે સંપર્ક થયો હતો, જે બાદ બંને વચ્ચે મિત્રતા થતા ફોન પર વાતચીત થવા લાગી હતી. તેવામાં એક દિવસ સરફરાઝે પીડિતાને નરોડા ખાતે મળવા બોલાવી હતી. પીડિતા મળવા આવતા આરોપીએ વાતોમાં ફોસલાવીને તેના નામે સીમકાર્ડ ખરીદ્યું હતું. સીમકાર્ડ મળ્યા બાદ સરફરાઝે પીડિતાના જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવી નવા આઈડી બનાવ્યા હતા, જેના પાસવર્ડ તેણે પોતાની પાસે પણ રાખ્યા હતા. આ દરમિયાન સરફરાઝે પોતાનો અસલ મિજાજ બતાવતા પીડિતાને હેરાન કરવાનું શરૂ કરી દીધું. તે પીડિતા પર નજર રાખવા લાગ્યો અને પીડિતાને ફોન અને મેસેજ કરી ત્રાસ આપવા લાગ્યો.

    સરફરાઝની કરતૂતોથી કંટાળીને પીડિતાએ તેની સાથે મિત્રતા તોડી નાંખી. જેનાથી અકળાયેલા સરફરાઝે પીડિતાને ફોન કરી કહ્યું હતું કે, “જો તું મારી સાથે વાત નહીં કરે તો તારા જૂના પ્રેમી સાથેના ફોટા તારા પરિવારને મોકલી દઈશ.” પરંતુ પીડિતાએ તેની ધમકીને ગંભીરતાથી ન લીધી. જેથી અકળાયેલા સરફરાઝે પીડિતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના પૂર્વ પ્રેમીનો સંપર્ક કરી તે બંનેના ફોટા મેળવી લીધા હતા. ફોટા મેળવ્યા બાદ આરોપીએ પીડિતાના પતિ, પિતા, સસરા અને અન્ય પરિવારના સભ્યોનું ‘જિંદગીની સચ્ચાઈ’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી પીડિતા અને તેના પૂર્વ પ્રેમીના ફોટા ત્યાં વાયરલ કરી દીધા.

    - Advertisement -

    આ ઘટના બાદ સાદરાની પરિણીતાએ સરફરાઝે તેના જૂના ફોટા વાયરલ કર્યા તે બદલ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચિલોડા પોલીસે મૂળ અમરેલીના ઝાફરાબાદના રહેવાસી સરફરાઝ વિરુદ્ધ IPC કલમ 354D અને 500 તેમજ આઇટી એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં