Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓળખ છુપાવી ગરબા મંડપમાં ઘૂસતા મુસ્લિમ યુવકો પર સંત સમાજ નારાજ, કહ્યું-...

    ઓળખ છુપાવી ગરબા મંડપમાં ઘૂસતા મુસ્લિમ યુવકો પર સંત સમાજ નારાજ, કહ્યું- હિંદુ તહેવારો ઉજવવા હોય તો ‘ઘરવાપસી’ કરી લો

    આ વર્ષે નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવકો ઘૂસી ગયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા, હવે સંત સમાજે પણ નિવેદન આપ્યું.

    - Advertisement -

    ઓળખ છુપાવી મુસ્લિમ યુવાનોના ગરબા મંડપમાં ઘૂસવા પર હરિદ્વારના સંત સમાજે પોતાની પ્રતિક્રિયા આપી છે. સંતોએ મુસ્લિમ યુવાનોના ગરબા મંડપમાં ઘૂસવા બદલ પર સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમજ મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો મુસ્લિમ સમાજના લોકો હિંદુ પૂજા પ્રથામાં આવવા માંગતા હોય તો તેઓ પહેલા ‘ઘરવાપસી’ કરે અને પછી જ કોઈપણ હિંદુ પૂજા પ્રથામાં જોડાય.

    ત્યાં કોઈ મોટી દુર્ઘટના થઈ શકતી હતી – શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ

    અહેવાલો મુજબ હરિદ્વારમાં શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમે કહ્યું હતું કે ઇસ્લામિક આતંકવાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ઈસ્લામ સાથે જોડાયેલા લોકો પોતાની ઓળખ છુપાવીને ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથમાં ભગવા કપડા પહેરીને પ્રસાદ વેચવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ગરબા દરમિયાન મુસ્લિમ યુવકો પોતાની ઓળખ છુપાવીને ત્યાં જતા હોય છે. ત્યાં મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી છે.

    - Advertisement -

    મુસ્લિમ યુવકો PFI સાથે સંકળાયેલા હોઈ શકે: મહંત રવીન્દ્ર પુરી

    મળતા અહેવાલો પ્રમાણે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીનું કહેવું છે કે જો મુસ્લિમ યુવાનોને ગરબામાં આવવું હોય અને જો તેઓ આપણા દેવી-દેવતાઓમાં માનતા હોય તો તેઓ પહેલા ઘરવાપસી કરે, જો તેઓ આપણા દેવી-દેવતાઓમાં ન માનતા હોય તો તેઓએ ગરબામાં ન આવવું જોઈએ કારણ કે જ્યારે તેમને આપણા દેવી-દેવતાઓના ભજન ગમતા નથી તો તેમનું ગરબામાં શું કામ છે અને આ રીતે તેઓ ગરબામાં આવીને વિવાદ ઉભો કરે તે અયોગ્ય છે કારણ કે તે યુવાનો દ્વારા તેમની ઓળખ છુપાવવામાં આવી હતી અને આ લોકો PFI સાથે સંકળાયેલા હોવાનું પણ જણાય છે.

    જાણો શું છે આખો “ગરબા વિવાદ”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાંથી ગરબાના મંડપોમાં મુસ્લિમ યુવકો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું. અહીં બજરંગ દળના કાર્યકર્તાઓએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકો સાથે તેમની ઝડપ પણ થઇ હતી. એસ.પી રિંગરોડના એક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં જઈને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ બે યુવકો પર શંકા જતાં તેમને પૂછતાં તેઓ મુસ્લિમ હોવાનું જાણવા મળતાં તેમને ચેતવણી આપીને બહાર કર્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી, જ્યાં મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને ગરબા મંડપમાં ઘૂસ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં