Monday, April 29, 2024
More
    હોમપેજદેશસંદેશખાલીમાં મોટા પાયે EDના દરોડા, પૂર્વ TMC નેતા શાહજહાં શેખના અનેક ઠેકાણાઓ...

    સંદેશખાલીમાં મોટા પાયે EDના દરોડા, પૂર્વ TMC નેતા શાહજહાં શેખના અનેક ઠેકાણાઓ નિશાના પર, મોટાભાગના ગેરકાયદેસર: CBIની કસ્ટડીમાં છે કુખ્યાત નેતા

    આ વખતે EDની ટીમ પૂરી તાકાત સાથે પહોંચી છે. તેમની સાથે મહિલા સૈનિકો સહિત મોટી સંખ્યામાં CRPF જવાનો છે. તેના તમામ સ્થળોની શોધ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પૂર્વ ટીએમસી નેતા શેખ શાહજહાં શેખના સંદેશખાલીમાં અને ધમખલીમાં આવેલ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા ગુરુવાર (14 માર્ચ, 2024) સવારથી ચાલુ છે. EDની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ પણ અહીં પહોંચી છે. અગાઉ EDના દરોડા વખતે હુમલો પણ થયો હતો.

    અહેવાલો અનુસાર EDએ શાહજહાં શેખના 4 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, જેમાં એક ઈંટનો ભઠ્ઠો પણ સામેલ છે. આ વખતે EDની ટીમ પૂરી તાકાત સાથે પહોંચી છે. તેમની સાથે મહિલા સૈનિકો સહિત મોટી સંખ્યામાં CRPF જવાનો છે. તેના તમામ સ્થળોની શોધ કરવામાં આવી રહી છે. તેના ઘર, ઓફિસ અને તેની સાથે જોડાયેલા અન્ય સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    જમીન પડાવી લેવાના કેસમાં દરોડા

    નોંધનીય છે કે શાહજહાં શેખના ઠેકાણાઓ પર EDના આ દરોડા તેની સામે નોંધાયેલા જમીન હડપના કેસના સંદર્ભમાં ચલાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાના આરોપો લગાવ્યા છે. શાહજહાં પર સામાન્ય લોકોની જમીન પર કબજો કરવાનો અને માછીમારી કરવાનો અને લોકોની જમીનો બરબાદ કરવાનો આરોપ છે.

    - Advertisement -

    જે લોકોની જમીન તેણે પચાવી પાડી છે તેમને પૈસા મળ્યા નથી. કેટલાક લોકોની જમીન લીઝ પર લેવામાં આવી હતી પરંતુ તેમને કોઈ ચુકવણી કરવામાં આવી ન હતી. આ સિવાય લોકોને વેતન પણ આપવામાં આવ્યું ન હતું. જમીનોના કબજા સામે અવાજ ઉઠાવનારાઓને માર મારવામાં આવ્યો હતો અને ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે પોલીસ અને પ્રશાસન પણ મૌન છે.

    આ પહેલા EDની ટીમ પર હુમલો કરવી ચૂક્યો છે શેખ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા EDની ટીમ પર શાહજહાં શેખ હુમલો પણ કરવી ચૂક્યો છે. સૌ પ્રથમ, જાન્યુઆરી 2024માં, ED તેના ઠેકાણે દરોડા પાડવા ગઈ હતી, ત્યારબાદ તેણે સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા અને તેના ગુંડાઓ દ્વારા ED ટીમ પર હુમલો કરાવ્યો હતો. આ હુમલામાં અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમના વાહનોને પણ નુકસાન થયું હતું.

    શેખ શાહજહાં પર જાતીય શોષણ, જમીન પચાવી પાડવા અને ધાક-ધમકીના આરોપો સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ પછી કોર્ટના આદેશથી તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. હાલમાં તે સીબીઆઈની કસ્ટડીમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં