Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સનાતન સંસ્થા એક આધ્યાત્મિક ઇન્સ્ટિટ્યૂટ’: બૉમ્બે હાઇકોર્ટ, કહ્યું- ધર્મનું શિક્ષણ આપે છે,...

    ‘સનાતન સંસ્થા એક આધ્યાત્મિક ઇન્સ્ટિટ્યૂટ’: બૉમ્બે હાઇકોર્ટ, કહ્યું- ધર્મનું શિક્ષણ આપે છે, આતંકી સંગઠન નથી

    મહારાષ્ટ્ર ATS દ્વારા આરોપિત લીલાધર ઉર્ફે વિજય લોધીને જામીન આપતી વખતે મુંબઈ હાઈકોર્ટે ઉપયુક્ત નિવેદનો કર્યા હતા.

    - Advertisement -

    મુંબઈ હાઈકોર્ટે ગત રોજ એક કેસમાં ટીપ્પણી કરી હતી કે ‘સનાતન સંસ્થા’એ એક અધ્યાત્મિક શિક્ષા આપવાવાળું સંગઠન છે. આ સંગઠનને પ્રતિબંધિત આંતકવાદી સંગઠન કાયદા હેઠળ જાહેર કરવામાં આવ્યું નથી. વધુમાં કોર્ટે કહ્યું હતું કે આ સંગઠનના કાર્યો જોતા તે એક ધાર્મિક અને શૈક્ષણિક કાર્યો કરતી સંસ્થા માલુમ થાય છે. પહેલા મહારાષ્ટ્ર ATS દ્વારા આંતકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર ATS (Anti terrorist squad ) દ્વારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એ લોકો પર આંતકી પ્રવૃત્તિ તેમજ દેશને અસ્થિર કરવાના ષડ્યંત્રમાં સહયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે એક આરોપી છે જેનું નામ લીલાધર ઉર્ફે વિજય લોધી છે. તેણે મુંબઈ હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી કરી હતી. આ પહેલા તેણે નીચલી અદાલતમાં પણ જામીન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ નીચલી કોર્ટે જામીન આપી હતી નહીં. જેમાં મહારષ્ટ્ર ATS દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

    મુંબઈ હાઈકોર્ટમાં તેણે જામીન અરજી કરી હતી, આ જામીન અરજી જસ્ટિસ સુનીલ બી શુક્રે અને જસ્ટિસ કમલ ખાટાની ડિવિઝન બેન્ચે સાંભળીને તેને જામીન આપ્યા હતા. જામીન આપતી વખતે તેમણે કેટલીક ટીપ્પણી પણ કરી હતી. મહારાષ્ટ્ર ATS દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરોપી લીલાધર ઉર્ફે વિજય લોધીએ હિંદુ રાષ્ટ્રની માંગ કરતી સંસ્થા ‘સનાતન સંસ્થા’નો એક્ટીવ સભ્ય છે. જયારે કોર્ટે આ બાબતે કહ્યું હતું કે “સનાતન સંસ્થાના કાર્યો આધ્યાત્મ, ધર્મ અને શિક્ષણને લગતા જ છે, આ બધું તેમની વેબસાઈટ પર પણ લખેલું છે, એટલું જ નહીં પરંતુ આ સંસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા આંતકવાદી સંગઠન જાહેર કરાયું નથી.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર ATS દ્વારા સનાતન સંસ્થા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે “આ સંસ્થા તેના સભ્યોને આંતકવાદી તાલીમ આપતી હતી, આટલું જ નહીં પરંતુ જરૂરી વિસ્ફોટકો પણ પૂરો પડતી હતી. આ તમામ ગતિવિધિઓમાં અરજીકર્તા લીલાધર ઉર્ફે વિજય લોધી પણ સામેલ હતો.”

    બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલી દલીલો સાંભળ્યા પછી, જસ્ટિસ સુનીલ બી શુક્રે અને જસ્ટિસ કમલ ખાટાની ડિવિઝન બેંચે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓને “ખૂબ નિરાશાજનક” ગણાવતા રાજ્યની દલીલને ફગાવી દીધી હતી અને આરોપીને જામીન આપ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં