Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભૂત પ્રેતનો ડર બતાવી દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો: આરોપી સલમાન અને...

    ભૂત પ્રેતનો ડર બતાવી દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો: આરોપી સલમાન અને હાફીઝ મોહમ્મદ ઇસ્લામની ધરપકડ

    પોલીસે આ મામલે તરત જ અપહરણની કલમ આઈપીસી 366, ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સાથે પિડીતા દલિત હોવાથી SC/ST કાયદાની કલમો પણ લગાડવામાં આવી હતી. ઑપઈન્ડિયા પાસે આ મામલાની ફરિયાદની કોપી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં દલિત યુવતી સાથે અત્યાચારનો અતિ ગંભીર મામલો સામે આવ્યો છે. દલિત પરિવારના પડોશી સલામન અને તેના બનેવી હાફીઝ મોહમ્મદ ઇસ્લામે દલિત સગીરાને ભૂત પ્રેતની બીક બતાવીને તેનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    આખા મામલાની શરૂઆત 01 જાન્યુઆરી 2023ના રોજ થાય છે. પીડિતા ઘરેથી દવા લેવા માટે નીકળી હતી પરંતુ ઘરે પાછી આવી જ નહોતી. મોડે સુધી ઘરે ન આવતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. જોકે, પહેલા પરિવારે પોતાની રીતે શોધખોળ કરવાના પ્રયત્નો કર્યા. પિડીતા પાસે તેની માતાનો ફોન હતો તેની પણ તપાસ કરતા તે બંધ આવતો હતો. પરંતુ પાછળથી પરિવારને ધ્યાને આવ્યું કે તેના પડોશમાં રહેતો સલમાન પણ 01 જાન્યુઆરીથી દેખાતો નથી. તેઓએ સાથે સાથે તેની પણ શોધખોળ કરી પરંતુ તે પણ હાજર ન હતો. અંતે પરિવારે તારીખ 11 જાન્યુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં સલમાન પર સગીરાના અપહરણની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

    દલિત યુવતી સાથે બળાત્કાર મામલે પોલીસે તરત જ અપહરણની કલમ આઈપીસી 366, ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સાથે પિડીતા દલિત હોવાથી SC/ST કાયદાની કલમો પણ લગાડવામાં આવી હતી. ઑપઈન્ડિયા પાસે આ મામલાની ફરિયાદની કોપી છે.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સલમાન પીડિતાને ઉત્તર પ્રદેશની નેપાલ બોર્ડરની નજીક આવેલા મહારાજગંજ જિલ્લાના સિસવા નામના એક નાનકડા ગામડામાં આવેલા મદ્રેસામાં લઈ ગયો હતો. જયાં સલમાનનો બનેવી અને તે મદ્રેસાનો હાફિઝ મોહમ્મદ ઈસ્લામે પીડિતાને ગોંધી રાખીને બળાત્કાર કર્યો હતો. 

    પિડીતાએ કોર્ટમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સલમાન અને તેના બનેવી મોહમ્મદ ઈસ્લામે સાથે મળીને મદ્રેસામાં ગોંધી રાખી હતી અને ભૂત પ્રેતનો ડર દેખાડીને તેની સાથે બળાત્કાર પણ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલને હવાલે કર્યા છે. જ્યારે પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

    પોલીસ આવનારા સમયમાં આરોપીના રિમાન્ડ મેળવીને સઘન તપાસ કરશે, તેમજ પીડિતાના મેડિકલ રિપોર્ટ પણ આવી જશે ત્યારબાદ આ ગુનાના મૂળ સુધી પહોંચી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં