Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણ‘ઉપવાસ તો 11 વાગ્યાથી છે, સવારે નાસ્તો તો કર્યો હશે’: AAPના ‘સામૂહિક...

    ‘ઉપવાસ તો 11 વાગ્યાથી છે, સવારે નાસ્તો તો કર્યો હશે’: AAPના ‘સામૂહિક ઉપવાસ’ના કાર્યક્રમમાં સંજય સિંઘે કાર્યકર્તાઓને પૂછ્યું, વિડીયો વાયરલ થયા બાદ હવે ઉડી રહી છે મજાક

    દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ એક વિડીયો X પર મૂક્યો અને સાથે લખ્યું, AAPનો ઉપવાસ ચાલે છે. સંજય સિંઘ પાણી પીને પૂછી રહ્યા છે- જમીને નથી આવ્યા કે શું? કાર્યકર્તાઓ હાથ ઉઠાવીને ‘હા’ કહી રહ્યા છે. 

    - Advertisement -

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી CM અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરૂદ્ધ તેમની પાર્ટી ઘણા દિવસથી વિરોધ કરી રહી છે. આ જ ક્રમમાં પાર્ટીએ રવિવારે (7 એપ્રિલ) સામૂહિક ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું અને દેશભરના લોકોને જોડાવા માટે કહ્યું હતું. જોકે, ઈન્ટરનેટ ઉપર લોકોએ આ વાતો મજાકમાં કાઢી નાખી છે અને બીજી તરફ સાંસદ સંજય સિંઘનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પાણી પીને લોકોને પૂછતા જોવા મળે છે કે, કાર્યકર્તાઓ જમીને નથી આવ્યા કે શું!

    દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ એક વિડીયો X પર મૂક્યો અને સાથે લખ્યું, AAPનો ઉપવાસ ચાલે છે. સંજય સિંઘ પાણી પીને પૂછી રહ્યા છે- જમીને નથી આવ્યા કે શું? કાર્યકર્તાઓ હાથ ઉઠાવીને ‘હા’ કહી રહ્યા છે. 

    આ વિડીયોમાં આમ આદમી પાર્ટીના સામૂહિક ઉપવાસના કાર્યક્રમમાં સંજય સિંઘ ભાષણ આપતા જોવા મળે છે. દરમ્યાન, વચ્ચે તેઓ પાણી પીએ છે. ત્યારબાદ કહે છે કે, “જોરથી બોલો…..જમીને નથી આવ્યા કે શું?” ત્યારબાદ કાર્યકર્તાઓ હાથ ઉઠાવીને જવાબ આપતા જોવા મળે છે. 

    - Advertisement -

    આ વિડીયોનો વધુ ભાગ આમ આદમી પાર્ટીની યુ-ટ્યુબ ચેનલ પર જોવા મળે છે. જેમાં સંજય સિંઘ કાર્યકર્તાઓને કહે છે કે, “ઉપવાસ પર તો અમે પણ છીએ….11 વાગ્યેથી ઉપવાસ છે ને, સવારે તો નાસ્તો કર્યો હશે.” ત્યારબાદ આગળ પૂછે છે કે, “નથી કર્યો? સંપૂર્ણ ઉપવાસ છે ને?”

    લોકો હવે આ વિડીયો શૅર કરીને પૂછી રહ્યા છે કે આ કેવા પ્રકારનો ઉપવાસ છે? ઈન્ટરનેટ પર આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમની મજાક પણ બનાવવામાં આવી રહી છે. 

    હાર્દિક ભાવસારે કહ્યું કે, સંજય સિંઘ પોતાની જ પાર્ટી અને નેતાઓની આબરૂ ઘટાડી રહ્યા છે. 

    જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ઉપવાસમાં પણ ગોટાળો કરી નાખ્યો. 

    અન્ય પણ અમુક લોકોએ મજાક ઉડાવી હતી.

    નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીએ આ ‘સામૂહિક ઉપવાસ’નું આયોજન અરવિંદ કેજરીવાલના સમર્થનમાં કર્યું છે. તેઓ પાર્ટી સુપ્રીમોની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, જેઓ ગત 21 માર્ચથી શરાબ નીતિ કૌભાંડ મામલે જેલમાં બંધ છે. EDએ ધરપકડ કર્યા બાદ તેમની ક્સ્ટડી મેળવી હતી અને ત્યારબાદ કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા હતા. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. પાર્ટી તેમના માટે સહાનુભૂતિ મેળવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે, પરંતુ ધારેલી સફળતા મળતી જણાય રહી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં