Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતસાળંગપુર મંદિર વિવાદ: હર્ષદ ગઢવી સહિત ત્રણેયના રિમાન્ડ નામંજૂર, આવતીકાલે જામીન મળી...

    સાળંગપુર મંદિર વિવાદ: હર્ષદ ગઢવી સહિત ત્રણેયના રિમાન્ડ નામંજૂર, આવતીકાલે જામીન મળી શકે; સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બેઠક યોજી

    જજે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કરીને ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, આવતીકાલે તેમને જામીન મળી શકે છે.

    - Advertisement -

    હનુમાનજીના અપમાન મામલે સાળંગપુર મંદિરે વિવાદિત ભીંતચિત્રોને કાળો રંગ કરવા અને તોડફોડ કરવાનો પ્રયાસ કરવા બદલ હર્ષદ ગઢવી સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. હવે આવતીકાલે તેમને જામીન મળશે તેવી શક્યતા છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હર્ષદ ગઢવી, જેસીંગ ભરવાડ અને બલદેવ ભરવાડની ધરપકડ બાદ આજે તેમને જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા. અહીં પોલીસે કલર ક્યાંથી આવ્યો અને હાથમાં રહેલું હથિયાર ક્યાંથી આવ્યું તે મામલે તપાસ કરવા માટે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. બીજી તરફ, ત્રણેયના વકીલે જામીન માટે રજૂઆત કરી હતી. જજે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કરીને ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, આવતીકાલે તેમને જામીન મળી શકે છે.

    ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિરે હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રોનો મુદ્દો સળગ્યા બાદ આક્રોશિત હર્ષદ ગઢવી છેક મંદિરે પહોંચી ગયા હતા અને ચિત્રો પર કાળો રંગ લગાવી દીધો હતો. ત્યારબાદ લાકડી વડે પ્રહાર પણ કર્યા હતા. જોકે, પછીથી પરિસરમાં હાજર પોલીસકર્મીઓએ તેમને કાબૂમાં લઇ લીધા હતા. રવિવારે (3 સપ્ટેમ્બર, 2023) તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી.

    - Advertisement -

    બીજી તરફ, હવે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પણ આ વિવાદનો વીંટો વાળવા માટે તૈયારી શરૂ થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે સાળંગપુર મંદિરમાં સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી, જેમાં અનેક સંત આગેવાનો પહોંચ્યા હતા. બેઠકમાં વડતાલ મંદિરના મહંત, ભુજ, ધોલેરા, અમદાવાદ, ગઢડા વગેરે મંદિરોના સંતો ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા અને વિવાદને લઈને ચર્ચા કરી હતી. બેઠકમાં RSSના નેતાઓ પણ પહોંચ્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે રવિવારે બપોરે સાળંગપુર મંદિરે સાધુ-સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી સહિતના સંતો વચ્ચે એક બેઠક મળી હતી, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયે વહેલી તકે આ વિવાદનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું અને ભીંતચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. જેમાં સાધુ-સંતોએ પણ સહમતી દર્શાવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં