Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમારી દીકરી આવું જુએ તો?’: સલમાન ખાને OTT પર સેન્સરશિપની માંગ કરી,...

    ‘તમારી દીકરી આવું જુએ તો?’: સલમાન ખાને OTT પર સેન્સરશિપની માંગ કરી, કહ્યું- ગાળાગાળી, અશ્લીલતા..આ બધું બંધ થવું જોઈએ

    એક એવોર્ડ શૉની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે- “મારા મતે ઓટીટી પર સેન્સરશિપ હોવી બહુ જરૂરી છે.

    - Advertisement -

    ભારતમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ આવી જવાને કારણે કન્ટેન્ટ અને એમાં પણ અશ્લીલ કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં અભિનેતા સલમાન ખાને વેબ સિરીઝમાં દેખાડવામાં આવતી અશ્લીલતા વિશે પોતાનો મત રજૂ કર્યો છે અને ડિજિટલ કન્ટેન્ટ પર સેન્સરશિપની માંગણી કરી છે. સલમાન ખાને ઓટીટી સેન્સરશિપ ઉપરાંત ફિલ્મમેકર્સને પણ ‘સ્વચ્છ કન્ટેન્ટ’ બનાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાની મર્યાદા ન ઓળંગવી જોઈએ.

    સલમાન ખાને ઓટીટી સેન્સરશિપ અંગે શું કહ્યું?

    એક એવોર્ડ શૉની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે– “મારા મતે ઓટીટી પર સેન્સરશિપ હોવી બહુ જરૂરી છે. આ ગાળાગાળી, અશ્લીલતા અને ઇન્ટીમેટ સીન્સ બધું બંધ થવું જોઈએ. 15થી 16 વર્ષના બાળકો પણ ક્યાંકને ક્યાંક આ બધું જુએ છે. જો તમારી દીકરી હોય અને આવું જુએ તો તમને કેવું લાગશે?”

    સલમાન ખાને ઓટીટી સેન્સરશિપ પર ભાર મૂકતાં કહ્યું કે, “આ માટે સેન્સરશિપનું પગલું લેવાય તે યોગ્ય છે. જો સાફસૂથરું કન્ટેન્ટ હશે તો અનેક ગણું ચાલશે અને લોકો પણ તેને જોવાનું પસંદ કરશે.” ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પહેલાં પણ ઘણાં સેલિબ્રિટી ઓટીટી પર વલ્ગારિટી મામલે વાંધો દર્શાવી ચૂક્યા છે.

    - Advertisement -

    ‘આપણે ભારતમાં રહીએ છીએ’

    કલાકારો માટે સુરક્ષાના જોખમો બાબતે સલમાન ખાને જણાવ્યું હતું કે, “તમે કિસિંગથી લઈને ઇન્ટીમેટ દ્રશ્યો કર્યા હોય… જ્યારે તમે તમારી બિલ્ડિંગમાં પ્રવેશો છો, તો તમારા વૉચમેને પણ તમારું કામ જોયું હોય છે. મારા મતે સુરક્ષાના કારણોસર પણ તે યોગ્ય નથી. આપણે પોતાની મર્યાદા ન ઓળંગવી જોઈએ. આપણે ભારતમાં રહીએ છીએ. થોડું ઘણું ચાલે. વચ્ચે તો આ બહુ વધી ગયું હતું. હવે થોડું નિયંત્રણ આવ્યું છે. લોકોએ હવે સારા અને સ્વચ્છ કન્ટેન્ટ પર કામ કરવાનું શરુ ર્ક્યું છે.”

    સલમાન ખાને પોતે પડદા પર ક્યારેય ઇન્ટીમેટ સીન્સ નથી આપ્યા. ફિલ્મોમાં તેની નો-કિસિંગ પોલિસી છે. ઉલ્લેખનીય છે કે, આજે મોટાભાગના કલાકારો ઓટીટી પર કામ કરી રહ્યા છે ત્યારે સલમાને પોતે હજુ ઓટીટી ડેબ્યુ નથી કર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં