Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'સર તન સે જુદા' ગીત બધી મ્યુઝિક એપ્લિકેશન પર હતું: એક સોશિયલ...

    ‘સર તન સે જુદા’ ગીત બધી મ્યુઝિક એપ્લિકેશન પર હતું: એક સોશિયલ મિડિયા યુઝરે મુહિમ ઉપાડી ‘ગીત પ્લેટફોમ સે જુદા’ કર્યું

    દેશની ટોપની મ્યુઝિક એપ્લિકેશન પર Farishte Jiske Zaair નામનું એક ઉર્દુ આલ્બમ હતું જેમાં Gustakh E Nabi Ki Ek Saza ગીત રીલીઝ કરાયેલું હતું. આ 5.50 મિનિટનું ગીત નવેમ્બર-2020માં રીલીઝ કરાયું હતું.

    - Advertisement -

    વર્તમાનમાં દેશમાં ‘સર તન સે જુદા’ નારો પ્રચલિત બન્યો છે, એક મૌલવીના શિવલિંગના અપમાનના બદલામાં નુપુર શર્માના કથિત બયાન પર આખા દેશ અને વિશ્વમાં પણ હંગામો થયો હતો, ત્યાર બાદ નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવાના કારણે હત્યાઓ પણ થઈ હતી. જેમાં કનૈયાલાલની હત્યાની વિડીયો પણ જેહાદીઓએ બનવ્યો હતો. આવી જ હત્યા મહારાષ્ટ્રમાં પણ કરાઇ હતી. જોકે આવી રીતની ગળું કાપીને ઘાતકી હત્યા પહેલી વાર નથી થઈ અગાઉ કમલેશ તિવારીની પણ આવી જ રીતે હત્યા કરાઇ હતી.

    આ બધી હત્યાઓમાં એક વાત સામાન્ય છે તે છે ‘સર તન સે જુદા’ નારો આ નારાનો અર્થ છે જે પણ મોહમંદ સાહેબનું અપમાન કરે તેનું ગળું કાપી નાખો. એક સભ્ય સમાજમાં આવા પ્રકારના નારાઓ ઉચિત નથી. લોકતંત્રમાં કાયદો છે તે અનુસાર જ પગલાં લેવાતા હોય છે. પરંતુ આ નારા પર ગીત બને અને બનેલા ગીતો ભારતની પ્રચલિત મ્યુઝિક એપ્લિકેશન પર હોય તે કેટલું ધૃણિત બાબત છે?

    દેશની ટોપની મ્યુઝિક એપ્લિકેશન પર Farishte Jiske Zaair નામનું એક ઉર્દુ આલ્બમ હતું જેમાં Gustakh E Nabi Ki Ek Saza ગીત રીલીઝ કરાયેલું હતું. આ 5.50 મિનિટનું ગીત નવેમ્બર-2020માં રીલીઝ કરાયું હતું. બે વર્ષ સુધી આ ગીત દેશની ટોપ મ્યુઝિક એપ્લિકેશન પર સતત વાગતું રહ્યું જેને સાંભળીને અસંખ્ય લોકો દૂષપ્રેરિત થયા.

    - Advertisement -

    આ મામલો સોશિયલ મીડિયામાં સક્રિય એવા Anshul Saxena એ ઉઠાવીને ટ્વિટર પર આ ગીતની માહિતી મૂકીને તમામ મ્યુઝિક એપ્લિકેશનના ટ્વિટર હેંડલર પર ગીત દૂર કરવાની અપીલ કરી હતી જેમાં Gaana, Hungama Music, Spotify, Wynk Music, Amazon Music અને Apple Musicનો સમાવેશ થાય છે.

    આ બાબત લોકોના ધ્યાનમાં આવતા જ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં ઘણા લોકોએ તો આવી એપ્લિકેશનોને ડિલીટ કરવાનું પણ કહ્યું હતું.

    મહત્વની વાત એ છે કે આ મામલો બહાર આવ્યા બાદ પણ દેશના કથિત સેકુલરો અને મીડિયા એક પણ શબ્દ બોલ્યા નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં