Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસલમાન ખાનના બનેવી આયુષ શર્મા કાયદાકીય વિવાદમાં ફસાયા: ‘રુસલાન’ શીર્ષક હેઠળ બનેલી...

    સલમાન ખાનના બનેવી આયુષ શર્મા કાયદાકીય વિવાદમાં ફસાયા: ‘રુસલાન’ શીર્ષક હેઠળ બનેલી ફિલ્મ માટે નોટિસ મોકલવામાં આવી, અગાઉ ‘લવયાત્રી’ માટે પણ આવ્યા હતા ચર્ચામાં

    સલમાનનો બનેવી આયુષ શર્મા 2018માં આવેલી ફિલ્મ ‘લવયાત્રી’ને લઈને પણ વિવાદમાં ફસાયો હતો. નવરાત્રિના દિવસોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ પહેલાં ‘લવરાત્રિ’ હતું, જેને લઈને વિરોધ થયો હતો. ત્યારબાદ મેકર્સે ફિલ્મનું નામ બદલ્યું હતું.

    - Advertisement -

    બોલિવુડ અભિનેતા સલમાન ખાનના બનેવી આયુષ શર્મા લાંબા સમય બાદ ફિલ્મી પડદે જોવા મળશે. એક લાંબા બ્રેક પછી આયુષ શર્માની ‘રુસલાન’ નામની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તે ટાઈટલને લઈને કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ‘રુસલાન’ના અભિનેતા આયુષ શર્મા અને પ્રોડ્યુસર કે.કે. રાધામોહનને આ ફિલ્મ મામલે લિગલ નોટિસ મળી છે.

    સલમાન ખાનના બનેવી આયુષ શર્મા પર ફિલ્મનું ટાઈટલ કોપી કરવાનો આરોપ

    વાસ્તવમાં ‘રુસલાન’ શીર્ષક ધરાવતી એક ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને એટલે જ સલમાન ખાનના બનેવી આયુષ શર્મા પર ટાઈટલ કોપી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને આ મામલે કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જ ટાઈટલવાળી એક ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને તેમનું ટાઈટલ કોપી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ‘રુસલાન’ (2009)ના મુખ્ય અભિનેતા રાજવીર શર્માએ પોતાના વકીલ મારફતે આયુષ શર્માને તેમની ફિલ્મનું નામ હટાવવા માટે ચેતવણી પણ આપી છે.

    ગત 21 એપ્રિલે આયુષ શર્માની ફિલ્મ ‘રુસલાન’નું ટ્રેલર રિલીઝ થયું હતું. ત્યારથી જ રાજવીર શર્માએ કાનૂની કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. આ એક્શન ફિલ્મમાં આયુષ સાથે તેલુગુ ફિલ્મોના અભિનેતા જગપતિ બાબૂ અને અભિનેત્રી સુશ્રી મિશ્રા પણ મહત્વના રોલમાં છે. બોલિવુડનો હાલ કપરો સમય ચાલી રહ્યો છે તેમ છતાં મેકર્સ આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવાના છે અને એમાં પણ તે કાયદાકીય વિવાદમાં ફસાઈ ગઈ છે.

    - Advertisement -

    તેમને ફટકારવામાં આવેલી નોટિસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આવનારી ફિલ્મમાં મૂળ ફિલ્મ ‘રુસલાન’ની સ્ક્રિપ્ટ અને વાર્તા પણ કોપી કરવામાં ન આવે. જો આવું થયું તો મામલો ગંભીર બની શકે છે. જોકે, આયુષ શર્મા કે તેની ફિલ્મના મેકર્સ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આવી.

    કોંગ્રેસ નેતાએ ‘રુસલાન’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું

    ઉલ્લેખનીય છે કે, 2009માં આવેલી ફિલ્મ ‘રુસલાન’માં મૌસમી ચેટર્જીની દીકરી મેઘા ચેટર્જીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મના પ્રોડ્યુસર કોંગ્રેસ નેતા જગદીશ શર્મા હતા.

    આયુષ શર્મા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે

    ઉલ્લેખનીય છે કે, સલમાનના બનેવી આયુષ શર્મા 2018માં આવેલી ફિલ્મ ‘લવયાત્રી’ને લઈને પણ વિવાદમાં ફસાયા હતા. નવરાત્રિના દિવસોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ પહેલાં ‘લવરાત્રિ’ હતું, જેને લઈને વિરોધ થયો હતો. ત્યારબાદ મેકર્સે ફિલ્મનું નામ બદલ્યું હતું. બીજી તરફ ખુદ અભિનેતા સલમાન ખાન પણ અવારનવાર વિવાદમાં રહેતા હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં