Thursday, May 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સગળે *ડૂચી ઔલાદ આહે’: કેન્દ્રીય મંત્રીઓ માટે અપમાનજનક ભાષા વાપરતા સંજય રાઉત,...

    ‘સગળે *ડૂચી ઔલાદ આહે’: કેન્દ્રીય મંત્રીઓ માટે અપમાનજનક ભાષા વાપરતા સંજય રાઉત, ફરી જાહેરમાં ગાળો વરસાવી

    સંજય રાઉત છત્રપતિ શિવાજી મહારાજના અપમાન મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રીઓ માટે અપમાનજનક ભાષા વાપરી હતી. 

    - Advertisement -

    વિવાદિત નિવેદનો અને અપશબ્દોના કારણે સતત ચર્ચામાં રહેતા મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉતે ફરી જાહેરમાં અપશબ્દો વાપર્યા છે. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. 

    ન્યૂઝ એજન્સી ANIએ સંજય રાઉતનો આ વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યો છે. જેમાં સંજય રાઉત છત્રપતિ શિવાજી મહારાજના અપમાન મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રીઓ માટે અપમાનજનક ભાષા વાપરી હતી. 

    સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, જેઓ સરકારમાં છે તેઓ આમ તમામ મુદ્દાઓ ઉપર બોલતા રહે છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના અપમાન મુદ્દે કંઈ પણ બોઈ રહ્યા નથી. મારું માનવું છે કે જે વ્યક્તિમાં થોડું પણ આત્મસમ્માન હોય તે આ મુદ્દો જરૂર ઉઠાવશે. ત્યારબાદ તેમણે કેન્દ્રીય મંત્રીઓ માટે ‘સગલે *ડૂચી ઔલાદ આહે’ જેવા અપશબ્દો વાપર્યા હતા. 

    - Advertisement -

    મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા માટે શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ ઘણા સમયથી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની છત્રપતિ શિવાજી વિશેની ટિપ્પણીઓને લઈને સતત મરાઠી ભાવનાઓનો લાભ લેવા માટે મથી રહ્યું છે. જોકે, સંજય રાઉતે આમ જાહેરમાં અપશબ્દો વાપર્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. 

    વર્ષ 2020માં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકાર સામે અવાજ ઉઠાવ્યા બાદ સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવાની ધમકી આપી હતી અને કંગના માટે ‘હ*મખોર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. 

    કંગનાએ કહ્યું હતું કે, તેને મહારાષ્ટ્રમાં આવતાં કોઈ પણ રોકી શકે નહીં. ત્યારબાદ સંજય રાઉતે ટિપ્પણી કરતાં મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના બાપ છત્રપતિ શિવાજી મહારાજ છે અને મને લાગે છે કે આવા વ્યક્તિના બાપને અહીં લાવીને બતાવવું પડશે. ત્યારબાદ કંગનાને મુંબઈ આવતાં રોકવા માટે શું તેઓ કોઈ કાયદા વિરુદ્ધનાં પગલાં લેશે તેમ પૂછવામાં આવતાં સંજય રાઉતે જવાબમાં કહ્યું હતું કે, “કાયદો શું છે? શું તે છોકરીએ કાયદાનું સન્માન કર્યું છે? તમે કેમ એ ‘હ*મખોર’ છોકરીની વકીલાત કરી રહ્યા છો? 

    આ ટિપ્પણી બાદ સંજય રાઉતની ટીકા પણ ખૂબ થઇ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં